________________
પરિશિષ્ટ
પુ. ૨ ના અંતે ચાર પરિશિષ્ટ જેડ્યાં છે તેમાં એક કાશ્મિરપતિ જાલૌકને લગતું પણ છે. તેમાં તેને મૌર્યવંશી સમ્રાટ અને ચક્રવર્તી પ્રિય દર્શિનને પુત્ર હોવાનું તથા પ્રિયદર્શિનના મરણ બાદ પોતાના વડીલ બંધુ અને મૌર્યપતિ રાજા સુભાગસેનની રાજનીતિથી નારાજ થઈ કાશ્મિર વાળા પ્રદેશમાં સ્વતંત્રપણે તે ગાદીપતિ બન્યાનું જણાવી ગયા છીએ. એટલે ખરી રીતે તે જેમ બંગાળમાં રાજ્ય કરતા રાજવીઓને મૌર્યવંશની એક શાખા તરીકે ઓળખાવતા આવ્યા છીએ તેમ આ કાશ્મિરપતિઓને પણ મૌર્યવંશની જ એક બીજી શાખા તરીકે આપણે ઓળખાવવી જોઈએ, પણ જ્યારે રાજતરંગિણિકારે આ રાજાઓને
નંદ” વંશી કહી તેમનો સ્વતંત્ર વંશ ઠરાવ્યું છે ત્યારે આપણે પણ તેમને અલાહે રાજવીઓ તરીકે ઓળખીશું અને તેઓ ભલે ભારતના એક ખૂણે રાજપદે હતા છતાં ભારતમાં તે ગણી શકાય જ, જેથી આ ભારતવર્ષીય ઇતિહાસના પુસ્તકમાં તેમનું સ્વતંત્ર આલેખન કરવું જ રહે; પણ તે જાલૌક અને તેના પુત્ર દામોદર સિવાય અન્ય કોઈ રાજવીને ઈતિહાસ-અને તે પણ માત્ર બે ત્રણ મુદ્દા સિવાય-વિશેષપણે નહીં જણાયેલ હોવાથી તેમને મૂળ વંશ જેને આપણે મૌર્યવંશ હેવાનું જણાવ્યું છે તેમને વૃત્તાંત અને પૂરે થઈ જવાથી, તેના પરિશિષ્ટ તરીકે જે કાંઈ જણાયું છે તે જોડવાનું ગ્ય ધાર્યું છે.
પુસ્તક બીજાના પરિશિષ્ટમાં પૃ ૪૦૩ માં
રાજા જાલૌકના જીવનવૃત્તાંત વિશે આઠેક હકીકતેનું નિરૂપણ કર્યું છે. તેમાં તેને પ્લેચ્છને હકી કાઢી, પિતાના રાજ્ય અમલે છવીસમાં વર્ષે ઠેઠ કાન્યકુજ સુધીના પ્રદેશને મુલક જે કરી તે ઉપર આધિપત્ય ભગવતે જણાવ્યું છે. તે મુદ્દા ઉપર અત્રે આપણે વિશેષ ઊહાપેહ, કરીશું કે આ ઓછો કોણ હતા અને ત્યાં શી રીતે આવ્યા હતા.
રાજા જાલૌકને સમય ઈ. સ. પૂ. ૨૩૭થી ૧૯૦ વર્ષ (જુઓ પુ. ૨, પૃ. ૪૦૫) અંદાજે આપણે ગણાવ્યા છે, અને તે અરસામાં કાશ્મિરની આસપાસ એટલે ઉત્તરે હિંદુકુશ પર્વત, પશ્ચિમે અફગાનિસ્તાન અને દક્ષિણે પંજાબવાળા પ્રદેશમાં બેકટ્રીઅન પ્રજાનું રાજ્ય પથરાઈ પડયું હતું. (વિશેષ હકીકત માટે આગળ ઉપર જુઓ) અને આ પ્રજાને પણ યવનપતિ અલેકઝાંડરની પડે હિંદભૂમિનું આકર્ષણ વધી પડેલ હેવાથી, અવારનવાર હિંદ ઉપર તેઓ ચડી આવતા હતા. કવચિત કવચિત તેઓ મારફાડ કરી, લૂંટ મેળવી, જો કે આઘાપાછા થઈ જતા ખરા પણ હવે તે ધીમે ધીમે તેઓએ વ્યવસ્થિત બની, હુમલા લાવી, વિજય મેળવી તેવા પ્રદેશમાં થાણે થપે પડયા રહેવાનું શરૂ કરી દીધું હતું. એટલે કાશ્મિરની થોડીક ભૂમિ ઉપર તેમજ પંજાબમાં આ બેકટ્રીઅન પ્રજાને મારી હઠાવવાનું કાર્ય રાજા જાલૌકને શિરે આવી પડયું હતું. અને તે તેણે રાજતરંગિણિકારના જણાવ્યા પ્રમાણે પાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com