________________
આ શબ્દો જ્યારે વાંચવામાં આવે છે ત્યારે સસ્મિત આશ્ચર્ય થયા વગર રહેતું નથી. અને મનમાં થઈ આવે કે જ્યાં ક૯૫નાની જ ભરમાર છે ત્યાં આવાં આવાં “વરને વખાણે વરની મા'ની માફક પોતાના પુસ્તકનાં ગુણગાન કરવામાં આવ્યાં છે અને અસત્યને સત્ય કહેતાં પણ સંકોચ થયો નથી. ઊલટું “અહો હમ નિઃ'નું પ્રદર્શન કરાયું છે ત્યાં શું કહેવું?
ખરી હકીકત તો એ છે કે–પિતાના પુસ્તકના પિતે ગુણ ગાય કે પિતાના છેડા મળતીયા અથવા તે વિષયના અનભિજ્ઞ માણસો પુસ્તક વાચ્યાં વગર વખાણી છે તે કરતાં તે વિષયના જાણકાર વિદ્વાને પુસ્તક વાંચીને અભિપ્રાય આપે તે ઉપર પુસ્તકના સારાસારનો ને સત્યપણને આધાર રાખવો ઘટે.
લંબાણ બહુ થયું છે એટલે વાચકોને વધારે કંટાળો નહીં આપતાં એક વાત જરૂરી ખૂબ જરૂરી કહી લઉં કે
શ્રદ્ધા એક વાત છે, ઈતિહાસ બીજી વસ્તુ છે અને તે બન્નેને ગાઢ સંબંધ છે. ઇતિહાસ શ્રદ્ધાનો દી છે. ઈતિહાસ વગરની શ્રદ્ધા આંધળી છે. ખરો ઇતિહાસ જાણીને પોતાને ને પરાયાને જે શ્રદ્ધા થાય તે દઢતર, ચિરસ્થાયી ને વધુ વિશુદ્ધ બને છે.
પૌવંત્ય અને પાશ્ચાત્ય વિદ્વાનની જૈનસાહિત્ય, જેનો ઇતિહાસ અને જૈનધર્મ પ્રત્યે જે શ્રદ્ધા ને આદર છે તે તેના ખરા ઈતિહાસને આભારી છે.
અંધશ્રદ્ધાથી બેટી વસ્તુને પણ ખરી માનવી કે પરાયી વસ્તુને પિતાની માનવી એ પરિણામે શ્રદ્ધા અને વ્યક્તિત્વ બને નુકશાન કરે છે-નાશ કરે છે.
કેઈ પણ જાતના મતાગ્રહ કે અંધશ્રદ્ધાથી ઇતિહાસને વિકૃત કરે એ અધર્મ છે, કારણ કે તેથી પરિણામે ધર્મ, શાસ્ત્રકાર અને ઇતિહાસકારે અપ્રતિષ્ઠિત અને અપ્રમાણિક ઠરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com