________________
પરિછેદ ].
ભાષાને વિકાસ
૧૭૭
નિનો જન્મ થયો હતો. તેની ભાષા પણ ખરોષ્ઠી હતી એમ કહેવાયું છે. જ્યારે મગધ સમ્રાટ નવમા નંદે આ દેશ ઉપર ચડાઈ કરીને તેને જીતી લીધી હતા ત્યારે ત્યાંથી અઢળક દ્રવ્ય લઈ જવા સાથે તે વિદ્યાસંગી હોઈ, તક્ષિલા વિદ્યાપીઠમાંથી વિદ્વાનોની એક મિત્ર ત્રિપુટી-પાણિનિ, ચાણક્ય અને વરરૂચિ નામના ત્રણ મિત્રોનીને પણ પોતાની સાથે લઈ ગયો હતા. વળી આ વિદ્વાન ત્રિપુટીની મદદથી તેણે તક્ષિલાના ધોરણે નાલંદા વિદ્યાપીઠને સમૃદ્ધ બનાવી હતી. આ સઘળી હકીકત ઉપરથી સ્પષ્ટ સમજી શકાશે કે પાણનિના ગ્રંથમાં ખરીદી શબ્દનું જે મિશ્રણ તથા વપરાશ માલૂમ પડે છે તેનું કારણ પણ તેને જન્મ ખરબી ભાષા બોલતા પ્રદેશમાં જ હોવાને લીધે મુખ્યતઃ છે.
આ ગંજ-કબોજ પ્રદેશ ઉપર, નંદ- વંશ પછી મૌવંશની સત્તા આવી હતી, પણ સમ્રાટ બિંદુસારના અમલ દરમ્યાન તે પ્રદેશ બળવો કરી કેટલાક અંશે સ્વતંત્ર થઈ ગયો હતે; અને પાછળથી અલેકઝાંડર ધી ગ્રેઈટને આધીન થયે હતો. તેની પછી તે દેશ તેના સરદાર અને વારસ સેલ્યુકસ નિકેટરની સત્તામાં ગયો હતો. તેણે પોતાની કુંવરી સમ્રાટ અશોકને
ઈ. સ. પૂ. ૩૦૪ માં પરણાવતાં, જે તહ કર્યો હતો તેની રૂઇએ જે ચાર પ્રાંત મગધને હવાલે તેણે કરી દીધા હતા તેમાં આ ખરેષ્ઠી ભાષા બોલતા પ્રાંત પણ હતા. આ પ્રમાણે આ મુલક મગધ દેશની આણમાં બે ત્રણ વખત આવ્યા અને ખસી ગયો. છેવટે સમ્રાટ પ્રિયદર્શિનની હકુમતમાં આવી પડ્યો હતો. તેણે તે પ્રાંતની હદમાં બે મોટા ખડક લેખ-શાહબાઝનહીં અને અંશેરાના ઊભા કરાવ્યા છે. તે લેખની ભાષા ખરેખ હેવાનું કહેવાય છે, તેનું કારણ પણ હવે વાચકવર્ગને બરાબર સમજાશે. સંપ્રતિ ઉફે પ્રિયદર્શિનના મરણ બાદ પાછો આ પ્રાંત સ્વતંત્ર થઈ ગયે. કાળાંતરે બેકટ્રીઅન રાજ્યને ભાગ બનવા પામ્યો. જ્યારે બેકટ્રીઆનો રાજા ડિમેટ્રીઅસ હિંદ ઉપર ચડાઈ લાવ્યો હતો ત્યારે તેની સાથે અનેક સરદારો આવ્યા હતા. તેમાં ( ઇતિહાસની નજરે) ત્રણ મુખ્ય હતા. તે ત્રણે કેબેજના જ વતની હતા. બે તેની જાતના હતા તેમજ કાંઈક દૂરદૂર સગા થતા હતા; તેમનાં નામ હેલીકલ્સ અને મિનેન્ડર હતાં; જ્યારે ત્રીજો, અસલ ત્યાં જ વતની અને ક્ષહરાટ જાતિનો ભ્રમક નામે યુવાન હતો. આ ત્રણે જણા રાજા ડિમેટ્રીઆસને બહુ ઉપયોની નિવડ્યા હતા. તેમાંને મિનેન્ડર જે
( ૧૧ ) આ હેલીકલ્સ તે બીજો કોઈ નહીં, પણ ડિમેટ્રીઅસ પાસેથી બેકડ્રીઆની ગાદી ખુંચવી લેનાર પેલા બળવાખોર અને તેના એક દૂરના સગા યુક્રેટાઈ. ડઝને પુત્ર હતા. રાજ ડિમેટ્રીઅસનું મરણ થતાં આ હેલીકલ્સ પોતાના દેશ પાછા ફરતા હતા ત્યારે રસ્તામાં જ પિતાના બાપને ભેટે થતાં તેની નિમક. હરામીને બદલે આપવા જતાં તેણે તેને મારી નાંખ્યો હતો અને પછી પોતે બેકડ્રીઆનો ગાદીએ
બેઠો હતો.
(૧૨) આ સિવાય રાજુલુલ નામની વ્યક્તિને પણ કદાચ સાથે લાવ્યા હોય એમ સંભવિત છે, પણ બરાબર ખાત્રી ન થવાથી તેનું નામ અહીં દાખલ કર્યું નથી; છતાં બધાં સ્થિતિ અને સંયેગો જોતાં, તે પણ ભૂમની સાથે જ આવ્યા હોય એ બનવાજોગ છે. આ રાજીવુલને મથુરાવાળા પ્રદેશ ઉપર હકુમત ચલાવવા મિનેન્ડરે પાછળથી ની હો,
1
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com