________________
( ૩૮ ). ત્રીજે પરસ્પર વિરોધ એ દેખાય છે કેપૃષ્ઠ ૧૩૯ ઉપર રાજા શતાનીકે ભગ્ન કરેલી ચંપાને પુનરુદ્ધાર કર્યો હતો એમ માનવું હોય તો...” એમ શંકામય કે અનિશ્ચિત વલણ દાખવે છે.
જ્યારે પૃ૪–૩૭૪ ઉપર તેને નિશ્ચિતરૂપે બતાવતાં એમ લખે છે કે “અલબત્ત, તેણે રાજપાટ બનાવ્યું ત્યારે તે ભગ્નાવસ્થામાં હોવાથી તેના કેટલાક ભાગને સમરાવી જીર્ણોદ્ધાર કરવું પડે હતે.”
આમ પિતાના પુસ્તકમાં આગળ પાછળ શું લખાયું છે તેનું પોતાને જ અવધારણ રહ્યું નથી.
બીજુ “પ્રાચીન ભારતવર્ષમાં ચંપાનગરીનું જ્યાં જ્યાં વર્ણન આવ્યું છે ત્યાં ત્યાં ગંગા નદીને કયાંઈ પણ ઉલ્લેખ આવ્યો દેખાતો નથી; જ્યારે પ્રાચીન ને અર્વાચીન શાસ્ત્ર ને ઈતિહાસમાં જ્યાં જ્યાં ચંપાને ઉલ્લેખ છે ત્યાં ત્યાં ગંગા નદીને પણ સાથે જ ઉલ્લેખ છે. એટલે તે ઉપરથી તે એમ લાગે છે કે ગંગા નદીના કિનારા વગર જૂની કે નવી કેઈ ચંપાને સંભવ જ દેખાતું નથી.
ત્યારે “પ્રાચીન ભારતવર્ષ” ના લેખક કયા પ્રમાણથી ચંપાને અને અંગદેશને દક્ષિણ દિશામાં લઈ ગયા હશે? તેમણે રૂપનાથના ખડક લેખની પાસે એક કેઈ નગરી હાવાના પુરાતત્ત્વ શોધખોળના અનુમાન માત્રથી ત્યાં ચંપાનગરી કલ્પનાથી માની લીધી લાગે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com