________________
૧૦ ૩૫
૧૧
૩૬
શક્ય નથી. જે તેનાથી કરી શકાયું તે એટલું જ કે મજબૂત હાથે સર્વત્ર કામ લઈ તેણે અખંડ શાંતિ સ્થાપી દીધી હતી. જેથી વારસામાં મળેલી ભૂમિમાં તેણે પોતાનું ઊત્તર જીવન શાંતિ સમાધિમાં પૂર્ણ કર્યું હતું. સમ્રાટ પ્રિયદર્શિને મગધ સામ્રાજ્યને હિંદની ભૂમિ ઉપરાંત દૂરદૂરના પ્રદેશ ઉપર ચારે બાજુએ જે પાથરી દીધું હતું તેને ચિતાર આપ્યો છે; તેના પુરગામી અને પિતામહે જે શાંતિ સ્થાપી દીધી હતી તેને લાભ લીધે હતો. ઉપરાંત તેણે જે ધમ્મનીતિ અખત્યાર કરી, પ્રજાપ્રેમ જીતી લીધો હતો તથા પિતાનું અને પ્રજાનું હિત એક જ છે એવી રાજનીતિ ધારણ કરી હતી તે સ્થિતિએ પણ જે તે ભાગ ભજવે નથી. એકંદરે રાજપ્રકરણ બાબતમાં-ભૂવિસ્તારમાં તથા પ્રજાના અંતરમાં પ્રવેશ કરી શાસક અને શાસિતને એક તારે ગૂંથી લેવામાં–તે અદ્યાપિ પર્યત હિંદી શાશકમાં બલકે વિશ્વભરના રાજકર્તાઓમાં પ્રથમ નંબરે બિરાજીત થયે છે એમ કહી શકાશે. વિદ્વાને મનાવી રહ્યા છે કે, સમ્રાટ પ્રિયદશિનના અવસાન બાદ મૌર્ય સામ્રાજ્યની એકાએક પડતી આવી પડી છે તે તેણે ધારણ કરેલી ધગ્નનીતિનું પરિણામ છે. પણ હવે ખુલ્લું થઈ ગયું છે કે તે સર્વનું મૂળ તે તેના વારસદારમાં જામેલા કુટુંબકલેશ અને તેમણે આદરેલી ધર્મઝનુની રીતિમાંજ સમાયેલું હતું. આના પ્રતીક તરીકે સામ્રાજ્ય માટે વચ્ચે થોડેક પ્રદેશ રાખી ચારે બાજુ ઉપસ્થિત થયેલ સ્વતંત્ર રાજોનું અસ્તિત્વ નજરે પડે છે. તે વખતના સેન્યપતિ અગ્નિમિત્રથી ઉઘાડી આંખે તે સ્થિતિ (આકૃતિ નં. ૧૧ માં દર્શાવેલી) જોઈ ન શકવાથી સામ્રાજયની લગામ હાથ ધરવી પડી હતી, અને જે સ્થિતિ એક વખતે અશોકવર્ધને નીપજાવી હતી તેજ કરીને આ અગ્નિમિત્રે જમાવવા માંડી હતી. એટલે બંને જણાને રાજયવિસ્તાર લગભગ સરખેજ દેખાતે નજરે પડશે. અશકવર્ધન અને અગ્નિમિત્રની ભલે ઉપર પ્રમાણે તુલના તે કરાવી છે પણ તેમના વારસદારોની સ્થિતિ જૂદીજ હતી. એકને વારસદાર શાંતિપૂજક અને રાજનીતિજ્ઞ હતો જ્યારે બીજાનાં વારસદારે તેનાથી ઉલટ દિશામાંજ વિચરનારા હતા. પરિણામે સામ્રાજ્યના વિસ્તારમાં આકાશ પાતાળ એટલે અને પ્રજાના અંતરમાં લીલા-સુકા જેટલે તફાવત પડી ગયેલ જણાય છે. બેની લડાઈમાં ત્રીજાને લાભ–તે ઉક્તિ પ્રમાણે પરદેશીઓને ઘી કેળાં પ્રાપ્ત થવા મંડયાં છે,
૧૫
૮૯
૧૭ ૧૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com