SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ સક્ષમ પરિચ્છેદ ] સુધી તે પ્રત્યે દુર્લક્ષ્ય સેવ્યું હોવું જોઈએ એમ સહજ કલ્પના કરવી રહે છે. ત્યારે તેણે આ પ્રાંતા જીતી લીધા કયારે? ખીજી ખાજું આપણને કહેવામાં આવ્યું છે કે, રાજા યજ્ઞશ્રીને રાણી નાગનિકાના પેટે જે જ્યેષ્ઠપુત્ર જન્મ્યા હતા તે તેના મરણ સમયે આઠ વર્ષના હતા. એટલે કે તેના જન્મ મ. સં. (૧૪૩-૮) ૧૩૫ માં થયા હતા. હવે જો રાણી નાગનિકાને લગ્ન પછી તરતમાં જ ગર્ભ રહ્યો હાય (જે વધારે સંભવિત છે. જુઓ, પૃ. ૧૪૮ ) તા રાજા યજ્ઞશ્રી સાથેનું તેણીનું લગ્ન વહેલામાં વહેલું મ. સ. ૧૩૩-૪ માં થયું હાવું ગણાય. તેમ આ હકીકત પશુ સિદ્ધ થયેલ છે કે રાજા ખારવેલનું મરણુ મ. સં. ૧૩૪ માં થયું હતું અને તેની ગાદીએ તેને પુત્ર વજ્રીવ આવ્યા હૅતા. આ રાજા વિષયવિલાસી, સ્વેચ્છાચારી અને સ્વૈરવિહારી હતા (જીએ પુ. ૧. પૃ. ૩૬૭ તથા પુ. ૨. પૃ. ૧૬૮). એટલે બનવા યાગ્ય છે કે, રાજા યજ્ઞશ્રીએ ખારવેલના મરણુ બાદ તરતમાં જ કે, તેના રાજ્યકાળની આખરમાં મધ્યપ્રાંત અને બિહાર જીલ્લા ચેદિવંશની સત્તામાંથી જીતી લીધે! હાય અને તે જીત્યાની એક નિશાની તરીકે તે પ્રાંત ઉપર હકુમત ભાગવતા મહારથીની પુત્રી નાગનિકા સાથે લગ્ન કર્યું હેાય. આ પ્રમાણે સત્યધટના બની લાગે છે. તાત્પર્ય એ થયેા કે રાજા યશ્રીએ મ. સં. ૧૩૩-૪=૪. સ. પૂ. ૩૯૪-૯૩ માં આ પ્રાંત જીતી લીધા હતા તથા નાગનિકા સાથેનું તેનું લગ્ન પણ તે સમયે જ થયું હતું. રાજા વસ્ત્રીવ પાસેથી એક વખત મધ્યપ્રાંત અને વરાડ જેવા પ્રદેશ જીતી લીધા પછી, દક્ષિણના નિઝાર્મી રાજ્યવાળા ભાગ જીતી લેવામાં યજ્ઞશ્રીને બહુ ખેારંભે નાખવા જેવું કાંઈ જ ન લાગે; કેમકે પરાજીત થયેલ હંમેશાં લડવામાં ઢીલા પડી જાય છે અને એક વખત હતાશ થયે! કે તેના હૃદય ઉપર તેની છાપ સખ્ત આધાત પહોંચાડે છે. એટલે એક વખત વિજેતા અનેલા યજ્ઞશ્રીએ, પરાજીત ચેદિપતિ પાસેથી નિઝામી રાજ્યવાળા ભાગ પણ તરતમાં જ ખૂ ચવી લીધે હાય. આપણે તેને સમય ઈ. સ. પૂ. ૩૯૭–૨=મ. સં. ૧૩૪-૫ નાંધીએ તા ખાટું નહિ ગણાય. બીજી રીતે રાજ્યવિસ્તાર અને રાજનગર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ૧૫૧ પણ બનવા ચાગ્ય છે; કે યજ્ઞશ્રીએ પ્રથમ, આ નિઝામી રાજ્યવાળા ભાગ જીતી લીધા હાય અને તે ખાદ વરાડ પ્રાંતવાળા ભાગ હાય. પરન્તુ જો તેમ અનવા પામે તેા રાજા ખારવેલની જીવન્ત અવસ્થામાં તેમ બન્યું હાવાનું નોંધવું પડે. જો કે તે સમયે ખારવેલના રાજ્યકાળની અસ્તદશા હતી. જેથી તેમ બનવું પશુ સંભવિત છે. છતાં વધારે સંભવ ખારવેલના મરણુ બાદ જ આ સર્વે બન્યું હાવાનું કલ્પવું તે યાગ્ય લાગે છે. એટલે રાજા યજ્ઞશ્રીની દક્ષિણની જીતના સમય મ. સં. ૧૩૫=ઈ. સ. પૂ. ૩૯૨ ના ઠરાવીશું. હવે જોઈ શકયા છીએ કે, પેાતે મ. સં. ૧૧૩ માં ગાદીએ બેઠા હતા અને પેાતાના પિતાના રાજ્યના વારસા મેળવ્યા ત્યારે બહુ નાના પ્રદેશના રાજવી હતા. તે બાદ લગભગ ૨૦–૨૧ વષૅમ. સં. ૧૩૩ થી ૫ સુધીમાં તેણે રાજ્યના વિસ્તાર લણેા વધારી દીધા હતા અને તેટલા પ્રદેશ ઉપર નવ દશ વધુ વર્ષ રાજ્ય ચલાવી મ. સં. ૧૪૩-૪=૪. સ. પૂ. ૩૮૪-૩ માં તે મરણ પામ્યા હતા. એટલે જો, રાજા શ્રીમુખને આપણે આંધ્રભૃત્ય ગણાવતા હાઈ એ તેા, યશ્રીને પણ તેના રાજ્યકાળના ૩૧ વર્ષોંમાંના પ્રથમના ૨૦ વર્ષ પ્રભૃત્ય અને ખાકીના દશ વર્ષ સ્વતંત્ર આંધ્રપતિ તરીકે લેખાવવા રહે છે. રાજ્ય વિસ્તારના વિષય નક્કી કરી લીધા ખાદ હવે રાજનગરના સ્થાનની ચર્ચા કરીશું. તેના પિતાનું રાજનગર પેંઠ હતું તે સિદ્ધ કરી ચૂકયા છીએ. તેનું સ્થાન રાજ્યના એક ખૂણે દેખાય છે. કદાચ નાના રાજ્યને તે યેાગ્ય અને અનુકૂળ ગણી શકાય. પરન્તુ જ્યારે યજ્ઞશ્રીએ રાજ્યના વિસ્તાર એટલા બધા વધારી દીધા છે ત્યારે રાજનગરને, તેને તે ઠેકાણે એક ખૂણ્ણામાં જ રહેવા દીધું હશે કે તે ફેરવીને રાજ્યના ક્રાઈ મધ્યસ્થાને લાવવામાં આવ્યું હશે, તે પ્રશ્ન વિચારણીય થઈ પડે છે. રાજનગરની ચર્ચા કરતાં (જુએ પૃ. ૬૮ થી આગળ ) વરંગુળ-અમરાવતીવાળા પ્રદેશમાં, આંધ્ર સામ્રાજ્યની રાજધાની કાઈ વખત હેાવાનું જણાવવામાં આવ્યું છે. તે તે સમય શું અત્યારના જ હતા કે કેમ, તે શોધવું રહે છે. યજ્ઞશ્રીએ જીત www.umaragyanbhandar.com
SR No.034581
Book TitlePrachin Bharat Varsh Bhag 05
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1941
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy