________________
૩૩૪
સિથિયન્સ અને
[ નવમ
વ માસ છે. જો કે આ નિબંધ બહુ જ જૂને છે. વળી તે લખાયા પછી, તે આખો વિષય શોધાઈને સાબિત પણ થઈ ગયું છે કે, આ શાહ રાજાઓ ચણવંશી ક્ષત્રપોનો એક ઉત્તર ભાગ છે, છતાં તેનું અસલપણું હોય એમ સ્વીકારીને અત્ર ચર્ચા કરવાની ઈચ્છા થાય છે. તેનાં અનેક કારણ છે (૧) જેમ કેઈ વાતને સાર મેળવવામાં, તેની તરફેણના અને વિરૂદ્ધના મુદ્દાઓની તારવણી કરતાં, કેટલેક આનંદ મળે છે તેમ જ કેઈ કેઇવાર નવી નવી બાબતે અજવાળામાં આવે છે, તે જ પ્રમાણે સંશોધન કાર્ય પણ ઘણું અટપટું હોઈ, એક વખત છણાઈ ગયેલ વિષયની ચર્ચા ઉપાડતાં તેમાંથી અનેક નવીન તો હાથ લાગી આવે છે. (૨) આ શાહવંશી રાજાઓ જેમને ચ9ણવંશી તરીકે હવે ઓળખવાનું ઠરે છે તેમને આદિ સમય ઇ. સ. ની પહેલી સદીની આખરને ગણાય છે. જ્યારે તેના જેવા જ બીજા ભળતા રાજવંશી તરીકે નહપાણ ક્ષત્રપના વંશને લેખ-
વ્યા છે, અને તેને સમય ઇ. સ. પૂ. ૭૪ માં પૂરે થતો આપણે જણાવી ગયા છીએ. એટલે આ બે સમયની વચ્ચે લગભગ દોઢસો વર્ષ ઉપરાતનું જે અંતર પડી ગયું છે તે સમય દરમ્યાન આ સૌરાષ્ટ્રના પ્રદેશ ઉપર કોની સત્તા ચાલતી હતી તે શોધવું રહે છે. જો કે એટલું તે સાબિત થયું છે જ કે, તે પ્રાંત ઉપર
અવંતિપતિની તેમજ અંધ્રપતિની સત્તાની શેહ કેટલોક કાળ પડતી હતી. પણ તે શેહ તે સર્વ કાળ સુધી પડતી હતી, કે શેહને સ્થાને સર્વથા પ્રકારની સત્તા પણ તેમની જ હતી. તે જાણવાની જરૂર છે જ; કેમકે તે કોઈ વસ્તુને હજુ સુધી પાકે પાયે નિર્ણય થયે જણાતો નથી. (૩) ઉપર દર્શાવેલ નહપાના જમાઈ ઋષભદત્ત તથા તેના પુત્રનું, તેમજ તેમની આખી શક પ્રજાનું', આખરી પરિણામ તે ઠેઠ ગૌતમીપુત્ર શાતકરણીના સમયે-ઈ. સ. ૭૮ માં આવ્યાનું શિલાલેખ આધારે જણાયું છે, તે તે ઈ. સ. પૂ ૭૪ થી ઈ. સ. ૭૮ સુધીના ૧૫૦ વર્ષ સુધી તે પ્રજા ક્યા ભાગ ઉપર પોતાની હૈયાતી ભોગવતી પડી હતી તે પણ ઇતિહાસની દષ્ટિએ શોધવાની જરૂર છે. (૪) વળી સૌથી અગત્યની વસ્તુએ છે કે, ઋષભદત્ત કે તેના પુત્ર અને વંશજોનું કોઈ પ્રકારે આલેખાયેલું એતિહાસિક વર્ણન કયાંય હજુ સુધી મળતું નથી તે તેનું પણ નિરૂપણ કરી શકાય. (૫) વળી ઇતિહાસના વિવેચકાનું લક્ષ ખેંચવા જેવી જે એક બાબત તેમાંથી તરવરી આવે છે તે બતાવવાની અગત્યતા પણ દીસી આવે છે. તેમજ શાહી રાજાઓ સાથે ચ9ણ વંશીને ભેળવી દેવા તે પણ એક રીતે ભારતીય ઇતિહાસને વિકૃત બનાવી દેવા જેવું કહેવાય. અમુક બાબતમાં પિતાને સમજણ ન પડે તે તે સમયે મૌન સેવવું
(૨) ઈ. સ. ૭૮ માં આરંભ થયાનું વિદ્વાને એ માન્યું છે તેથી મેં તેને પહેલી સદીની આખર તરીકે અહીં જણાવ્યું છે. બાકી મારી ગણત્રી પ્રમાણે હજુ તેનાથી કાંઈક આગળ આવે છે. તેની ચર્ચા પુસ્તક ૪ થાના અંતે કરવામાં આવી છે તે જુઓ.
(૩) જુઓ ૩૫રમાં તેનું જીવનવૃત્તાંત. (૪) તે ઋષભદત્તને તથા તેના સસરા નહપાણને
ઈતિહાસકારોએ શક પ્રજાના હેવાનું જણાવ્યું છે; તેથી તે શબ્દ અહીં મેં વાપર્યો છે.
(૫) જુઓ ગાતમીપુત્ર શાતકરણની માતા રાણીશ્રી બળશ્રીએ કોતરાવેલ નાસિકને શિલાલેખઃ જેની ચર્ચા આપણે શાતવાહન વંશના વર્ણન કરતી વખતે કરવી પડશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com