________________
ઉડેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાઓ
ભારતવર્ષ ] સેવવામાં તે કાળે તે દૂરને દૂર ભાગતા રહેતા. તેઓને મન ધર્મ એ તે એક અમુલ્ય, વિરલ, અને દુર્લભ વસ્તુ જ લેખાતી હાઈ તેના રક્ષણને માટે જીંદગીનું બલિદાન પણ તેએ તુચ્છ લેખતા.
(૨) ધર્મ શબ્દનું મહત્ત્વ સમજાવ્યા બાદ વે જૈન શબ્દના અર્થ કંઈક અંશે સમજાવીશું. જૈન શબ્દ, જી=જીતવું ઉપરથી યેાજાયા છે. જેણે જીત મેળવી છે. તેને જૈન કહેવાય, આ પ્રમાણે તેને વ્યુત્પત્તિ અર્થ થાય છે. આટલે દરજ્જે સર્વસંમત હકીકત છે. પણ જીત શેની? શા માટે?કાની ઉપર? તેને યથાર્થ ન સમજવાથી ગેરસમજુતી ઉભી થાય છે. આ ખાખતનેા ખુલાસે ક્રિંચીદઅંશે આપવા પ્રયત્ન કરીએ. કેાની ઉપર ? દુશ્મન ઉપર. શા માટે ? આત્મકલ્યાણ માટે; આત્માના ઉત્કર્ષ માટે; શેની જીત ? હથિયારવર્ડ મેળવેલી નહીં પરંતુ ખરા અંત:કરણની, અને મનના સંયમવડે મેળવેલી જીત. કેમકે હથિયારવડે મેળવેલી જીત મેળવવામાં તે હીંસા પ્રધાનપણે રહેલી છે. જ્યારે મન ઉપર સંયમ રાખીને જીત મેળવવામાં કાષાયાના નીગ્રહ કેળવાય છે. તેમજ દુશ્મન એટલે કાંઈ દેખીતા દુશ્મના નહીં કે જેએ લાકડી, લાઠી, તલવાર, બંદુક લઇને સામે ધસી આવી આપણે દેખીએ તેમ આપણી સામે ધા કરી શકે છે; પરંતુ આત્માના દુશ્મના, કે જેમની સંગતથી આાત્મા, પેાતાની ઉચ્ચગતી સાધી શકતા નથી. અર્થાત્ જે દુશ્મના તેને બાધક થઈ અટકાવ નાખ્યા કરે છે. જેવાં કે ઈર્ષા, ઝેર, વેર, માન, માયા, લેાભ, મત્સર ઇત્યાદી કષાયેા; કે જે, વ્યવહાર ભિચાર, ચેારીચપાટી, દગાપીસાદ ઇત્યાદીરૂપે પ્રગટપણે દેખાઇ રહ્યા છે. આ બધા અંતરના દુશ્મને કહેવાય છે. અહારના દુશ્મનને હણવામાં, તે ઉપર જીત મેળવવામાં તે હિંસાના આશ્રય લેવા પડે છે, જ્યારે અંતરના દુશ્મનાને ખાખરા કરી જીત મેળવવામાં કે સંપૂર્ણ પણે હણવામાં આત્મસંયમ કેળવવા રહે છે, અને તેમાં જરાયે હિંસાને સ્થાન રહેતું નથી. મતલબ કે અહારના દુશ્મનાને હણવાનું કાર્યાં હિંસામય છે જ્યારે અંતરના શત્રુને હણવાનું કાર્યં તદ્દન અહિંસામય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
भाबू पर्वत
૧૯૩
આ સ્વરૂપમાં જો જત અને જૈનના ખરા અર્થ સમજવામાં આવે તે જે અનર્થ કે ગેરસમજુતી ઉભી થવા પામે છે તે આપે।આપ નિર્મુળ થઈ જશે. ઉપર પ્રમાણે અર્થ સ્વીકારતાં, તે પણ સ્પષ્ટપણે અને સ્વયંસિદ્ધ થઈ જાય છે, કે દરેકે દરેક માણસે જૈન થવાને પ્રયત્નશીલ બનવું જોઇએ. જે જેટલે દરજ્જે પેાતાના અંતરના દુશ્મનાને હણી શકે તેટલે દરજ્જે તે જૈન થયા કહેવાય. જૈનને કાઈ નાતિ, વર્ણ કે આજીવિકાનું સાધન મેળવવાના સાધન જેવા, કૃત્રિમ ભેદનું બંધન પરવડી શકે જ નહી. ઉપરની વ્યાખ્યાથી તે જ્ઞાતિ પરત્વે, વાણિયા, બ્રાહ્મણ, નાગર, ખ્રિસ્તી ઇત્યાદિને; કે વર્ણ પરત્વે ક્ષત્રિય, શુદ્ર, વૈશ્ય, ઇત્યાદિને; કે આજીવિકા પ્રાપ્તિના ભેદ જેવા કે માચી, કુંભાર, તેલી, ભંગી, કે ખાટકી છં. ઈ. ભેદ્દેને; જૈન બનવાને કાઈ પ્રકારની અટકાયત જ મૂકાતી નથી. તેમ વર્તમાનકાલે ઉપસ્થિત થઇ ગએલ ધર્મભેદે માટે પણ જૈન શબ્દને ખરી રીતે લાગતું વળગતું નથી. તેમાં તે। વૈદીક ધર્મનુયાયી પણ આવી શકે છે. એક મુસલમાન બંધુ પણ આવી શકે છે. તેમજ પારસી ભાઇએને, ખ્રિસ્તી બંધુના, સમાજીસ્ટાના, શીખનેા, કબીરપંથના, રામાનુજમના, લિંગાયતને ઈ. ઈ. સ` કાઈને પણ સમાવેશ થઈ શકે છે. મતલબ કે જૈન શબ્દને દુનિયાદારીના વ્યવહારના અંગે તથા સમાજવ્યવસ્થાને અંગે જે કૃત્રિમ ભેદા પાછળથી ઉભા થવા પામ્યા છે તેમાંના કાઇની સાથે સંબંધ
છે જ નહીં. તેને ધ્રુવળ અંતરાત્મા, અંતરની ઉમિ, મનુષ્યની મનેવૃત્તિ, હૃદયના ભાવ, ઇ. ઇ. સાથે જ સંબંધ છે.
આ ઉપરથી વાચકવર્ગની ખાત્રી થશે કે પુસ્તક પ્રકાશનમાંની સર્વ હકીકત મેં તા નિષ્પક્ષભાવે જ, જેવી મને સુઝી તેવી રજૂ કરી છે. તેમજ જૈનધર્મી ગણાવાને હું મારી જાતને અહે। ભાગ્યવંત માનું છું. એટલું જ નહિ પણ ઉમેદ ધરાવું છું કે વાચક પોતે પણ આ પ્રમાણેના મારા વિચારા જાણ્યા બાદ પેાતાની જાતને જૈનધર્મી કહેવરાવવાને ઉત્સુકતા ધરાવતા બનશે.
www.umaragyanbhandar.com