SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ r જ્યારથી ગાદીપતિ બન્યા હાય, ત્યારથી જ તે સંવતનેા પ્રારભ થયા ગણાય છે, તે પ્રમાણે વિક્રમ સંવતની આદિ પણ ગણવી જોઈએ. આ પ્રમાણે બે મત થયા. તે ઉપરાંત વળી એક એ અન્ય મત પણ છે. તેમાંના એકનું મંતવ્ય એમ છે કે, ગર્દભીલ વંશી રાજાઓનેા અમલ ભલે ત્રુટક થઈ ગયા છે, પણ પાછે। ચાલુ થઈ ગયેલ હાવાથી, તેની આદિ તે તે વંશના મૂળ પુરુષના રાજ્યારંભથી ગણીશું. વળી વચ્ચે ચારેક વર્ષ૭૭ સુધી, જે રાજ્યઅમલથી તેઓ અલગ પડી ગયા છે, તેને હિસાબ પણ મજરે લેવા જોઈએ; જેથી તેના સમયમાં, ઉપરના એ મતની વચ્ચેનું જેમ અંતર ૭૪–૫=૧૭ નું રહે છે, તેમ ચાર વર્ષ પડતરના બાદ કરી ૧૩ વર્ષનું રાખવું તે પણ બહેતર છે. જ્યારે ચેાથે। મત એમ જણાવે છે કે, ચાર વર્ષને ખદલે સાત વર્ષનું શકરાજ્ય છે. માટે ખે વચ્ચેનું અંતર ૧૭ ને બદલે સાત બાદ કરતાં દશ વર્ષી રહે છે તેથી તેટલું અંતર રાખવું જોઇએ. પરંતુ આ મત વૈદિક મતવાળાના હાઈ અને તેમને પેાતાને વિક્રમ સવતને વપરાશ કરવાના ન હેાવાથી તેની ઉપેક્ષા કરાઈ છે. એટલે બાકી ત્રણ મત રહ્યા અને તે સર્વે જૈન મતાનુયાયીના જ ગણવા રહે છે. હવે તેનાં દૃષ્ટાંત આપીશું એટલે તેને ક્ષિતાર્થ સમજાશે. વિક્રમ સંવતની જૈન સંપ્રદાયમાં એ મેટા વિભાગ છે: એકનું નામ શ્વેતાંબર અને ખીજાનું નામ દિગંબર. પ્રથમ શ્વેતાંબર માન્યતાની તપાસ લઈએ. તેમના સાધુએમાં જેમ અત્યારે વિદ્વતાના પ્રમાણમાં વાચક, ગણુ, ઉપાધ્યાય, મહાપાધ્યાય અને સરિ—આચાર્ય ઈત્યાદી બિરૂદ-પદવી છે તેમ, એક સમયે તદુપરાંત મહત્તર, ક્ષમાશ્રમણ આદિ પદવીઓ પણ હતી. આપણે જે સમયની અહીં વાત કરવા માગીએ છીએ તે સમયે દેવįણ ક્ષમાશ્રમણ નામના એક મહાન્ (૭૭) આ મતમાં પરિશિષ્ટકાર કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રાથાય લાગે છે; કેમકે તેમણે રાકપ્રાનું રાજ્ય ચાર વર્ષનું ગણાવ્યું છે (જીએ પુ. ૧. પૃ. ૨૦૨ નેટ ન, ૩૩ જેમાં અવ ંતિપતિની નામાવલીની ત્રણ કડીએ આપી છે). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ અઠ્ઠમ ખેડ આચાર્ય થઈ ગયા છે. તેમના માટે એમ કહેવાય છે કે તેઓએ સૈારાષ્ટ્રના વલ્લભીપુર નગરથી પુસ્તકા માટી સંખ્યામાં લખાવીને અનેક શહેરના પુસ્તક ભંડારમાં મેાકલાવી દીધાં હતાં અને તે પ્રમાણે પુસ્તકે અથવા તેમની સાંપ્રદાયિક ભાષામાં કહીએ તેા શ્રુતજ્ઞાન સાચવી રાખવાનું મહત્ પુણ્ય ઉપાર્જન કર્યું હતું. તેમનેા સમય ૫૧૦ના નોંધાયા છે. પણ આ આંકની પાસે તે કયા સંવતનેા છે તે દર્શાવવા કોઈ અક્ષર જોડેલ ન હાવાથી અને મનુષ્ય સ્વભાવની ખાસિયત પ્રમાણે પેાતાના ધર્મની વિશેષપણે પ્રભાવિકતા બતાવવા માટે, પાછળના કાળના લહુિઆઓએ તેને મહાવીર સંવત માની લીધે; જેથી તેને આંક જે ખરી રીતે ૫૧૦ ગુપ્ત સંવતનેા હતેા (કેમકે વલ્લભોપુરમાં તે સમયે ગુપ્ત સંવત્સરનું જ ચલણ હતું)” તેને વિક્રમ સંવત્સરમાં ફેરવી નાંખીએ તે। ૫૧૦+૩૭૫=૮૮૫ લખવા જોઇએ. તેને ખલે વીર સંવત માનવાથી॰, જે મત વિક્રમના સંવતની આદિથી-વિક્રમના રાજ્યાભિષેકથી–ગણે છે તેમણે ૪૭૦+૫૧૦=૯૮૦ને! આંક મૂકયે; પણ જેએ રાજા ગંધર્વસેનના સમયથી તેની આદિ ગણવાના મતવાળા છે તેમણે ૧૭ વર્ષે ઉમેરીને ૯૮૦+૧૭=૯૯૭ મૂકયા; અને ત્રીજા મતવાળાએ (૧૭નું અંતર ગણવવવાળાએ ૯૯૩ મૂકયા). એટલે કે દેવઢ્ઢીગણિ ક્ષમાશ્રમણુના પુસ્તકોદ્ધારના સમય માટે વિક્રમ સંવત ૯૮૯, ૯૯૭ અને ૯૯૭ એમ ત્રણ આંક મૂકાયા. આ ઉપરથી સમજાશે કે ત્રણે પક્ષો વિક્રમ સંવતની અપેક્ષાએ સાચા છે, છતાંયે પોતપોતાના દષ્ટિબિંદુથી કામ લીધું હાવાથી એકખીજાથી ભિન્ન દેખાય છે; જેવી રીતે વૈદિક મતાનુયાયી પુરાણકારેાએ પેાતાના દૃષ્ટિબિંદુથી અનેક ઐતિહાસિક ઘટનાઓનું નિરૂપણ કર્યું છે અને જે અનેક રીતે ભિન્ન પડી જતું હેાવા છતાં વાસ્તવમાં । તે સર્વ ખરૂં જ ઠાવાનું આપણે અનેક વખત (૭૮) આ મત વાયુપુરાણકારના છે. (ઝુએ ઉપરમાં પૃ. ૨ ટી. ન. ૬) (૯) આ માટે ઉપરની ટી. નં. ૭૩ પેટા ન'. ૧ જુએ. (૮૦) ઉપરમાં જુએ. www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy