SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ રાજાઓની ઓળખમાં પડતી મુશ્કેલીઓ વિશે ચતુર્થ પરિચ્છેદ ] પ્રમાણેની ઓળખપ્રથામાં, મુશ્કેલીનું એક મુખ્ય કારણ છે. ખીજાં કારણુ, તેમના સમસમયી જે અન્ય વ્યક્તિએ અન્ય પ્રદેશ ઉપર રાજકર્તા હેાવાનું જણાવાયું છે તેમના સમય પરત્વે કાંઈ નિશ્ચિત ચઇ શકાયું નથી; તે છે, જેમકે નહપાળુ, રૂષભદેવ વગેરેએ જે જ્ઞાતકરણી સાથે યુદ્ધ ખેલ્યાં છે તેમના સમયને માંક ૪૦ થી ૪૬ માત્ર જણાવાયેા છે. પરંતુ તે કયા સંવત છે તેનું ધેારણ નક્કી કરાયું નથી. કલ્પનાથી ગાઢવી લીધું છે કે તે શકના સંવત હશે જેથી તેને ઈ. સ. ૭૮+૪=ઇ. સ. ૧૧૮ ના અરસાના ગણી કાઢયા છે. જ્યારે ખરી રીતે તેને સમય (જીએ પ્રુ. ૩ માં નહપાણુનું વૃત્તાંત) ઈ. સ. પૂ. ૧૧૪ છે એટલે કે, કલ્પનાથી ગાઠવેલ સમય કરતાં લગભગ સવામસે અઢીસો વર્ષ પૂર્વેના છે. તે જ પ્રમાણે ચણુ અને ખારવેલના સમય પરત્વે બન્યું છે. ચણુ સાથે જોડાયલ આંક ૪૨–૫ર અને તેના પૌત્ર રૂદ્રદામન સાથેના આંક ૭ર છે. તેને પણુ શક સંવત માની લઈ ૭૮+૪૨=ઈ. સ. ૧૨૦ ના કાળ હાવાની ગણત્રી કરાવાઈ છે, જ્યારે ખરી રીતે તેના સમય ૧૦૩+૪૨= ઇ. સ. ૧૪૫ તે છે (જીએ પુ. ૪). તેવી જ રીતે ખારવેલની બાબતમાં પણુ બનવા પામ્યું છે. તે તા બૃહસ્પતિમિત્ર અને રાજા શ્રીમુખના સમકાલીન હેાવા છતાં, આ બૃહસ્પતિમિત્રની ઓળખને કાંય પત્તો ન લાગવાથી, બૃહસ્પતિ તે પુષ્યનક્ષત્રનું ખીજું નામ છે, માટે બૃહસ્પતિમિત્ર તે પુમિત્ર છે એમ ઠરાવી, શુંગવંશી પુષ્યમિત્રને સમય જે ઈ.સ. પૂ. ૧૮૦ આસપાસના છે, તે આ ખારવેલના અને શ્રીમુખતા ઠરાવાયા છે. પરંતુ આ કલ્પના કેટલે દરજ્જે ભ્રમણાજનક છે તે પુમિત્ર (જીએ? પુ. ૩) અને ખારવેલનાં વૃત્તાંતે (જુએ પૃ. ૪) આપણે સાબિત કરી બતાવ્યું છે. મતલબ કે ખારવેલના સમય ઈ. સ. પૂ. ૪ર૯ના છે. આ ઉપરથી જણાશે કે તેના સમયની ખાખતમાં પશુ લગભગ અઢીસા વની ભૂલ કરવામાં આવી છે. આ પ્રમાણે મુશ્કેલીનું બીજું કારણુ થયું. ત્યારે ત્રીજાં કારણુ શિલાલેખાના ઉકેલમાં થતી ગલતીનું છે. આ કારણ સ્વભાવિક છે. પરંતુ કેટલીક વખત તેા ઉડ્ડલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ૭૫ લગભગ ખરાખર હેાવા છતાં, તેનું જોડાણુ કરવામાં આગળ પાછળના સંબંધ વિચારાયા વિના જ ચેકડું એસારી દેવાયું હોય છે. જેમકે હ્રદામને પેાતાની પુત્રીને સાતકરણી રાજાને પરણાવી હતી. આ વાત કેવી રીતે મૂળમાં પાયા વિનાની જ હાઈને હાસ્યાસ્પદ બની રહેલ છે તે આપણે પુ. ૪ પૃ. ૨૧૨-૧૩ માં સમજાવી ગયા છીએ તથા પરિચ્છેદ ષમાં લેખ નં. ૧૭ માં સમાવાશે એટલે વિશેષ વિવેચનની અત્ર જરૂર રહેતી નથી. ઉપર પ્રમાણે મુખ્ય લેખી શકાય તેવાં ત્રણ કારણેામાંનું એકાદ, તેા તે વંશના રાજાઓએ જ પૂરેપૂરું સ્પષ્ટીકરણ કરી બતાવેલું નહીં હૈાવાને પરિણામે બનવા પામ્યું છે, જ્યારે બીજાં છે, ન્યૂનાધિકપણે સંશેાધન કરતાં આપણે બતાવેલી ઉતાવળને લીધે તેમજ વૈદિક અને ઐાદ્ધ સાહિત્યને જ આધાર લઇને આપણે આગળ વધ્યે ગયા છીએ પરંતુ તે સમયનું ત્રીજાં સાહિત્ય—જૈન હતું તેની કેવળ અવગણના જ કરી રહ્યા છીએ તેને લીધે બનવા પામ્યાં છે. આ કંચનની સત્યતા તે રાજાનાં સિાચિત્રો ઉપરથી આપણને મળી આવે છે. જેમકે વાતશ્રી શાતકરણી, વિલિવયપુર શાતકરણી, માઢરીપુત્ર શાતકરણી, ચૂટકીનંદ અને મૂળાનંદ ઈ. ના સિક્કાઓ જોતાંવેંત તેમને પ્રાચીન સમયના હોવાનું દેખાય છે છતાં કલ્પી કાઢેલ સમયની ગણત્રી સાથે મેળવવા જતાં તે સ` અસઁગત જણાયું છે. પરંતુ જૈન સાહિત્યની મદદ લેવાથી અમે તા કેવળ ઇતિહાસકાર અને લેખક તરીકેની નિષ્પક્ષ વૃત્તિથી જ કામ લીધે ગયા છીએ, છતાં પૂર્વ ખા વિચારાના અભ્યાસીઓને પેાતાના પૂર્વગ્રહ હોવાને બદલે તેમાં જૈનધર્મ પ્રત્યે અમારૂં પક્ષપાતપણું દેખાયું છે. જે સ્થિતિ સાબિત થાય તે ખરી અમને તે માટે અફ્સોસ કે દિલગીરી ઉપજતી નથી. અમારે તે ક્રૂરજ જ મજાવ્યે જવાની છે. કહેવાનું તાત્પર્ય એ છે ૐ જ્યારે સર્વે કથનને ચારે તરફથી વિચારી જોતાં જે અમુક અનુમાન ઉપર અત્યારે. અવાય છે તે ભલે અત્યારની સ્થિતિમાં અનુમાન રૂપે જ ગણાતા રહે છતાં ફાળ ગયે તે નિશ્ચયરૂપે અને ખરી હકીકત www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy