SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ = ==== વિશેષપણે [ પ્રથમ ૪૯. ) તે પણ વ્યાજબી છે. તેમ તેનું નામ ખરા શુંગવંશના રાજાની નામાવલિમાં ન મૂકતાં ( જુઓ આગળ ઉપર તેની નામાવલી ) માત્ર શ ગભય તરીકે ગણાવાયું છે તે પણું વ્યાજબી છે. એટલે હાલ તે આપણે તેને રાજ નીતિના એક અઠંગ ખેલાડી તરીકે અથવા તો એક રાજરત્ન તરીકે ગણી લઈશું પણ એક સ્વતંત્ર સમ્રાટ તરીકે તે નહીં જ. તેનું મરણ ૮૦ વર્ષની ઉમરે ૭ (કે ૮૮ વર્ષની ઉમરે ) થયાનું પુરાણકારે જણાવ્યું છે. એટલે હવે આપણે તેના જીવનના જુદા જુદા અધિકારની તારીખે ચોક્કસપણે નીચે પ્રમાણે ગોઠવી શકીએ. તેની ઉમર ભોગવેલ પદના વર્ષ જન્મ ૨૫ મ. સં. ઈ. સ. પૂ. ૨૭૬ સેનાધિપતિ ૩૦૧થી ૩૨૩ ૨૨૬ થી ૨૦૪ વાનપ્રસ્થ અવસ્થા ૨૩ થી ૩૮૯ ૨૦ થી ૧૮૮ ૫૦ થી ૭૨ ૨૨ ૭૨ થી ૮૮ ૧૬ કુલ વર્ષ ૩૮ મરણ ૩૩૮ ૧૮૮ અગ્નિમિત્ર રાજા અગ્નિમિત્રને અમરકેજની ટીકામાં ચક્રવર્તી જે જે ગણાવ્યો છે તે વાસ્તવિક દેખાય છે, કેમકે તે હકીક્ત તેના રાજ્યવૃત્તાંત ઉપરથી પણ સાબિત થઈ જાય છે. વળી તે એક પ્રબળ પ્રતાપી, સત્તાશીલ અને મહાપરાક્રમી રાજા હતા; કેમકે તેણે પિતાની જવલંત અને વિજયી કારકીર્દિની નિશાની તરીકે બે મોટા અશ્વ મેધ યજ્ઞો પોતાના રાજપુરોહિત પતંજલી મહાશયના આધિપત્ય નીચે કરાવ્યા હતા; તેમ જ કલિક રાજાનું જે વર્ણન (આગળ ઉપર જણાવવામાં આવશે) પુરાણિક ગ્રંથમાં લખાયેલું છે તે પણ આબાદ રીતે તેને જ લાગુ પડતું હોય એમ દેખાય છે. આ સઘળી હકીક્તથી તેની શક્તિ અને પ્રભાવનું માપ આપણે સહજ કાઢી શકીએ તેમ છે. અત્રે હવે એક પ્રશ્ન વિચારો રહે છે. (૧૨) છે. હિ. કર્યો. પુ. ૫, આંક ૩ (૧૯૨૯) ૫. ૩૪૭૪-પુષ્યમિત્રને દિવ્યાવદાનના ૨૯ મા અવદાનમાં મેયવંશના અંતિમ રાજા તરીકે જણાવ્યું છે; નહીં કે ગવંશના પ્રથમ રાજવી તરીકે (એટલે કે બંધગ્રંથોમાં, પુષ્યમિત્રને મૈર્યવંશી રાજા તરીકે ઓળખાવે છે). Ind. His. Quart V. No 8 ( Sept 1929) P. 397:-In Divyavadana XXIX Pusyamitra is relpresented as the last king of the Maurya Dynasty and not the first king of the Sunga Dynasty. ૧૩) ને ૮૦ વર્ષનું આયુષ્ય લઈએ તે તેને જન્મ મ, સં ૨૫૯-ઈ. સ. 1. ૨૬૮ આવે. જ્યારે તેના પુત્રને જન્મ મ. સં. ૨૬૭માં છે ( જુઓ આગળ ઉપર) તે તેની ૮ વર્ષની ઉમરે પુત્ર સાંપ હશે ? તેમ ગણી લેવું અયુક્ત છે, પણ તેને સેળ વર્ષની ઉમરે પુત્ર થયેલ હજી ગણી શકાય એટલે ૮૦ને બદલે ૮૮ ની ઉમર જ ગણવી જોઈએ (સંભવિત છે કે મૂળગ્રંથમાં એક ૮ હશે અને બીજો ૮ ઊડી ગયું હશે. એટલે નકલ કરનાર લોહીઓએ પોતાની બુદ્ધિ અનુસાર બીજ૮ને બદલે ” લખીને ૮૮ ને બદલે ૮૦ લખી નાંખ્યા હોય) Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy