________________
પરિચ્છેદ ]
ક૯૫ના
૨૨૭
કાત્યાયન ગેત્રી છે જ એમ સ્પષ્ટપણે જણાયું છે, તેમ બીજા પક્ષે કાન્હાયન ગેત્રી પ્રધાને પણ કાત્યાયન ગેત્રી હેવાને સંભવ દેખાય છે. તે ત્રીજા પક્ષે પતંજલી મહાશય પણ કાં કાત્યાયન ગોત્રી ન હોય? આ ઉપરથી વડોદરા કેલેજના સંસ્કૃતના અધ્યાપક શ્રીયુત ગે. હ. ભટ્ટને તે સંબંધી મેં પૂછાવ્યું. તેઓએ કૃપા કરીને જે વિચાર દર્શાવ્યા તે શબ્દેશબ્દ અહીં ટાંકી બતાવું છું. (તે માટે તેમને ઉપકાર માનું છું. )
“ પતંજલીનાં બીજાં બે નામ નીચે “પ્રમાણે છે–૧)ગોનદયનગન નામના “પ્રાંત ઉપરથી); (૨) ગણિકાપુત્ર (માતાના “નામ ઉપરથી). કેટલાક વિદ્વાનોને એવો “અભિપ્રાય છે કે આ બે નામે પતંજલિનાં
નથી૧ પણ તેમની પહેલાં થઈ ગયેલા બે “વૈયાકરણનાં છે.
“ કાત્યાયન, પતંજલિની પહેલાં થયેલા છે.૧૦૨ કાત્યાયને૧૦૭ પાણિનિની અષ્ટા-
ધ્યાયીનાં સૂત્રે ઉપર વાતિ રહ્યાં છે અને “પતંજલિએ (ઇ. સ. પૂર્વે બીજે સકે) મહાભાષ્ય રચ્યું છે. કાત્યાયન અને પતંજલિ એ બે ભિન્ન વ્યક્તિઓ૦૪ છે.”
તેમના આ અભિપ્રાયથી મારી માન્યતાને કેટલેક અંશે સમર્થન મળે છે. તેમણે તે કાત્યાયન અને પતંજલિ એ બને ભિન્ન વ્યક્તિઓ હોવાનું જે કે જણાવ્યું છે, પણ પોતાનું તે મંતવ્ય તેમણે કાત્યાયન નામની એક જ વ્યક્તિ થઈ ગયેલી હોવાનું (જુઓ ટી. નં. ૧૦૨) માનીને બાંધ્યું જણાય છે. પણ કાત્યાયન નામની બે વ્યક્તિઓ (ટીકા નં. ૧૦૩ અને ૧૦૪ પ્રમાણે એક વરરૂચિ અને બીજા પતંજલિ મહાશય ) થયાનું જે ગણવામાં આવે, તે સહજ પુરવાર થઈ જાય છે કે, તેમનું આખુંયે કથન સત્ય જ છે. આ વિચાર ઉપર વાચકવર્ગ પિતાપિતાને અભિપ્રાય તથા પ્રમાણે રજૂ કરશે એવી ઉમેદ ધરાવું છું.
(૧૦૦) મેં પણ આ પ્રમાણે જ માન્યું છે (જુઓ ભાગ બીને પૃ. ૧૭૭) અને પુરવાર કરી બતાવ્યું છે. એટલે તેમને ગેનદીય કહેવાય છે તે સત્ય કરે છે.
(૧૦૧) ઉપરની ટી. નં. ૯૫ સરખાવો.
(૧૨) અહીં પહેલા કાત્યાયન એટલે વરરૂચિ સમજવા રહે છે, તેમને સમય ઈ. સ. 5. ચોથી સદી છે; જ્યારે પતંજલિ મહારાયનો સમય મારી ગણત્રો પ્રમાણે પણ ઈ. સ. પૂ. ૧૯૪-બીજી સદીને છેતેમ અધ્યાપક મહાશય શ્રી ભકને પણ તે જ છે. એટલે પતંજલીની પૂર્વે જ પ્રથમના કાત્યાયન થઈ ગયેલા ગણાય છે તે બરાબર છે.
(૧૦૩) અહીં કાત્યાયન એટલે વરરૂચિ પણું થાય. તેમ કોઈ બીજી જ વ્યક્તિ પણ હોય અને પતંજલિ મહા-
શય પણ હેયઃ પાણિનિ અને વરરૂચિ સહસમયી હતા, પણ વરરચિ વ્યવહારિક ક્ષેત્રમાંથી ખસી ગયેલ હોવાથી ( જુઓ પુ. ૧૫. ૩૬૬ ની હકીકત ) તેઓ પાણિનિની અધ્યાયી ઉપર વાતિ કે રચવા જેવી સ્થિતિમાં નહોતા. તેમ બીજી કોઈ કાત્યાયન નામે વ્યક્તિ જણાઈ નથી. કદાચ હોય પણ ખરી; અને હેય તે તે પણ વાતિકકાર બની શકે; પણ તેમ જણવામાં આવ્યું નથી માટે પતંજલીને કાત્યાયન ગોત્રી મેં ધારી લીધા છે. -
(૧૪) શ્રીયુત ભારે ભલે ભિન્ન ભક્તિ ધારી છે (કે એક રીતે બને કાત્યાયન ભિન્ન જ છે. વરૂચિ અને પતંજલિ) પણ વાતિ ના કર્તા કાત્યાયન અને કાત્યાયન પતંજલિ; તે બન્ને એક જ વ્યક્તિ હોવાનું મને લાગે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com