________________
પાટચપુસ્તકાના વિચાર થવા બઢે છે. સંસ્કૃત ભાષા ખેાલતાં લખતાં આવડે એ હવે આવશ્યક નથી. આ દૃષ્ટિએ હાલનાં કેટલાંક નવાં સંસ્કૃત પાઠવપુસ્તક જે કેવળ અંગ્રેજી વાંચનમાલાના અનુકરણરૂપે લખાયાં છે તે અમારી દૃષ્ટિએ અસ્થાને છે. સંસ્કૃત ભાષાનું સર્વાંગ પ્રભુત્વ મેળવવા માટે પણ એ પદ્ધતિ નિરક છે; તે માટે તે પ્રાચીન પદ્ધતિ એ એક જ પદ્ધતિ છે એમ અવસ્ય સ્વીકારવું જોઇએ. અત્યારના ઉદ્દેશ સ્પષ્ટ રીતે સંસ્કૃત સાહિત્યમાં પ્રવેશ કરવાની યાગ્યતા આપવાના છે. આ માટે પ્રથમથી જ બને તેટલે વિદ્યાથી તે સંસ્કૃત સાહિત્યને પરિચય કરાવવા જોઇએ. જો સંસ્કૃત સ્વભાષાદ્વારા શિખવાય તા આ કામમાં ઘણી સરલતા થઈ જાય. કારણ આપણી મુખ્ય પ્રાન્તીય ભાષાઓ–ગુજરાતી, મરાઠી, હિંદી અને બંગાળી સંસ્કૃતની પુત્રીઓ હોવાથી તત્સમ અને તદ્ભવ શબ્દોની બદદથી અર્થ સુગમ થાય છે એટલું જ નહિ પણ કેટલુંક વ્યાકરણ પણ આપોઆપ આવડી જાય છે. પણ મુખ્ય તત્ત્વ એ છે કે સાહિત્યના પરિચય પ્રથમ કરાવી વિદ્યાર્થીના ચિત્તમાં સંસ્કૃતનું વાતાવરણ ઉત્પન્ન કરવુ જોઇએ. આવું વાતાવરણ ઉત્પન્ન કરવાના પ્રયત્ન સાથે વ્યાકરણ શિખવવાના પ્રયત્ન ચાલે તે સંસ્કૃત ભાષાનું જ્ઞાન સ્પષ્ટતાથી તેમ જ રસપ્રદ રીતે આપી શકાય.
આ ગીર્વાણસાહિત્યસાપાનની રચના એ ઉદ્દેશથી છે. તે કેટલે અંશે સાક થઇ છે તે તે શિક્ષકબંધુએ તેમના અનુભવ જણાવશે ત્યારે જણાશે.
આ પ્રથમ સેાપાનમાં ૧૦૧ શ્લેાકા તથા ૨૦ ગદ્યપાઠો આપેલા છે. ગદ્યપાઠા તે તે પાઠના અન્તે જણાવેલા ગ્રંથામાંથી એટલે કે તારાથમહાભ્રાહ્મણ, શ્રીમદ્ભાગવત, કથાસરિત્સાગર, પંચતંત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com