SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિચ્છેદ્ર ] એમ ખુલ્લે છે કે, તેમાંના ધણાખરા ભાગ કયારને એ રાજા ખારવેલના અધિકારમાં આવી પડયા હતા. એટલે એવા અનુમાન ઉપર આવવું રહે છે કે, અંદેશની તેમણે દારી બતાવેલ હૃદ બરાબર નથી. અને તે અનુમાનને જો વિશેષ લંબાવીએ તે, એમ પણ કદાચ સાર કાઢી શકાય કે, આંધ્રપ્રજાનું ઉત્પત્તિસ્થાન પણ તે પ્રદેશમાં નહીં આવતું હાય. આતા ઉત્પત્તિ થયાની નજરે આપણે તપાસ કરી છે, છતાં જો તેવા પ્રદેશ (અંધ્રપ્રદેશ) ઉપર તેમણે હકુમત ચલાવી હોવાની દૃષ્ટિએ વિચાર કરાતા હાય, તા પણ તે મુદ્દો વ્યાજબી હરાવી શકાય તેમ નથી. આ વિશે એક વિદ્વાને જણાવ્યું છે કેઃ “The mere mention of certain kings in the Puranas as Andhras and their identity with the names of the Satavahan kings as given in their epigraphic records cannot justify an inference that the Satavahanas were originally rulers of the Andhara Desha-પુરાણેામાં કેટલાક રાજાઆના કેવળ ઉલ્લેખ આંધ્ર તરીકે કરાયા હેાવાથી, તેમજ લેખામાં તેમને શતવાહન રાજા તરીકે મેળખાવ્યા હાવાથી એવું અનુમાન ન્યાયપૂર્વક ન જ કહી શકાય કે શતવહતેા મૂળે અંદેશ ઉપર રાજસત્તાધારી હતા. એક વખત અમારી પેાતાની માન્યતા પણ એવી બંધાઈ હતી કે મહાભારતમાં જેને દંડકારણ્ય કહેવામાં આવ્યું છે, તે અરણ્યના પ્રદેશ જ આ આંધ્રપ્રજાની ઉત્પત્તિ સ્થાનવાળા અંધ્રપ્રદેશને અમુક ભાગ હશે અને તે માન્યતાના આધારે તેની ચતુઃસીમા નીચે પ્રમાણે કલ્પી હતી. ઉત્તરે સાતપુડા પર્વત, દક્ષિણે તુંગભદ્રા નદી, પશ્ચિમે સચાંદ્રિવાળા ઘાટ-પર્વતા અને શતવહન શ (૧૯) આ આખું' વાકય આગળ ઉપર આવવાનું છે ત્યાં તેના આધાર જણાવ્યા છે. (૨૦) આ વાકય ઉપર અમારા વિચાર। આગળ ઉપર દર્શાવવાના છે (જીએ “આંધ્રપ્રાની ઉત્પત્તિ વિશે ’વાળે પારિત્રાત્ ). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ૭ પૂર્વમાં એક સિદ્ધિ લીટી કે જેને ઉત્તર છેડે હૈદ્રા ખાદના ચંદાશહેરથી આર્ભી દક્ષિણે કડપ્પાશહેર સુધી લંબાવી શકાય. એટલે કે વિદ્વાનેએ કૃષ્ણા અને ગાદાવરીના મુખ વચ્ચેના દુઆખતે તે પ્રદેશ બતાવ્યા છે તેની પણ પૂર્વથી આરભીને, પશ્ચિમ ઘાટ વચ્ચેના સધળા વિસ્તારના તેમાં સમાવેશ થત કલ્પ્યા હતા; કેમકે આ અરણ્યમય પ્રદેશમાં ખીચે ખીચ વ્રુક્ષા તથા વનરાજી આવી રહેલ હેાવાથી તેમાં સૂર્યનાં કિરણાતા ભાગ્યે જ પ્રવેશ થઈ શકતા હતા. તેથી દિવસે પણુ, આખા અરણ્યમાં અંધકારનું જ દેન થયા કરતું હતું; એટલે તેવી ભૂમિને અંધઢેરા કહેવામાં કાંઇ વાંધા જેવું નજ લેખાય અને પછી જેમ અનેક દૃષ્ટાંતમાં બનતું આવ્યું છે તેમ, આ બંધ શબ્દમાં કાળક્રમે પરિવર્તન થતાં ક્રંધ્ર શબ્દ થવા પામ્યા હાય. પણ વિશેષ અભ્યાસથી જ્યારે જાણવામાં આવ્યું કે, અંધ્રદેશને અને આંધ્રપ્રજાને ઉત્પત્તિના સ્થાન પરત્વે કાંઈ સંબંધ જ નથી, તેમજ મહાભારતના સમયે અંપ્રદેશ જેવા શબ્દ જ અસ્તિત્વમાં નહતા, ત્યારે તે કલ્પેલી માન્યતાને ત્યાગ કરવા પડયે। હતા. ડૉ. ખુલ્લુર નામના વિદ્વાનનું મંતવ્ય એક ઠેકાણે૨૦ રજુ થયું છે તેમાં નીચે પ્રમાણે શબ્દો છેઃ“ The place-names in Ganjam and Vigianagaram districts are to be regarded as Andhra colonies of East Deccan=ગંજામ અને વિજયાનગર જીલ્લાના કેટલાંક સ્થાનાનાં નામેા ( એવાં છે કે જેમ ) તે આંધ્રપ્રાનાં પૂર્વ દક્ષિણમાંના વસાહત સ્થાનેા ગણી શકાય.” મતલબ કે તેમનું મંતવ્ય ઉપર ટાંદેલ, ડા. ભાંડારકર સાહેબના કચન સાથે થોડેક અંશે સામ્ય ધરાવતું દેખાય છે. વળા ( મા. વિલિયમ્સ કૃત ) સંસ્કૃત-ઈં ગ્રેજી શબ્દાષમાં અંધ શબ્દની વ્યાખ્યા ૧ કરતાં નિર્દેશે (૨૧) જુએ. પુ, ૪, પૃ. ૧૯ (તેમાં ગુ × ૧ × સા.ના બુદ્ધિપ્રકાશ ૧૯૨૮, પુ. ૭૬ પૃ. ૯૮ના ઉતારો આપ્યા છે તે અવતરણના શબ્દો આ પ્રમાણે છે. “ કલિંગપતિ શાતની ભૂમિના ભૂખ્યા, તે શાતામાં ઉત્તમ રાજા”) વળી જીએ જ, આ. હિં. રી. સેા. પુ. ૨, ભાગ ૧ પૃ. ૫૬, www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy