________________
૧૪
1. 93) f " It is obvious that Nahapana was a contemporary of Rajuvula* the Mahakshatrapa of Mathura-દેખીતું છે કે, મથુરાને મહાક્ષત્રપ રાજુપુલ અને નહપાણુ સમકાલીન છે.” આ ઉપરાંત અન્ય ઐતિહાસિક હકીકત મળવાથી, તે સર્વ પરિરિથતિને ગુંથીને અમે અનુમાન તારવી કાઢયું છે, જેને ચારે તરફથી સમયના આંકડાવડે રામર્થન મળવાથી સત્ય ઘટના તરીકે જાહેર કરી છે. પરંતુ પોતે મુદ્દો ન સમજવાથી, જે અમે ત્યાં પણ ન હોઈએ તેવાં વિધાન અમારા નામે કરીને, વાચકને ભ્રમમાં જ નાંખવા ધાર્યું હોય, ત્યાં દોષ કોને? અગાઉ પણ અનેક વખત આ જ પ્રમાણે તેમણે પગલાં ભર્યા હતાં અને તે વખતે પણ દુઃખિત હૃદયે અમારે જાહેર વર્તમાનપત્રમાં તેનાં દષ્ટાંત આપીને તેનું સત્ય બતાવવું પડયું હતું.
ઉપરમાં લેખિત સાહિત્યની વાત કરી, તેવોજ એક મિખિક પ્રસંગ વર્ણવીશ. આપણા ગુજરાતના એક નામાંકિત વિદ્વાનને અમે બહાર પાડેલ પુસ્તક લઈને ખાસ મળવા
જતાં નીચે પ્રમાણે પ્રશ્નોત્તરી થઈ હતી. પ્રથમ અમારાં પુસ્તકે તેમની પાસે રજુ કર્યા. (૧) પ્રશેનાં પુસ્તકો છે? ઉ. “પ્રાચીન ભારતવર્ષનાં : તેમણે વળતે જવાબ
આપે કે તે વિશે મેં સાંભળ્યું છે. (૨) પ્ર૭ ? ઉ૦ હં, આગળ ચલાવે. (૩) પ્રો--આપે પુસ્તક વાંચ્યાં છે. ઉ૦–ના, (૪) પ્રવે-આપની પાસે આ પુસ્તક મૂકી જઉ છું. અવકાશે જોઈ જશે; ઉ૦-વાંચ
વાને અવકાશ નથી તેમ જોવાં પણ નથી. આવાં પુસ્તક પ્રગટ પણ થવાં ન જોઈએ. (૫) આપે પુસ્તક વાંચ્યાં નથી, જોયાં નથી તો આ અભિપ્રાય શા ઉપરથી બાંધે છે ?
ઉ–તે વિશે બીજાઓ પાસેથી ખૂબ સાંભળ્યું છે એટલે હવે જેવાં જ નથી.
આ પ્રમાણે જ્યાં પૂર્વબદ્ધ વિચારેનું સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું હોય ત્યાં બીજે ઉપાય ક્યાં રહ્યો? વિવેકપૂર્વક સલામ કરી છૂટે પડ.
આ પ્રમાણે પુરતક માંહેલી હકીકતની વિરૂદ્ધતાની સ્થિતિ જ્યાં સુધી જાણવામાં આવી ત્યાં સુધી વર્ણવી છે. ત્યારે બે સ્થાને વળી જુદાજ સ્વરૂપે તે નિહાળાઈ છે. (એક) કાશીથી પ્રગટ થતી નગરી પ્રચારણ સભાની પ્રત્રિકા ભા. ૧૬ અંક ૧. વિશાખ ૧૯૮૧ના અંકમાં લગભગ ૬૫ પૃષ્ઠને ઉજ્જૈનના શ્રી. એ સૂર્યનારાયણ વ્યાસે પોતાના નામે “પદગ્રુત મહારાજા અશેક અથવા સંપ્રતિના શિલાલેખ” વાળો અમારે આખીય લેખ ઉતાર્યો છે. પત્રકારે અથવા લેખક મહાશયે આવા પ્રસંગે મૂળ લેખક પ્રત્યે જે સોજન્યત્રણ બતાવવું જોઈએ તે બતાવ્યું નથી. અલબત કયાંક કયાંક (ચાર-પાંચ સ્થાને અમારું નામ લેવાઈ ગયું છે.
* તેમની માન્યતા એમ છે કે (જુઓ તેમનું પુસ્તક, મયુરાને સિંહ ધ્વજ . ૧૯ પંક્તિ ૨૩) વાસ્તવમાં સિંહાજની પ્રતિષ્ઠા વખતે નહપાની હતી જ હતી નહીં, તે તે સે વર્ષ પછી થયો છે. કોઈ વિદ્વાન તેને ઉલ્લેખ કરતો નથી. (તે પછી જ. બ. છે. ર. એ. સો ના લખાણનો અર્થ શું?) આવી તો કેટલીયે અજ્ઞાન પૂર્ણ ટીકાઓ તેમણે કરી દીધી છે. પરંતુ તે અહીં અસ્થાને કહેવાય એટલે જણાવીશું નહીં,
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com