SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ ] રાજા હાલની ધાર્મિક પ્રવૃત્તિ અને ધર્મની સમજુતિ ભાવાચ:–સંપ્રતિ, વિક્રમ, વાહુડ, હાલ, પાદલિપ્ત સૂરિ અને દત્તરાજા જેના ઉદ્ધાર કરનાર છે તે શ્રી શત્રુંજય મહાતીર્થ; આમાં પાદલિપ્તસૂરિ અને રાજા હાલનાં નામ સ્પષ્ટ રીતે શત્રુંજયે દ્વારની સાથે જોડાયલાં છે એટલે આપણે કરેલ ચર્ચાને સર્વ રીતે સંમત છે. આ Àાકમાં રાજા હાલને સ્પર્ધા ઉપરાંત ર્ખ છ પણ કેટલીક હકીકત જાણુવા જેવી નીકળી આવે છે; કેમકે વિક્રમ એટલે શકારિ વિક્રમાદિત્યને તથા રાજા સંપ્રતિ (જેને આપણે મર્યવંશી સમ્રાટ પ્રિયદર્શિન ઠરાવ્યા છે) ના પણુ જૈનતીર્થાથત્રુંજ્ય સાથે સંબંધ હોવાનું જણાવેલ છે. આપણે સ્વતંત્ર રીતે, તે અને રાજવીનાં વૃત્તાંતે જણાવી ગયા છીએ કે તેઓ જૈનમતાનુયાયી હતા તે કથનને હવે આ શ્લેાકથી રા મળે છે. શત્રુંજ્ય અને સાંચીની હકીકત કહી દીધી છે. તેમ અમરાવતી–મહાચૈત્યની ઘટનાનું પણ આડકતરી રીતે ચેડુંક વર્ણન કરી દીધું છે. હવે નાસિક જીલ્લાવાળા પ્રદેશની સમજૂતિ આપીશું, તે પ્રદેશ નાના નાના શિલાલેખાથી ભરચક પડયા છે એમ કહેવાય । ખાટું નથી. તેમાં સૌથી વિશેષ સંખ્યામાં તે નાસિક શહેરની લગેાલગ હૈાવાથી તેને વિદ્વાનોએ નાસિક શિલાલેખનું જ નામ આપ્યું છે. નાસિક સિવાય કન્હેરી, નાનાબાટ, જીન્ગેર, કાર્લો આદિના પણ છે. એટલે આ બધા શિલાલેખના, સ્થાને, તેમ જ તેમાં નિર્દેશ કરેલ ગામડાંઓને વિચાર કરીશું તે સહજ અનુમાન બાંધી શકાય છે કે, લગભગ ૩૦થી ૫૦ માઇલના ઘેરાવાવાળા મુલક તે ગણી શકાય; અને તેવા પ્રદેશમાં આવેલા પર્વતમાંથી કેટલાંકના નામા ઋક્ષ, કૃષ્ણગિરિ, આદિ (જીએ પૃ. ૧૦૨-૧૦૩) જણાયાં છે, તેમ ક્રાઇનાં નામ અજાણુમાં પણ રહી જતાં હશે. અથવા તે સર્વ, એક સામાન્ય મેટા પર્વતનાં શિખરારૂપે આવી રહ્યાં હોય એમ પણ બને; અને પ્રાન સૌરાષ્ટ્રમાં જેમ સિદ્ધાચળ ઉર્ફે વિમળા [ર્ગાર પ્રથમ તા ૧૦૮ શિખરવાળા એક જ ગિરિરાજ થનાર છે. આ બન્ને વ્યક્તિને અત્ર સંબંધ ન હેાવાથી તેમને લગતું વિવેચન કરેલ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ એકાદશમ ખંડ હતા. પરંતુ પછીથી પૃથ્વી ઉપર થતા ફેરફારાને લીધે તે સર્વ શિખરે જુદાં પડી જઈ વેસ્વતંત્ર ગિરિએ તરીકે એાળખાવા લાગ્યા છે, તેમ પૂર્વસમયે આ નાસિક જીલ્લાને ગિરિરાજ પણ પ્રથમ એક મોટા પર્વતરૂપે જ અસ્તિત્વ ધરાવતા હ્રાય અને તેનાં ઘણાં શિખરે હોય; પરંતુ જે સમયે નહપાણ, રૂષભદેવ અને શાંતવાહનવંશી રાણી ખળશ્રીના પુત્ર-પૌત્ર એવા ગૌતમીપુત્ર તથા વાસિષ્ઠપુત્ર થયા તે કાળે તેનું સ્વરૂપ કરી ગયું હાય, અને તેમાંથી કેવળ ત્રણ શિખરને એક પર્વત, ખીજા સર્વથી છૂટા પડી ગયા હૈાય તે બનવા મેગ્મ છે. ત્રણ શિખરવાળા તે પર્વત હાવાથી તેનું નામ ત્રિરશ્મિ કહેવાતું હતું; કે જેના ઉપરથી ત્રૈકૂટકવંશની સ્થાપના થઇ છે. કહેવાની મતલબ એ છે કે, સારાષ્ટ્રદેશને વિમળાચલ તથા તેના પૃથક શિખરે। જેમ તીર્થસ્થાન તરીકે પવિત્ર ગણાય છે તેમ આ નાસિક જીલ્લાના પર્વત તથા તેના શિખરાવાળા આખા પ્રદેશગોવરધન સમય (જુએ લેખ નં. ૭, ૧૩ ઇ.) પણ તીર્થધામ તરીકે પવિત્ર ગણાતા હતા. એટલે કે રૂક્ષ અને કૃષ્ણગિરિ આ મેટા પર્વતનાં અનેક શિખરેામાંનાં એનાં નામેા જ સમજવા રહે છે. ઉપરાંત નં. ૧૩ લેખમાં જે કેટલાંક અપ્રસિદ્ધ નામ છે તેમાંના પશુ કાઇક આ મેટા ગિરિરાજનાં અંગ-શૃંગો સંભવી શકે છે. આ રૂક્ષનું પૂરૂં નામ રથાવર્ત છે. આ રચાવર્તને જૈનસૂત્ર (આચારાંગ, નિર્યુક્તિ વિ.)માં “રથાવતનગં” કહ્યો છે. વજ્રસૂરિનામના જૈનાચાર્યનું વૃત્તાંત લખતાં તે શબ્દ વિશે ‘પ્રભાવક ચરિત્ર,' વિ. સં. ૧૯૮૭ મુદ્રિત પૃ. ૧૭ ઉપર જણાવાયું છે કે, આ એક જૈનનું પ્રસિદ્ધ તીર્થં હતું. તે પર્વત ઉપર વજ્રસુરિ અનશન કરી સ્વર્ગે ગયા છે. કલ્પસૂત્રની સુખાધિકામાં (જીએ પૃ. ૧૩૦) તે વસૂરિના જીવનચરિત્રમાં નિર્દિષ્ટ થયેલ છે કે, જ્યારે સાપારકનગરમાં તે હતા ત્યારે પેાતાનું આયુષ્ય ક્ષીણ થયેલ જાણી રથાવર્ત પર્વત ઉપર જઈ અનશન કર્યું હતું.૧૪ આ કચને સૂચવે છે કે, (૧૪) પચમ પરિચ્છેદે, લેખ ન, ૧૩ ટી, ન, ૭૭ ાએ. www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy