SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ છે. મતલબ કે, ત્રેવીસે વિદ્વાનેાના અભિપ્રાય આ સિંહસ્તૂપ વિશેની કેવળ સંગ્રાહક સ્થિતિદર્શક છે. હવે જ્યારે આ ગુજરાતી પુસ્તકના અનુવાદ થઇને ઇંગ્રેજીમાં મહાર પડે છે (પ્રથમ ભાગ તૈયાર પણ થઇ ગયેા છે તે વિશે આગળ જુઓ) ત્યારે ઉમેદ્ર રહે છે કે, અનેક વિદ્વાનાનાં કરકમળમાં તે પહેાંચશે, તે ઉપર વિવાદ–ચર્ચાએ બહાર પડશે અને પરિણામે જે શુદ્ધ હશે તેજ તરી આવશે. બાકી રૂદ્રદામાવાળી પુસ્તિકામાં જૂની પ્રણાલિકાએ, કે કાણુ જાણે કયા સાધનાદ્વારા (કાંચ મહુ આધાર જેવું આપેલ ન હેાવાથી) સમય પરત્વે તેમણે કામ લીધું છે, કે જાહેર કરેલ વિગતેામાં, પાને પાને, પારીગ્રાફે પારિગ્રાફે અને કેટલેક ઠેકાણે તેા વાકયે વાકયમાં પરિસ્થિતિ સુધારે। માંગી રહી છે. ખરી વાત છે કે પરદેશી વિદ્વાનેા પાસેથી પ્રારભમાં આપણને ઘણું ઘણું શીખવાનું મળ્યું છે, પરંતુ હમેશાં તેનું જ માર્ગદર્શન સ્વીકારવું અને આપણામાં તે પરાલંબન સિવાય કાંઈ છેજ નહીં, એવી લાચાર સ્થિતિ સેન્યા કરવી તે કયા પ્રકારનું માનસ કહેવાય? ઉપરમાં કહેવામાં આવ્યુ છે કે પ્રશ્નોના ઉત્તર મેળવવામાં તેમણે એક પ્રકારની સિત જે વાપરી છે તેનું વર્ણન સ્પષ્ટતા પૂર્વક આગળ આપ્યું છે. તે અત્ર હવે સમજાવીશું. તેમણે પરિપત્રમાં શું શબ્દો લખ્યા છે તે આપણે જો કે જાણતા નથી પરં'તુ, તેમના પત્રના જવાબ, કલકત્તા મ્યુઝીઅમ વાળા પ્રા. રામચંદ્રમજીએ તા. ૨૪–૭–૩૭ના રાજે આપ્યા છે તેમાંથી કાંઈક માહિતી મળી જાય છે જ. તેમના શબ્દો આ પ્રમાણે છેઃ— With reference to your letter of the 15th Inst, inquiring if the Mathura Lion Capital inscription contains any reference to Jaina affairs or names of Nabapana, Bhumak or Nanaka, I have to give you a reply in the negative= આપે જે પત્ર તા. ૧૫ મીના લખેલ છે અને જેમાં પૂછવામાં આવ્યું છે કે, મથુરા સિંહસ્તૂપમાં જૈનધર્મ પરત્વે કાંઇ હકીકત છે અથવા તે નહપાણ, ભ્રમક કે નનકમાંથી ફાઈનાં નામ તેમાં આવે છે; તે ઉત્તરમાં મારે નકાર જ ભણવા રહે છે. મતલબકે બન્ને પ્રશ્નના ઉત્તર તેમણે નકારમાંજ દીધા છે. આ પત્રલેખન પૂ. આ. મ. શ્રી. એ અમારા પુસ્તકમાં દર્શાવેલા વિચાર પરત્વે કરેલ છે. એટલે પાતે અમારા નામે એમ કહેવાને માંગે છે કે, કેમ જાણે અમે એવું કહ્યું છે કે, તે મથુરાસ્તૂપમાં જૈનને લગતી હકીકત દર્શાવી છે તથા તેમાં નહુપાણુ અને ભૂમકનાં નામ લખાયલ છે. (નનક નામ કયાંથી તેઓએ ઉતાર્યું? તે તે। હજી આ પ્રથમવાર તેમના જ તરફથી સાંભળવામાં આવ્યું છે એટલે તે વિશે અમે સૈાન જ સેવીશું) તે અમારી તેએશ્રીને વિનમ્રભાવે વિનંતિ છે કે, અમે કાં આવું વિધાન કર્યું છે તે મહેરબાની કરીને તે જણાવશે. બાકી અમે જરૂર એટલું તેા કહ્યું છે જ, કે ક્ષહેરાટ નહપાણ પોતે સિંહસ્તંભમાં દર્શાવેલ મહાક્ષત્રપ રાજીવુલને સમકાલીન છે. તે માટે જ. છે. છે. રા. એ. સે. નવી આવૃત્તિ પુ. ૩ પૃ. ૬૧નું અવતરણ પણ ટાંકી બતાવ્યું છે (જુઓ પુ. ૩ પૃ. ૨૩૪ ટી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy