SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીકૃષ્ણની ઓળખ અને ઉમર અષ્ટમ પરિચ્છેદ ] કે કેમ તે વિશે અનિશ્ચિતતા માલમ પડતી હતી. એટલે સળી પરિસ્થિતિને વિચાર કરીને તેણે, પેાતાના ઓરમાન ભાઈ શ્રીકૃષ્ણ જે અત્યારે જીવંત હતા, તેમજ અચપણમાં મગધના દરબારના અને પાછળથી વડીલબંધુ રાજા શ્રીમુખના અને ભત્રીજા યજ્ઞશ્રીના હાચ તળે આંધ્રદરખારના અનુભવ લઈ જે અત્યારે મેટી ઉંમરે પહેાંચી ગયા હતા, તેના તરફ તેની મદદ મેળવવા મીટ માંડી. કુમાર કૃષ્ણ (ભલે વૃદ્ધ થવા આવ્યા હતા પણ ગાદીપતિ ન હેાવાથી રાજકુટુંબના માણસને કુમાર કહીને જ સંમાધાય છે)ને તેા એક બાજુ એરમાન ભાઇ ને બીજી બાજુ ભત્રીજાનેા પુત્ર, એમ બન્ને બાજુ સગાં હાવાથી, પ્રથમ તેા તટસ્થ રહેવાની ઇચ્છા થઈ આવે તે દેખીતું છે; પરંતુ જ્યાં સ્વાર્થની ગણના આવીને ઉભી રહે ત્યાં તેા ભાઈની તરફ ઊભા રહેવાનું મન થાય જ, કેમકે તેમ કરતાં પતે એક ખાજુ એક ઉગતા મહાસામ્રાજ્યના સ્વામી બને છે તથા ખીજી ખાજી, ખીજા મહાસામ્રાજ્યના રાજકર્તાની મૈત્રી અને પ્રીતિ સંપાદન કરી શકે છે. એક કાંકરે બે પક્ષી મારવાના એક દાવે એ સેાગઠી મારવાના–અવસર મળતા હેાવાથી, ગેરઈન્સાફ થતા હેાવા છતાં, ભાઈના પક્ષે અંતે જોડાવા કબૂલ થયા. આમે વાતશ્રી અને રાણી નાગનિકા મહાનંદના ખંડિયા જેવા તા હતા જ, તેમાં રાજકીય પરિસ્થિર્થાત જ્યારે બધી સમજાણી ત્યારે પાતે સર્વ રીતે અસહાય છે એમ તેણીને લાગ્યું. તેણીએ પેાતે જ આંધ્રપતિની ગાદી ખાલી કરી કૃષ્ણના માર્ગ મેાકળા કરી આપ્યા. એટલે કેવા સંજોગામાં કુમારકૃષ્ણે આંધ્રપતિ બન્યા હતા તથા પેલે નાનાબ્રાટના શિલાલેખ રાણી નાગનિકાના હાથે જ્યારે લખાયા ત્યારે તેમાં પોતાના હૃદયની હાયવરાળ ઠાલવીને, પેાતાના કાકાસસરા માટે ધૃણાજનક શબ્દો કેમ વાપરવા પડયા હતા ઇત્યાદિ હકીકત, કેટલે અંશે વ્યાજખી છે તે સર્વે બાબતને વાચકને પૂરેપૂરા ખ્યાલ આવી જશે. આ પ્રમાણે રાજા કૃષ્ણના સ્વભાવની એળખ થઈ. હવે બીજી રીતની એળખ આપીએ. પુ. ૨, પૃ. ૧૧૨ ઉપર સિક્કો નં. ૬૩, કાઈક શ્રીકૃષ્ણુ સાતકરણિને છે. તેનું પ્રાપ્તિસ્થાન ચંદાજીલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ૧૫૭ છે. એટલે સ્વભાવિકરીતે જ એ અનુમાન કરી શકાય કે તે રાજા, અત્યારે જેનું વર્ણન કરી રહ્યા છીએ તે જ, શ્રીકૃષ્ણ હાવા જોઇએ. પરંતુ તે સિક્કામાં અપાયલા અન્ય વર્ણનના જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે તરત તે અનુમાનથી આવા ખસી જવું પડે છે. તેમાં હાથી છે અને તે પણ સવળી બાજુએ જ છે, એટલે તરત જ આપણી નજર સમક્ષ સમ્રાટ પ્રિયદર્શિન તરવરતા દેખાય છે, જેના સમય તે આ શ્રીકૃષ્ણના સમય કરતાં હજી ધણા પાછળ છે. તેમ સિક્કામાં ચિત્ર કાતરવાની પદ્ધતિ તરફ નજર ખેચીએ છીએ તે તેને સ્વતંત્ર રાજા ન લેખતાં પ્રિયદર્શિનને તામેના લેખવા પડે છે. આ પ્રમાણેની એ સ્થિતિના વિચાર કરતાં આપણું ધ્યાન સમ્રાટ પ્રિયદર્શિને કાતરાવેલ ધૌલી-જાગૌડામાં વર્ણવેલી પેલી પરિસ્થિતિ તરફ તરતમાં જાય છે. તેમાં સ્પષ્ટ જણાવેલ છે કે તેણે આંધ્રપતિને હરાવી, અંતરના તે સગા થતા હેાવાથી બે વખત જતા કર્યો હતા. એટલે કલ્પના થઈ કે શું તે લેખમાં વર્ણવેલ આંધ્રપતિ તે આ જ વ્યક્તિ હશે કે? પરંતુ પૃ. ૩૮ માંની નામાવી તપાસતાં તરત તે ભેદ કાઢી નાંખવા પાચા. પ્રિયદર્શિનને સમકાલિન શ્રીકૃષ્ણે તે ગૌતમીપુત્ર છે, જ્યારે અત્ર જેનું વર્ણન ચાલે છે તે કૃષ્ણ તે વાસિષ્ઠન પુત્ર છે. મતલબકે કૃષ્ણનામના બન્ને રાજ્વીએ ભિન્ન ભિન્ન વ્યક્તિ હરી; જેથી આ વાસિષ્ઠપુત્ર, સમયની ગણત્રીએ પ્રથમ થયેલ હાવાથી તેને શ્રીકૃષ્ણ પહેલા અને પ્રિયદર્શિનના સમકાલિનપણે થયેલ શ્રીકૃષ્ણને ખીજા કૃષ્ણ તરીકે ઓળખાવવા રહે છે. રાજા શ્રીકૃષ્ણે પહેલા આશરે મ. સ. ૭માં જન્મ્યા હેાવાનું (પૃ. ૧૩૯)જણાવાયું છે. તેમજ મ. સ ૧૪૫માં ગાદીએ આવ્યાનું, અને મ. સં. ૧૫૫માં મરણ પામ્યાનું (પૃ. ૩૯) સાબિત થાય છે એટલે તે હિંસાએ લગભગ ૭૨ વર્ષની ઉંમરે રાજા બન્યાનું અને ૮૨ વર્ષની ઉંમરે તે મરણ પામ્યાનું ગણવું પડશે. તેની રાણી કે પુત્રપરિવાર વિશે કાઈ જાતની માહિતી મળતી. નથી એટલે તે વિશે મૌન જ સેવવું પડે છે. મગધપતિ મહાનંદના પક્ષમાં રાજા શ્રીકૃષ્ણે ભળી ગયાનું ઉપરના પારિમાÈ જોઈ ગયા છીએ, ભળત www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy