________________
પરિછેદ ]
જીવનવૃત્તાંત
૩૬
હેય. છતાં યે સર્વત્ર તારીખ વિનાનું કામ હેવાથી, જેમ આપણે તે ઉપર મદાર પણ બાંધી શકતા નથી તેમ આપણું મુશ્કેલીને ઉકેલ પણ તેમાંથી મળી શકતા નથી. પરંતુ તેમાં ઉજૈન શબ્દ લખેલ છે. જો કે રૂષભદત્ત પતે તે ઉનપતિઅવંતિપતિ કદી બન્યું જ નથી એટલે નં. ૩૨ નો શિલાલેખ તેના સસરા નહપાણના અવંતિપતિ તરીકેના રાજયઅમલ દરમ્યાન કોતરાવાયો હોય એમ ધારવું વિશેષ વજનદાર ગણશે. છતાં જ્યારે ગૌતમીપુત્ર શાતકરણી જેવા આંધ્રપતિના સિક્કામાં પણ, તે કદીયે અવંતિપતિ ન બન્યો હોવા છતાં, ઉર્જનનું ચિહ્ન નજરે પડે છે, ત્યારે એમ વિચા- રાય છે કે શિલાલેખમાં રૂષભદનો પ્રથમ એક પદ્ધતિની શરૂઆત કરી હશે અને પાછળથી તે દષ્ટાંતને મજબૂતી આપવા તે જ પદ્ધતિનું અનુ- કરણ ગૌતમીપુત્રે પણ કર્યું હશે.૪૩ મતલબ કે, અમુક પ્રસંગે, સ્થાનને સંબંધ ન હોવા છતાં પણ ઉર્જનનું ચિહ્ન છેતરાવાયું છે તેમ જ નામ પણ લેવાયું છે. એટલે તેવા કિસ્સામાં માત્ર અવંતિના
સ્થાનની તે સમયે ઐતિહાસિક મહત્તા બતાવવા પૂરતું જ લેખવું રહે છે. પણ જ્યારે ભૂમક અને નહપાણ બન્નેનું આયુષ્ય ૯૦ થી ૧૦૦ વર્ષ સુધીનું સાબિત કરાયું છે, ત્યારે આ રૂષભદત્તનું પણ તેટલી જ હદનું ધારી લેવાને કાંઈ અકારણ નથી. મતલબ કે, મરણ સમયે તેની ઉમર
લગભગ સો વર્ષની હતી. સમય બાબતમાં જણાશે કે, તેણે ઈ. સ. પૂ. ૭૪ માં પિતાના વંશની સ્થાપના કરી હતી એટલે તે સમયથી તેનો રાજ્યઅમલ શરૂ થયો કહેવાય. તેના વંશને અંત ઈ. સ. પૂ. પર ના અરસામાં (જુઓ આગળ ઈપર) આવ્યો છે. એટલે બાવીસ વર્ષ સુધી તેને વંશ ચાલ્યો કહેવાય. તેમાં તેને પુત્રનું નામ પણ આવે છે, એટલે પિતાપુત્રે મળને તેટલો સમય રાજય કર્યું એમ માની લઈએ, તે કમમાં કમ તેનું રાજ્ય પંદરથી સોળ વર્ષ ચાલ્યું હોવાનું માની શકાશે; જેથી તેના રાજ્યનો સમય ઇ. સ. પૂ. ૭૪ થી ૫૮= ૧૬ વર્ષને ગણીએ તે સહીસલામત કહી શકાશે. અને ત્યારપછી તેને પુત્ર ગાદીએ બેઠે હતો એમ ગણવું રહેશે.
રાજકર્તાની રાજયસત્તા ઠરાવનારૂં જે કોઈ પ્રમાણિક અને વજનદાર તત્વ ઈતિહાસકારોને
પ્રાચીન સમયે જણાયું હેય તેને તે તે શિલાલેખ અને સિકકારાજ્ય એનું જ કહી શકાય તેમ છે. વિસ્તાર તેમાંથી કોઈ સિક્કામાં તે
રૂષભદત્તનું નામ જડી આવ્યાનું જાણમાં નથી આવતું; પણ શિલાલેખમાં નહપાણના નામ સાથે રૂષભદત્તનું નામ કોતરાયેલું મળી આવે છે ખરું; જેમકે, પ્રભાસપાટણ, પુષ્કર,
(૪૩) એક શિલાલેખ ગૌતમીપુત્રની માતા પાણી બળશ્રોએ પોતાના પુત્રે ક્ષહરાટ અને શખ્રન ઉપર જે અસીમ વિજય મેળવેલ તેની નેધરૂપે કતરાવેલ છે. વળી નહપાણ અને રૂષભદત્ત સાથે અંધપતિ- એને રાજકીય કારણસર વેર બંધાયું હતું. આ પ્રમાણેના સર્વ પ્રસંગેની જ્યારે યાદ કરીએ છીએ ત્યારે, મનુષ્ય સહજ મનવૃત્તિ જે અરસપરસનું અનુકરણ કરી,
દુશ્મનને હલકે પાડવાની હોય છે તે અત્ર મહણ કરાઈ હોય એમ અનુમાન બાંધી શકાય છે.
(૪૪) આમાં ફેરફાર પણ થઈ શકે તેમ લાગે છે. જુઓ નીચેની ટી, નં. ૭૧.
(૪૫) ઇશ્વરદત્તનું નામ હજી જણાયું હોય એમ કે. આ, ૨. ના કહેવા મુજબ સમજાય છે. જુઓ. પૃ. ૩૫૫, ટી. નં. ૧૫ ની હકીક્ત,
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com