SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ તેના યથામતિ અગાઉથી ખુલાસા આપ્યા જ છે. છતાં જે કાંઈ દેષ જણાઈ આવે તે માટે અમે પોતાને જ જવાબદાર લેખીએ છીએ, તે માટે વાચકવર્ગની ક્ષમા યાચીએ છીએ. હવે આ ચોથા ભાગની પ્રસ્તાવના ઉપર આવીએ. () પ્રસ્તાવના આખા પુસ્તકના ચાર ભાગને બદલે હવે પાંચ ભાગ કરવા પડયા છે તથા કરવા ધારેલા અગીયાર ખંડમાંથી પ્રથમના છ ખંડનું વૃત્તાંત, પ્રગટ થયેલા ત્રણ ભાગમાં અપાઈ ગયું છે. ત્યાં સુધીની સ્થિતિ સર્વની જાણમાં છે. એટલે બાકી રહેતા બે ભાગમાં સાતથી અગીયાર સુધીના પાંચ ખંડનું વર્ણન કરવું રહ્યું ગણાય. આ પાંચમાંથીયે સાતમા તથા આઠમા નું સ્થાન ફેરફાર થયા વિના કાયમ રાખ્યું છે. પરંતુ ચેદિવંશને નવમ, શતવહનવંશને દશમે અને કુશાન તથા ચઠાણુવંશની હકીકતને લગતો અગીઆરમો ખંડ, એમ જે ક્રમ ઠરાવ્યો હતો તેમાં ફેરફાર કરીને વર્ણનને સંબંધ અને સમયને લગતી સમજૂતી બરાબર સરળતાથી મગજ માં ઉતરી જાય તે હેતુથી, કુશાન-ચઠણવંશને નવમા ખંડે અને ચેદિવંશને દશમા ખંડે ગોઠવી, તેમને આ ચોથા ભાગમાં સમાવેશ કર્યો છે, જ્યારે શતવહન વંશને આખેયે અગિયારમે ખંડ સ્વતંત્ર રીતે પાંચમા ભાગને માટે બાકાત રાખે છે. એટલે આ ચોથા ભાગના પૂર્વાર્ધના વર્ણનમાં કેટલેક ઠેકાણે ચપ્પણ-કુશાન વંશ કે ચેદિવંશની વિગત જોવાના આધાર બતાવતાં પુસ્તક પાંચમામાં જુઓ એવું લખાઈ ગયેલું દેખાઈ આવે છે તે સુધારી લેવા વિનંતિ છે. ખંડ સાતમ – આખા ગર્દભીલ વંશનું વર્ણન અપાયું છે. તેને ત્રણ પરિચ્છેદ પાડ્યા છે. ખરી રીતે ગર્દભીલ વંશના બેજ પરિછેદ કહેવાય; પરંતુ વચ્ચે સાત વર્ષ સુધી શક પ્રજાને અવંતી ઉપર અમલ થવા પામ્યું હતું એટલે તે પ્રજાના અધિકારનું વર્ણન એક પરિચ્છેદમાં આપી તેને આ ગર્દભીલવંશી રાજાઓના ખંડમાં જ સ્થાન આપવું પડયું છે. ત્રણે પરિચછેદમાં અત્યાર સુધી ભારતીય ઈતિહાસના પુસ્તકોમાં ન જણાયેલી હકીકતેને જ મુખ્ય અંશે નિર્દેશ કરાયો છે. એટલે આખીયે વસ્તુ નવીન જ લાગે છે. ખંડ આઠમો–સમયની કાળગણના-એટલે ભારતીય ઇતિહાસમાં કેટલા સંવત્સરે કયારે જણાયા છે, તેમની ઉત્પત્તિ, તેમને સ્થાપક કેણ, સ્થાપનાને સમય કર્યો તથા કયા કારણથી સ્થાપના કરવામાં આવી તે સર્વની સવિસ્તર નેધ લીધી છે, તેમજ વિદ્વાનનાં કથનનાં અવતરણે ટાંકી ટાંકી, તેમાં રહેલું રહસ્ય, દાખલા દલીલ તથા ઉલટા સુલટા પ્રશ્નો ઉભા કરીને, એક પછી એક મુદ્દા લઈ સમજાવવા પ્રયત્ન કર્યો છે અને છેવટે પાકા નિર્ણય કરી બતાવ્યા છે. તેમજ ક્ષહરાટ સંવત, મહાવીર સંવત, ચઠણ સંવત આદિનાં નામ જે કદાપી નહીં સંભળાયલ, તે સંવતે પણ શિલાલેખ, સિક્કાઓ તેમજ સરકારી દસ્તાવેજો સુદ્ધાતમાં પણ વપરાયા છે તે દષ્ટાંતસહિત સાબિત કરી બતાવ્યું છે. વિક્રમ સંવત એક વખત ગતિમાં આવ્યા બાદ કેટલેય વખત તેનું પાછું નામનિશાન જતું રહ્યું છે અને વળી અમુક સંજોગોમાં પુર્નજીવન પામે છે તેનું વર્ણન Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy