________________
એકવીશ ભવને નેહસંબંધ
.
૧૦૩
, “હે પ્રિયે ! હે મૃગાક્ષિ! તારા વિશે વિરહાનલથી બળી રહેલા મારી ચાર પ્રહરની રાત્રિ સહસરાત્રિ પર્યત લાંબી થઈ.” પંડિત શ્લોકને ભાવાર્થ કહી સંભળાવ્યું. રાજા ક્રોધથી લાલચાળ બની ગયે. ઓહ! વિનયંધર! અને તે મારા અંત:પુરમાં ? આ શો ઉત્પાત ?” રાજાએ નાટક ભજવવા માંડયું. , “રાજન ! વિનયંધર પવિત્ર અને શીલવ્રતને ઉપાસક ધમીઓમાં શિરોમણિ છે. એનામાં આ દોષ સંભવી શકે જ નહિ, સુવર્ણમાં શ્યામતા કદિ હોઈ શકે? દૂધમાં પિરા ન હોઈ શકે. કેઈક દુર્જન મનુષ્યનું આ કાવતરું જણાય છે. માન સરોવરને વિષે રહેલો હંસલો મુક્તાફળને જ ચારે ચરે, રાજન !'
અનેક સભ્ય અને મંત્રીઓની શિખામણ નહિ ગણકારતાં રાજાએ કેટવાલને હુકમ કર્યો. “જાઓ? એ દુરાચારી વ્યભિચારી વિનયંધરને પકડી કારાગ્રહમાં પૂરીલો! એનાં મકાનોને સીલ કરી ને તેની સ્ત્રીઓને અંત:પુરમાં ચેકી પહેરા નીચે રાખેરાજાને હુકમ સાંભળી તીરની માફક કેટવાલ પોતાના સુભ સાથે છુટ. બધી ચંપાનગરીમાં હાહાકાર વર્તી રહ્યો, વિનયંધર જેવા પવિત્ર પુરૂષ ઉપર આફત ઉતરેલી જોઈ નગરજને કલ્પાંત કરવા લાગ્યા, અરે અવિચારી રાજાએ આ શું ઉત્પાત કર્યો,
રાજાને હુકમ બજાવી કેટવાલ રાજાની સન્મુખ આવીને નઓ, વિનયંધરને મકાને સીલ કરીને વિનયધર અને એની ચારે સ્ત્રીઓને કેટવાલે રાજાની સમક્ષ હાજર કરી, એ ચારે રમણીઓને જોઈ રાજા હષ ઘેલો થઈ ગયે
વાહ!દેવાંગનાઓને પણ લજાવે એવી આ રમણીએ ખચિત મારેજ એગ્ય છે. હું જરૂર એમને મનાવી લઈશ. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com