________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૧૦૫
લાંબા દાંતવાળી, ઉંટના જેવા એાણ વાળી, વાંકી ચુકી નાસિકાવાળી, ગાળી જેવા પેટવાળી, બેડલ એ શ્યામ મૂતિઓને જોઈ રાજા ગભરાય. “અરે! મેં પૂર્વે જોયેલું સૌંદર્ય કયાં? ને આ કુરૂપતા ક્યાં?
પટ્ટરાણુ વૈજ્યવંતી પણ રાજાના દુરાચારને જાણીને ત્યાં આવી પહોંચી રાજાની આ ચેષ્ટા જોઈ નિભર્સના કરી. “અરે દુરાચારી ! મૃ૫ કન્યાને ત્યાગ કરી આવી અધમ સીમાં લેભાઈ ગયા, મને લાગે છે કે હવે તમારે દી ફરી ગયે "
લજા પામેલા રાજાએ એ ચારે સ્ત્રીઓને પિતાના પંજામાંથી મુક્ત કરી ને વિનયંધરને પણ છોડી મૂક્યા. એ ચારે રાજમહેલની બહાર નીકળી કે તરતજ મૂળ સ્વરૂપમાં આવી ગઈ. આ આશ્ચર્ય જોઈ રાજા ખુબ અજાયબ થયો. સતીના તેજથી ભય પામી એનાં ઘરબાર માલમિલ્કત બધું એમને સોંપી દીધું. સતીઓના પ્રત્યક્ષ ચમત્કારથી ભય પામેલો રાજા મેટી વિમાસણમાં પડ્યો, રખેને પિતાના ઉપર કાંઈ આફત ન ઉતરે !
એક દિવસે ચંપાનગરીના પાદરે જ્ઞાની સૂરસેન ગુરૂ પધાર્યા. પરજન સહિત રાજાએ ગુરૂને વંદન કરી ધર્મ દેશના સાંભળી. દેશના પછી ઘણા વખતથી મનમાં રહેલે સંશય રાજાએ ગુરૂને પૂછો, “ભગવાન ! આ વિનયંધર શ્રેષ્ટિએ શું પુણ્ય કરેલું કે જેથી આવી મહાન રૂપવતી સતીઓમાં શિરોમણિ ચાર સ્ત્રીઓને ભરથાર થયે? એ ત્યારે સુરૂપવાન છતાં કુરૂપવાન મારા જેવામાં આવી તે પાછી મૂળ સ્વરૂપમાં આવી ગઈ. એ બધું સ્પષ્ટતા પૂર્વક આપ કહે ?”
રાજાની શંકાનું સમાધાન કરવા ગુરૂએ વિનયંધરને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com