________________
૧૨
એટલો જ જવાબ આપેલો કે અમારું પુસ્તક બહાર પાડયું તે પહેલાં તેમજ પછી પણ, જયાં સુધી ગુજરાતમાં–કાઠિયાવાડમાં તેઓશ્રી વિચરતા હતા ત્યાંસુધી અમે સારી રીતે તેમના સમાગમમાં આવ્યા છીએ. એટલે ત્યાંસુધી વેરભાવ તે એક બાજુ રહ્યો પણ કઈરીતે અપ્રીતિને ભાવ પણ દર્શાવાયો નથી! બાકી તો જેની પાસે જે વસ્તુ વધારે હોય તેનું તે દાન આપે છે, અથવા સ્વભાવ પડે હોય તેનું નિવારણ શું?
તે તેમનાં ત્રણે પુસ્તકે ધ્યાનપૂર્વક વાંચી જોયાં છે. તે વિશે બેલવા જતાં અનેક ઈલ્કાબોની નવાજેશ આવી પડશે જ, છતાં હિંમતપૂર્વક સંક્ષિપ્તમાં કહી શકાય તેમ છે કે, એક બે નાની વિગત સિવાય, અન્ય કે ઈ પણ મહત્વનું તત્ત્વ તેમાંથી ગ્રહણ કરવા જેવું નીકળ્યું નથી. સવિસ્તર તો ઉત્તર આપવાને તે અવસર જ્યારે પ્રાપ્ત થાય ત્યારે ખરે, પરંતુ એક બે મુદ્દા જે વાચક વર્ગને ખાસ જણાવવા યોગ્ય છે તે અત્ર રજુ કરીશું. વસ્તુ સંગ્રહ કરવાને તેમણે ભગીરથ પ્રયત્ન કર્યો છે, વળી અનેક આધારો અને પ્રમાણે ઢાંકીને પાનાને પાનાં ભરાય તેટલું લખાણ પણ ઉપજાવી કાઢયું છે. આ બધાંથી અમે પણ ઘણા પ્રમાણમાં માહિતગાર છીએ, છતાં અમોએ જે નવાં નિર્ણય કે અનુમાન બાંધ્યાં છે અને તેમ કરવા માટે કારણે અને વિગત દર્શાવી છે, તેમાંની એકે પિતે વાંચતા નથી, વિચારતા નથી, ખંડન કરતા નથી, પરંતુ જે વસ્તુઓ કયારની જાણી ચૂકાઈ છે, ચવિચૂર્ણ થઈ ગઈ છે, તે વારંવાર ગાયા જ કરે છે તેને અર્થ શું? પિતે સંગ્રાહકને પાઠ ભજવે છે પણ સાથે સાથે રજુ કરાતી દલીલ ઉપર વિચાર કરી, સંશોધકના માર્ગે વળી જાય તે ઘણું ઘણું નવું જાણવાનું આપી શકે. એક જ દષ્ટાંત આપીશું. મથુરાના સિહધ્વજવાળી પુસ્તિકામાં ઈતિહાસના વિષયમાં વર્તમાનકાળે સત્તાસમાન ગણાતા મહાધુરંધર એવા બે પાંચ કે દશપંદર નહીં, પણ ત્રેવીસ ત્રેવીસ વિદ્વાનોના અભિપ્રાય મેળવીને તેમણે રજુ કર્યા છે; તે સર્વને એક જ ધારે અભિપ્રાય વાંચતાં તે બાબતમાં આપણે હાથ જ ધોઈ નાંખવા રહે છે. પરંતુ તે અભિપ્રાય મેળવવામાં તેમણે એવી સિફતથી કામ લીધું છે કે, ઇતિહાસના વિષયથી અપર રહેલ વાચક વર્ગને તે સહેલાઈથી ખબર જ ન પડે. તેમણે પ્રથમ તે ૧૫-૭–૩૭ની મિતિને એક છાપેલ પરિપત્ર, ઉપરના ત્રેવીસે વિદ્વાનને પાઠવ્યું લાગે છે, અને તે પણ એવા રૂપમાં કે ચાલુ આવતી માન્યતાનું સ્વરૂપે રજુ કરતા વાકોમાં જ; કે જેને ઉત્તર, હા કે ના, જેવા થોડા શબ્દોમાં જ અથવા તે તેવા મીતાક્ષરી વાકોમાં જ આવી જાય. પરિપત્રમાં જે તેમણે થાલુ માન્યતાથી ઉલટ જવામાં અમારી શું શું દલીલ છે અથવા અમને શું શું સંગે છે તેઓનું વર્ણન કર્યું હોત કે ટૂંકમાં પણ તેને ચિતાર આપે હોત, તે તે જરૂર તે ઉપર વિચાર કરીને જ તેઓ પોતાનો અભિપ્રાય આપત (આ હકીકત વધારે સ્પષ્ટતા પૂર્વક જરા આગળ વર્ણવી છે તે વાંચી જુઓ) એટલે સ્વભાવિક છે કે અમારા પુસ્તકથી જે કઈ અપરિચિત છે, તે જેમ ભારપૂર્વક કહી શકે છે કે, અશક અને પ્રિયદશિન એક જ છે એટલેકે ભિન્ન નથી, તેમ આમણે પણ અદ્યાપિ પર્યત માન્ય રહેલી સ્થિતિને જ સંમતિ દર્શાવી લીધી દેખાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com