________________
( ૩૬ ) “રૂપનાથ અને ભારહત સ્તૂપની જગ્યાની વચ્ચે કઈ મોટી નગરી હેવાનું અનુમાન પુરાતત્વ શોધખળખાતુ જે જણાવે છે તે આ કૂણિક સમ્રાટની ચંપાનગરી જ હતી.
(પ્રા. ભા. પુ. ૨, પૃ. ૩૬૪.) તેને રાજા દધિવાહન નિવશ મરણ પામે છે એમ તેના સાંભળવામાં આવ્યું કે તુરત જ પિતાની શક્તિ ફેરવી તે અંગદેશનું રાજ્ય તેણે મગધમાં ભેળવી લીધું હતું. ત્યારથી તે અંગદેશ, મગધ સામ્રાજ્યને એક ભાગ થઈ જવાથી, રાજા શ્રેણિકના મરણ બાદ તેને પુત્ર કૃણિક. ગાદીએ આવ્યું. ત્યારે તેણે આ ચંપાનગરીને રાજધાની બનાવી હતી. અલબત્ત તેણે રાજપાટ બનાવ્યું ત્યારે તે ભગ્નાવસ્થામાં હોવાથી તેના કેટલાક ભાગને સમરાવી કરીને જીર્ણોદ્ધાર કરવો પડ્યો હતે.”
(પ્રા. ભા. પુ. ૧, પૃ. ૩૭૪.) ચંપાનગરી સંબંધી અવતરણે અને વાક્યરચના અત્યન્ત ભ્રામક ને પરસ્પર વિરોધી દેખાય છે, અને સામાન્ય જનતાને ભ્રમમાં નાખવા માટે જ જાણે ન લખાયું હેય તેમ સહેજે દેખાઈ આવે છે. ખેર, એ ગમે તેમ હોય પણ તેને સમગ્ર વાચનથી એ ફલિત થાય છે કે અસલની ચંપાનગરી કે નવી ચંપાનગરી પૂર્વ દિશામાં બંગાળમાં આવેલી ગંગા નદીને કિનારે નહીં પણ દક્ષિણ દિશામાં મધ્યભારતમાં રૂપનાથ R. P. ખડક લેખ પાસે હતી એમ બતાવવામાં આવ્યું છે, જે અવાસ્તવિક ને ઈતિહાસવિરુદ્ધ છે;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com