SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટમ પરિચ્છેદ ] શુંગવંશની સત્તા અતિપતિ તરીકે દૃઢ થઇ હતી. તેમના ઇતિહાસ જાણી ચૂકયા છીએ કે તેમની સત્તા ઉત્તરહિંદમાં જ પ્રસરી રહી હતી. તે ખાદ નહુપીણુ ક્ષહરાટના રાજઅમલ ૪૦ વર્ષ સુધી અતિ ઉપર ટકવા પામ્યા હતા. તેના સમયે આંધ્રપતિની સાથે ટંટા ખખેડા થવા પામ્યા હતા અને નાસિક જીલ્લાની કેટલીક જમીન તેમને ગુમાવવી પડી હતી તેટલું ખરૂં (જીએ તેના વૃત્તાંતે—તથા શિલાલેખ નં. ૩૩-૩૫). પરન્તુ રાજનગર અમરાવતીવાળું સ્થાન તા તદ્દન નિર્ભય જ રહેવા પામ્યું હતું. એટલે ત્યાંસુધી રાજગાદી તેને તે જ સ્થાન ઉપર હતી એમ નિર્વિવાદિતપણે સાખીત થઈ ગયું ગણાશે. પાછુ રાજપાટ વિશે નહપાણુ પછી અવત ઉપર ગર્દભીલ વ’શની સત્તા આવી છે. તેમની સાથે શતવનવંશીઓને ગાઢ મિત્રાચારી હાવાથી, તેમની સત્તા ઉપર ખીલકુલ કાપ પડવા જેવું અને તે અસંભવિત છે, ઉલટું પ્રસંગેાપાત જ્ઞાતવહનવશીએ ગર્દભીલાને રાજકારણમાં જરૂર પડતાં, પડખે ઉભા રહ્યાનાં દૃષ્ટાંતા નાંધાયાં જડી આવે છે. તેમ વળી બન્ને જૈનધર્મ પાળતા હતા એટલે પશુ કાઈને એક ખીજા ઉપર આક્રમણુ લઇ જવાનું કારણ મળવા શક્ય નથી. આ સ્થિતિ એમને એમ નં. ૨૩ વાળા શીવસ્વાતિના આરંભકાળ સુધી ટકી રહેવા પામી દેખાય છે. તેને જન્મ દંતકથા પ્રમાણે દૈવી સંાગમાં થયેલ હાવાથી તેના સમયે જબરદસ્ત ધર્મક્રાંતિ થઈ હાવાનું લેખવું રહે છે (જીએ આગળના પરિચ્છેદે નં. ૭ નું જીવનવૃત્તાંત) અને તેથી રાજ્યધર્મ તરીકે વૈદિકધર્મ સ્વીકારાયેા છે. જેથી સ્વભાવિક છે કે, જે મિત્રાચારી ગભીલપતિ સાથે શાતવનાને ચાલી આવતી હતી તેમાં ભંગાણ પડવા લાગ્યું હતું. એટલે સંભવિત છે કે, આ શીવસ્વાતિએ ગાદી અમરાવતીમાંથી ખસેડીને, ગભીલની સરહદ ઉપર હુમલા લઈ જવાને સગવડ પડે તે હેતુથી, બન્નેની હદની બને તેટલી નજીકની જગ્યાએ, પણુ પાતાની હકુમતમાં ગણાય તેમ, પાછી પેંઠમાં આણી હશે-પરંતુ તે સમયે મહાપ્રભાવશાળી અને પરાક્રમી ગર્દભીલો ગાદી ઉપર હાવાથી, આ શતવહનવંશીની બહુ કારિગીરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ૧૭૩ ચાલી લાગતી નથી; છતાં જ્યારે નં. ૨૩ પછી નં. ૨૪ ગાદીએ આવ્યા અને તેનું મરણ પણ ઈ. સ. ૯૯માં નીપજતાં નં. ૨૫ વાળા ચત્રપણું વાસિષ્ઠપુત્ર શાંતકરણી આંધ્રપતિ તરીકે આવ્યા, ત્યારે તેણે જોર પકડયું લાગે છે; કેમકે આ સમયે અતિ અને સૈારાષ્ટ્ર ઉપર જે ગઈ ભીલો હકુમત ચલાવતા હતા તે નબળા માલૂમ પડયા છે (જીએ પુ. ૪ તેમનાં વૃત્તાંત). એટલે ઈ. સ. ૧૦૫ના અરસામાં પૈઠપતિ ચત્રપણે, પાસેના ગુજરાત તથા તેની જોડાજોડના સારાષ્ટ્રવાળા પ્રદેશ ગભીલા પાસેથી જીતી લઈ, આંધ્ર સામ્રાજ્યમાં ભેળવી લીધે। સમજાય છે. (જુઓ લેખ નં. ૧૮). ગુજરાત અને સૌરાષ્ટ્ર આ અવસ્થામાં લગભગ ઈ. સ. ૧૪૨ સુધી રહેવા પામ્યાં છે. તેટલામાં (જીએ નં. ૨૫ના સિક્કો નં. ૭૬) તે દરમિયાન નં. ૨૫ની જગ્યાએ તેના પુત્ર નં. ૨૬નું રાજ્ય શરૂ થઈ ગયું હતું અને સમજાય છે કે તે,, આમે કાંઇક મેડટી ઉંમરે જ ગાદીએ આવ્યા હતા અને ગર્દભીલે નબળા હાવાથી કાઇ તેને છંછેડે તેવું રહ્યું નહાતું; જેથી તેનું રાજ્ય કાંઇક લાંખું અને નિર્ભય રીતે ચાલવા પામ્યું હતું. વળી લગભગ ૬૦-૬૫ વર્ષની ઉપરના જઈ પણ થઈ ગયા હતેા. તેટલામાં ગર્દભીલા પાસેથી અવંતિ પડાવી લઇ, અવતિપતિ તરીકે મહાક્ષત્રપ ચષ્ઠેણુ સત્તાધીશ બન્યા હતા. તેણે રાજાપદ ધારણ કરીને ગુજરાતના અને સૈારાષ્ટ્રના જે ભાગ પૂર્વે અતિના તામે હતા તે આંધ્રપતિ પાસેથી જ્યાંસુધી છેડાવી લીધા ત્યાંસુધી પણ આંધ્રપતિએને પૈંડમાંથી ગાદી ફેરવવાનું કારણુ મળ્યું નહતું જ. પરંતુ ચòષ્ણુની જગ્યાએ મહાક્ષત્રપ રૂદ્રદામન આબ્યા અને નં. ૨૫નું સ્થાન નં. ૨૬ વાળાએ લીધું કે તરત જ, રૂદ્રુદામને સૈારાષ્ટ્રની ઉત્તરે આવેલ કચ્છ પણુ જીતી લઈ, પોતે યુવાન, મહત્ત્વાકાંક્ષી તથા પરાક્રમી હાવાથી દક્ષિણુની જીત મેળવવા પેાતાનું સર્વ લક્ષ આપવા માંડયું, અને તેમાં ખૂબ ફાળ્યા પણ લાગે છે. લડાઈમાં ઈ. સ. ૧૫૫ આસપાસમાં હારી જવાથી પૂંઠે ખાલી કરીને પાછા દક્ષિણમાં ઠેઠ તુંગભદ્રા નદીના કાંઠે, વૈજયંતી ઉર્ફે વિજયનગરમાં નં. ૨૭ આંધ્રપતિને પેાતાની રાજગાદી www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy