________________
પરિછેદ ]
રાજકીય સંધાણ
૨૯૯
નેતરના કામઠાં તથા નાનાં ભાલાંઓ રાખતા હતાં. તેઓ પોતાના પહેલવી તથા યવન સરદારે ૮ની ઝુંસરીમાં હતા છતાં તેમણે ન પ્રજાની પેઠે૩૯ ગ્રીકસંસ્કૃતિને કદાપિ અપનાવી નહતી જ; પણ જોડેસ્વાર આહિરો-ભરવાડના ચૂથના રીતરીવાજોને ચુસ્તપણે વળગી રહ્યા હતા; તેમજ પિતાના ઘેડાની જાત ઉછેરની અને કામઠાં વાપરવાની કળામાં તેટલા જ પાવ- રધા બની રહ્યા હતા.” આ એક જ વાકયમાં બેકટ્રીઅન્સ અને પારદની–એમ બન્ને પ્રજાનીરાજકીય તેમજ સામાજિક સ્થિતિને તથા તેમના સ્વભાવ અને રહેણીકરણીને સંક્ષિપ્તમાં ઠીક ઠીક ચિતાર આપી દીધું છે.
અહીં આગળ વળી આપણું એક સિદ્ધાં. તને પુનરચાર કરવો પડે છે કે, આ પુસ્તક હિંદી ઇતિહાસનું હેઈ, હિંદ બહારની કોઈ હકીકત વિશેષ લંબાણથી ન લખવી; છતાં અત્રે ટૂંક ઈશારો કરીને ન પતાવતાં, તેવી હકીકત કાંઈક લંબાણથી જે લેવી પડે છે તે સહેતુક છે. જો આ જુદી જુદી પ્રજાને આટલે પણ સટીક ખુલાસે નથી અપાતે, તે તેમના રાજાઓનાં તેમજ તેમના સરદારોનાં જે નામે અને ઓળખ માટે અજ્ઞાનમાં અને અંધારામાં ગોથાં ખાયાં કરીએ છીએ તેમાંથી બહાર નીકળવાને હજુ
પણ આરે ન આવત. આ ઉપરથી અમે એમ પણ કહેવા નથી માગતાં કે, અમે જે ભૂલભૂલામણીનો ઉકેલ અહીં કાઢી બતાવ્યો છે તે છેવટને જ છે, તેમ કાંઈક સગર્વ કહી શકીએ તેમ પણ છીએ કે, અત્યાર સુધી જે કાંઈ જણાયું છે તેના ઉપર અમારા નિવેદનથી પૂરતઅથવા થોડાઘણે અંશે પણ-પ્રકાશ તે જરૂર પડે છે જ. એટલે અમે જ્યાં જ્યાં ગલતી કરી હશે ત્યાં ત્યાંથી ખરૂં તત્ત્વ પકડી પાડી, અન્ય વિદ્વાને તેમાં ઓર વિશેષ અજવાળું પાડવાને સામર્થ્ય મેળવશે એમ સહર્ષ સંતેષ ધરીએ છીએ.
કે. હિ. ઈ.ના લેખક મત એમ છે કેParthians or Pahlavas and Scythians ( Sakas ) were so closely associated that it is not always possible to distinguish between them, the same family includes both Parthian and Scythian names= પાથીઅન્સ અથવા ૫ લ્હાઝ અને સિથિયન્સ (અથવા શક) એટલા બધા હળીમળી ગયેલા છે કે, એક બીજામાંથી તેમને ઓળખી કાઢવા હંમેશા સંભવિત નથી. એક જ કુટુંબમાં પાથી અન અને શક નામનો સમાવેશ થઈ જતો દેખાય છે. તેમની કહેવાની મતલબ એ છે કે, પાથી
(૪૦) હિંદમાંના આહિરે અને આ પારદેની ટેવોની સરખામણી કરે તે બન્ને વિશેનો કાંઈક
ખ્યાલ આવી જવો; તથા મૂળે તે ક્ષત્રિય અને લડાયક પ્રજાના ગુણ ધરાવતી હતી એમ જણાય છે.
(૪૧) આટલે દરજજે તેમને મૂળ ધંધો બતાબે તથા જેમ શરીરે ખડતલ હતા તેમ માનસિક વિચારમાં અબુઝ અથવા મક્કમ વલણવાળા પણ હોય એમ રાચવે છે.
(૪૨) જુએ . હિઈ. પૃ. ૫૧૮.
(૩૮) આ બને (ાન અને પારદ ) પ્રજાના સરદાર હતા. તેઓ સ્વતંત્ર નહતા. પાછળથી સ્વતંત્ર થયા છે એમ કહેવાને ભાવાર્થ છે (કેને તાબે હતા તે પ્રશ્ન ભલે શંકાસ્પદ રહે.)
(૩૯) કેન પ્રજાએ ગ્રીક સંસ્કૃતિ અપનાવી હતી જ્યારે પારદેએ પોતાની જ જળવી રાખી હતી. આ તેમની ભિન્નતા છે અથવા ન કરતાં પારદે વધારે મજબૂત મનના હતા; અથવા તેમનું મૂળ તે યવન પ્રજા તરફનું હતું એમ બતાવે છે (સરખા ન અને યવન પ્રજના તફાવતવાળી હકીકત)
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com