________________
( ૭ ) કવિ સમયસુંદર કરીને, જેન શ્રમણ થઈ ગયા છે. તેમણે આ સ્તવન રચ્યું છે. તેમાંનું એક ચરણ આ છે –
પૂર્વ દિશિ પાવાપુરી, કહે ભરી રે,
મુક્તિ ગયા મહાવીર, તીરથ તે નમું રે. (અર્થ ...) આ કડીને સુધારીને વાંચવા જરૂર છે.
“પૂર્વ વિદિશિ પાવાપુરી (પાપાપુરી) શ્રદ્ધે ભરી રે” મૂળ આ શબ્દ હોવો જોઈએ, પણ લહાઆ વિદિશાને બદલે દિશા શબ્દ લખી દીધો જણાય છે.
પ્રા. ભા ભા. ૧, પૃ. ૧૮૬-૮૮. (૫) હવે આ બન્ને કડીઓ (પ્રાચીન ને અર્વાચીન) એકઠી કરીશું તે એમ ભાવાર્થ નીકળશે કે, શ્રી મહાવીરનું નિર્વાણુ સત્યપૂરિ-સરચીપુરી અથવા બીજી રીતે પાવાપુરી નગરીમાં થયું છે અને દેહનો અંત તે હમેશાં એક જગ્યાએ જ હોય, કાંઈ બે ભિન્ન ભિન્ન જગ્યાએ ન હેય. જેથી માનવું પડશે કે, સત્યપુરી ને પાવાપુરી તે અને એક જ નગરી છે. પછી એક જ નગરીનાં જુદા જુદા પર હોય તે જુદી વાત ગણાય.
(૬) છતાં મેં જેમ સૂચવ્યું છે તેમ “વિદિશા” શબ્દ ન લેતાં, જેમ કડીમાંનું ચરણ અત્યારે ગવાતું આવ્યું છે તેમ, પૂર્વ દિશા એમ જ રાખવું હોય તે એવો અર્થ ઘટાવો રહે છે કે–અવંતિ દેશની પૂર્વ દિશાને જે ભાગ છે. તેમાં ઋદ્ધિથી ભરપૂર એવી પાવાપુરી નગરી આવેલી છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com