________________
[૩] તેમાં એક હજાર વર્ષને ઈતિહાસ, સાદી, સરળ અને રસમય ભાષામાં આપેલે છે. ભારતવર્ષના પ્રાચીન ઈતિહાસને આ માટે ગ્રંથ કેઈપણ ભાષામાં નથી પ્રાચીન સમયમાં પ્રવર્તી રહેલા વૈદિક, બૌદ્ધ અને જૈન ધર્મ સંબંધી તે વખતે ચાલતી રાજા, અમાત્ય અથવા પ્રધાન મંડળની વ્યવસ્થા અને બંદીખાનાં, ગ્રામ્ય સુધારણા, પંચાયત, વિદ્યાલય, વ્યાપાર, ખેતી વિગેરે સંસ્થાએ સંબંધી હકીકત વિસ્તારપૂર્વક આપેલી છે. અને તે ઘણી બોધક છે. એટલે આ ગ્રંથ ઘણે શ્રમ લઈ તથા ઘણું પુસ્તકોના અસલ આધારે, શિલા અને તામ્રલેખ, સિક્કા વગેરે જઈ આધારભૂત ગણી શકાય તેવું બનાવ્યું છે. તે સર્વ રીતે ઉત્તેજનાને પાત્ર છે એમ મને લાગે છે. જૈન સમાજના વિદ્વાને ના, વિદ્યાલયના અને રાજા મહારાજાઓના આશ્રય વગર આ માટે ગ્રંથ પ્રસિદ્ધિમાં મૂકો અશક્ય છે. તેથી તેની સારી સંખ્યામાં નકલે લેવાનું આશ્વાસન આપી તેમના તરફથી ગ્રંથકર્તાને ઉત્સાહ અને ઉત્તેજન મળશે એવી આશા છે. વડોદરા
ગોવિંદભાઈ હા. દેસાઈ બી. એ. એલ. એલ. બી, નાયબ દીવાન
ડો. ત્રિ. લ. શાહે અનેક નવાં દૃષ્ટિબિંદુઓ આધાર સાથે આ પુસ્તકમાં રજુ કર્યા હોય એમ જણાય છે. અશોક અને ચંદ્રગુપ્ત સંબંધી તેમના મંતવ્ય ઈતિહાસની દુનીઆમાં વિપ્લવ કરાવે એવાં છે. પુસ્તકને વિસ્તાર પણ ખૂબ છે. આશા રહે છે કે આધારસ્થળોને નિર્દેશ પણ તેમાં થશે જ. સંપૂર્ણ અનુક્રમણિકાની એટલી જ આવશ્યકતા ગણાય. આ પુસ્તક પ્રગટ થતાં એક અગત્યની જરૂરિયાત પૂરી પાડવાનું ધારી શકાય છે. ઈતિહાસને શોખ વધતું જાય છે, એવા સમયમાં આ પુસ્તક ગુજરાતી સાહિત્યમાં મોટી ખોટ પૂરી પાડશે એવાં ચિહ્નો સદર હસ્તપત્રમાં સ્પષ્ટ જણાય છે. લહાર સ્ટ્રીટ,
મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ મનહર બિલ્ડીંગ, મુંબઈ
બી. એ. એલ. એલ. બી. સોલીસીટર
( ૧૦ ) ઈતિહાસના અનભિજ્ઞને પણ પ્રથમ દષ્ટિએ જ વધાવી લેવા યોગ્ય લાગે એવું આ ગ્રંથ પ્રકાશનનું સાહસ છે. ઈતિહાસ પ્રત્યેની લોકરૂચી અણખીલી અને વિદ્યાવિકાસ કરતી સંસ્થાઓ પ્રમાદ, પક્ષપાત અથવા નિર્ધનતાને ભેગા થઈ પડી છે, તેવા સંજોગોની વચ્ચે આવા ગ્રંથનું જોખમ લેનાર પ્રથમ ક્ષણેજ સહુના અભિનંદન માંગી ચે છે. આ સાહસ પાછળ ગ્રંથકારના જીવનની પચીસ વર્ષની પ્રખર સાધના છે. ટીપણે, સમયાવળી, વંશાવળી વિષય શોધવાની ચાવી વિગેરે આપીને એક બાજુએ લેખકે આખા વિષયને વિદ્વદભોગ્ય બનાવ્યો છે ને બીજી બાજુ ભાષાશૈલી સરળ, ઘરગથ્થુ, કંઈક વાર્તા કથનને મળતી રાખવાથી ગ્રંથ વિદ્વતાને એક ખૂણે જ ન પડી જાય તે બન્યો છે. મુંબઈ
જન્મભૂમિ (દૈનિક પત્ર),
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com