________________ [10] વિષેની પ્રચલિત માન્યતા ભૂલ ભરેલી છે. અને એ મહાપુરૂષ બ્રાહ્મણધર્મો નહિ પણ જેનધમાં હતા, અશોક અને પ્રિયદર્શિન એકજ વ્યક્તિ નહિ પણ ભિન્ન ભિન્ન વ્યક્તિઓ હતી અને બાદ્ધધર્મી અશકને નામે ચઢેલી શિલાલેખેને સ્તંભલેખોની કીતિને માલીક જૈનધર્મી સમ્રાટ પ્રિયદર્શિન છે. એવી એવી પ્રચલિત ઐતિહાસિક માન્યતાઓને જડમૂળથી ઉથલાવી નાંખનારી કંઈ કંઈ નવીન બાબતો અને કુતુહલ ઉપજાવનારાં અનુમાન લેખકે આ ગ્રંથમાં દાખલા દલીલ અને પ્રમાણે સહિત રજુ કર્યા છે. તે હિંદના પ્રાચીન ઇતિહાસ પર અવનો પ્રકાશ પાડવામાં અને એ વિષયના સંશોધનકારને અણઉકેલાયેલા વિવિધ ઐતિહાસિક કેયડા ઉકેલવામાં થોડેઘણે અંશે પણ સહાયભૂત થશે એમાં તે જરાય શકે નહિ. જુલાઈ 1936 પુસ્તકાલય માસિક (26) ગ્રંથની શરૂઆતથી ઈ. સ. પૂર્વેના ૯૦૦થી શૃંખલાબદ્ધ-કડીબદ્ધ ઈતિહાસની રચના એ આ ગ્રંથની વિશિષ્ટતા છે. લેખક પોતાની માન્યતા અને નિર્ણય માટે સપ્રમાણ હકીકતે, શિલાલેખ, કથને વિગેરે ટાંકી બતાવે છે. પ્રાચીન શોધખોળની દષ્ટિએ આ ગ્રંથ મહત્વને છે–આ ગ્રંથમાંના ઘણા મુદ્દાઓ હજુ ચર્ચાસ્પદ છે. અને જાહેરમાં ચર્ચાઈ રહ્યા છે. છતાંયે પ્રાચીન શોધખોળ માટે લેખકને અનુભવ અને પ્રયાસ પ્રશંસાને પાત્ર છે. મુંબઈ તા. 1-6-36 (27) ડે. ત્રિભુવનદાસે જે કે વૈદકનો અભ્યાસ કરી મુંબઈ યુનિવર્સિટિની એલ. એમ. એન્ડ એસ. ની પદવી મેળવેલી છે, પરંતુ તેમના મનનું વલણ જૈન પ્રાચીન સાહિત્ય ઈતિહાસ અને સંસ્કૃતિના અભ્યાસ અને સંશોધન પ્રતિ વિશેષ ચૅટયું રહે છે, અને તે વિષયમાં તેઓ ઉંડા ઉતરેલા છે. એટલું જ નહિ પણ વિદ્વદુવર્ગમાં પ્રાચીન હિન્દુસ્તાનના ઈતિહાસ વિષે જે કેટલાંક અનુમાન સ્થાપિત થઈ ચૂકયાં છે, તે ભૂલ ભરેલાં છે એ એમણે પ્રસ્તુત પુસ્તકમાં, જૈન ઈતિહાસ અને સાહિત્યના આધારે બતાવવાને પ્રયાસ કરેલ છે. ડો. ત્રિભુવનદાસનાં અનુમાન સાચાં પડે તે આપણે જુને ઈતિહાસ ઘણે સ્થળે સુધાર પડે. તેથી જ પ્રાચીન હિન્દના ઈતિહાસના અભ્યાસીઓને અમે સદરહુ પુસ્તક ધ્યાનપૂર્વક તપાસી જવા વિનંતિ કરીએ છીએ, એવી આશાથી કે તેઓ oN. ત્રિભુવનદાસના પ્રમાણે બારીકાઈથી તપાસે અને તેમાં રહેલી ખામીઓ, દેશે વિગેરે આધારપૂર્વક બતાવે. બુદ્ધિ પ્રકાશ જૈન પ્રકાશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com