________________
[[૯
અને તે માટે અનેક પુરાવાઓ આ પુસ્તકમાં મોજૂદ છે. પ્રાચીન ઈતિહાસ-અભ્યાસીઓએ આ પ્રકરણે ખાસ વાંચવા જેવાં છે. સેંડ્રેકેટસ ચંદ્રગુપ્ત નહિ પણ તેને પિત્ર અશોકવર્ધન હતું એ માટે લેખક મહાશયે જે અસલ લખાણને આધારે સંડે કોટસને ચંદ્રગુપ્ત તરીકે કરાવવામાં આવ્યું છે તે અસલ લખાણ રજુ કર્યું છે અને તેને જ આધાર લઈ સેં કોટસ અશેકવર્ધન હતું એમ શબ્દના અર્થ કરી અને બીજા પુરાવા આપી સાબિત કર્યું છે...ચંદ્રગુપ્તના રાજપુરોહિત ચાણક્ય અથવા કૌટિલ્યને જન્મકાળથી ન જ ઈતિહાસ પુરાવા સાથે રજુ કરી તેના જન્મ-મરણના સ્થાન તેમજ જીવન ઉપર અનેરે પ્રકાશ ઐતિહાસિક પુરાવા રજુ કરી પાડવામાં આવ્યું છે... આ પુસ્તક વાંચતાં એક બાબત ખાસ તરી આવે છે તે એ કે પ્રાચીન ભારતવર્ષના રાજ્યકર્તાઓ “ધર્મ”ના સિદ્ધાનો ઉપર ખાસ ધ્યાન આપતા હતા અને વારંવાર વૈદિક અને જૈન દર્શન વચ્ચે ઘર્ષણ થતું હતું. આવા એક સંશોધક અને નવ પ્રકાશ પાડનાર પુસ્તક પ્રગટ કરવા માટે તેના લેખક ડો. ત્રિભુવનદાસ લહેરચંદ શાહને મુબારકબાદી ઘટે છે. તા. ૩૦-૫-૩૬
મુંબઈ સમાચાર
(૨૪) લેખકે પુસ્તક તૈયાર કરવામાં લીધેલ શ્રમ અને નવાં વિધાને બાંધવા માટેની તેમની પર્યષક વૃત્તિ આ પુસ્તકમાં પણ પાને પાને જણાઈ આવે છે, અને અમને લાગે છે કે પ્રાચીન ભારતને ઈતિહાસ બને તેટલા સુસંબદ્ધ તેમજ વિસ્તૃત સ્વરૂપમાં, અંગ્રેજીમાં પણ ઓકસફર્ડ અને કેમ્બ્રીજ યુનિવર્સિટી તરફથી અનેક ગ્રંથોમાં બહાર પડેલા હિંદના ઈતિહાસ અને બીજા કેટલાક ગણુતર ગ્રંથે બાદ કરીએ તે, આટલાં સાધનને શ્રમશીલતાપૂર્વક અભ્યાસ કરીને લખાયેલાં પુસ્તકરૂપ ભાગ્યેજ જોવામાં આવશે... “પ્રાચીન ભારતવર્ષના લેખકે બને ત્યાં સુધી છેલ્લામાં છેલ્લી માહિતીઓને ઉપયોગ કર્યો છે એ જણાઈ આવે છે અને તેમની એ ચીવટ ગૂજરાતમાં તો શોધખોળના ક્ષેત્રમાં કામ કરતા ઘણાકે ધડો લેવા જેવી છે....આ પુસ્તક દ્વારા ખાસ કરીને જૈન ઈતિહાસને ઉદ્ધાર થઈ રહ્યો છે, એમાં તો શક નથી. જેના સાધનો ઉપયોગ પણ વિશેષ પ્રમાણમાં થએલે છે પરંતુ જૈન ઈતિહાસ સાથે સર્વ સામાન્ય ઈતિહાસને પણ પૂરતું મહત્ત્વ અપાશે તે તેને ઐતિહાસિક દષ્ટિએ લખાયલા પુસ્તક તરીકેનું મહત્વ મળશે. તા. ૨૪-૧-૩૭
પ્રજાબંધુ (૨૫) સિક્કાને લગતી સચિત્ર માહિતી અને તે પરથી લેખકે તારવેલાં અનુમાન એ આ ભાગની વિશેષતા છે. તેમજ જૈનધર્મને બૌદ્ધધર્મને અનુગામી બકે તેના એક ફાંટારૂપ લેખવામાં આવે છે તે યથાર્થ નથી પણ એથી ઉલટુંજ છેઃ ગ્રીક ઈતિહાસમાં વર્ણવાયેલા ને પ્રચલિત ઈતિહાસમાં ચંદ્રગુપ્ત તરીકે મનાયલો “સે ડ્રેકેટસ” એ ચંદ્રગુપ્ત નહી પણ તેનાં પૌત્ર અશોકવર્ધન છે, ચાણક્ય અથવા કૌટિલ્યના નામથી ઓળખાતી અભુત વ્યક્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com