________________
૧૦૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ' રાજાએ વિનયંધરને કારાગ્રહમાં પૂર્યો ને ચારે સ્ત્રીએને અંતપુરમાં મોકલી દીધી. રાજાએ વિનયંધરને પક્ષ કરનાર નાગરિક જનેને કહ્યું કે “હે લેકે ! જે વિનયંધર શુદ્ધ હોય તો તે દિવ્ય કરે તો છોડી દઉ ” તિરસ્કાર કરી રાજાએ નાગરિકેને વિદાય કર્યા, ને સભાનું કામ પૂર્ણ કરી અંત:પુરમાં ચાલ્યો ગયે, ' અંત:પુરમાં રહેલી એ ચારે સતી સાધવી સ્ત્રીઓની રાજાએ ખાન, પાન, વસ્ત્ર વગેરે માટે સારી વ્યવસ્થા કરી, ખુશામત કરી, પણ એ ચારેએ ખાન, પાન, સર્વે તજી દીધું, નવકારમંત્રનું સ્મરણ કરતી તે જીનેશ્વરનું ધ્યાન કરવા લાગી. નિશા સમયે રાજાની દાસીઓએ એમનું મન રાજા તરફ વાળવાના અનેક પ્રયત્ન કર્યા છતાં તેની કોઈ અસર થઈ નહિ ને દાસીઓને તિરસ્કાર કરી કાઢી મૂકી. - મદનના કાજળથી લીંપાયેલા શ્યામસ્વરૂપ રાજાએ રાત્રિ તરફડતાં તરફડતાં પૂર્ણ કરી, દાસીઓએ નિરાશાના સમાચાર કહ્યા છતાં પણ નિર્લજ્જ અને નફટ એ રાજા પ્રાત:કાળે સુંદર વસ્ત્રોથી સજ્જ થઈ એ ચારે રમણની પાસે આવ્યો પણ એ ચારેમાંથી કેઈએ રાજાની સામે જોયું નહિ, કે બોલાવ્યો પણ નહિ. દીપકની તમાં જલી રહેલા પતંગીયાની માફક રાજા એમનાં સૌંદર્યમાં મુગ્ધ થયો છત વિકારથી એમને નિહાળતો કુચેષ્ટા કરવા લાગ્યો. નિર્લજ વચનને બોલતો એ સતીઓને હેરાન કરવા લાગે, ત્યાં તો આશ્ચર્ય!
સારી આલમમાં મને હર ગણાતી એ યુવતીઓ એકદમ કદરૂપી અને બેડેલ બની ગઇ. રૂપમાં દિવાને બનેલે રાજા એકદમ ચાક. “ઓહ આ શું!) રાજાએ પિતાની આંખો ચોળીને નજર કરી તો મેટા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com