________________
૧૦૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગરે ચારે રમણીઓને પોતાના અંત:પુરમાં લાવી શકાય નહિ રાજા પ્રજાને પાલક કહેવાઈ એજ પ્રજાને ભક્ષક શી રીતે થઇ શકે? કઈ પણ કારણ વગર, વગર ગુહાએ નિર્દોષને શી રીતે દંડી શકે? લેકેને જણાવવા પૂરતું પણ વિનયંધરને ગુન્હેગાર તે બનાવવું જોઈએ. સત્તા, અર્થ અને કામથી અંધ થયેલા રાજાઓની બુદ્ધિ જ્યારે વિકૃત થઈ જાય છે ત્યારે જ ન્યાય અન્યાય, પાપ પુણ્યને કે ભાવીને કંઇ પણ વિચાર કર્યા વગર પાપાંધકારમાં ડુબી જઈ તે બધા જીવનક્રમને ફેરવી નાખે છે ને ઈતિહાસના કમને ઊધ વાળી નાખે છે. કારણ કે ભાવી જ એમનું અંધકારથી ભરેલું હોય ત્યાં બીજું થાય પણ શું? - રાજાના કહેવાથી પુરોહિતે વિનમંધર સાથે કપટ મૈત્રી કરી વિનયંધર સાથે ખાન, પાન, વાર્તાલાપના પ્રસંગ પાડીને સ્નેહની ગાંડ મજબૂત બનાવી, એક દિવસે નિર્દોષ વિનયધર પાસે પુરે હિતે ભોજપત્ર ઉપર કઈક લખાવ્યું પણ નિર્માલ્ય ગણીને વિનયંધરે ફગાવી દીધું. એ નિર્મા લ્યગણાતા ભેજપત્રને આસ્તેથી વિનયંધરથી ગુપ્ત રીતે પુરોહિતે પોતાના ખીસ્સામાં ઠેરવી દીધું ને રાજાની પાસે. આવીને તેમના હાથમાં ધરી દીધું.
રાજસભામાં બેઠેલા રાજાએ વિદ્વાનની સામે એ જપત્ર ધરી એમાંના લખાણને વાંચી સંભળાવવાની આજ્ઞા કરી, પંડિતાએ વાંચી વિચારી રાજાને કહ્યું. “મહારાજ! આતે વિનયંધરનું લખાણ છે, આ આપને ક્યાંથી મલ્યું છે)
“મારા અંતઃપુરમાંથી આ કાગળ પકડાવે છે. શું વિનયધરનામાં પણ કામરૂપી પિશાચ ભરાય છે? મને. કહો તો ખરા એમાં શું લખ્યું છે તે ?” રાજાએ કહ્યું કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com