________________
૭૬
પાવાગઢથી વડોદરામાં માં સમકાલીન કવિ સેમચારિત્રગણિએ ગુરુગુણરત્નાકર કાવ્યમાં એ સૂચિત કરેલું છે. સારંગપુરમાં અધિવાસ કરનાર જેસિંગ શાહ વિનયી,
વિવેકી અને દાનવીર થઈ ગયા. જે સંઘમાં ૮૮ સંઘવીમાં આગેવાન હતા, તેમ સમસ્ત ખાન, ખેજા, જેસિંગ અને મીર, ઉમરાવ વગેરેના બહુ માનીતા હતા. રત્ન શાહ જેણે નિર્ધન વગેરે મનુષ્યના ઉદ્ધાર માટે
નિરંતર દાનશાલા-ભેજનશાલા કરી હતી. તેણે જ્યારે જીરાપલ્લી(જીરાવલા) અને આબ તીર્થની યાત્રા કરવાની ઈચ્છા અને તૈયારી કરી હતી, તે જ અવસરે આગર(માળવા)ના સંઘવી રત્ન વગેરે ૮૮ સંઘવીએ સંઘે સાથે તૈયાર થયા હતા. તેમાં એ સંઘપતિ જયસિંહ અને રત્ન સૂર્ય ચંદ્ર જેવા અગ્રેસર હતા. ઇડરના મહારાજ ભાનુરાજથી સત્કૃત થયા હતા. તે સર્વે ઈડરગઢથી યાત્રા કરતા અનુક્રમે
છરિકાપદ્ધિપુરમાં પણ ગયા હતા. ત્યાં પ્રભાવક પાર્શ્વનાથ પ્રભુનાં દર્શન કરી તેઓએ વિવિધ પ્રકારે ભેટ, પૂજા, ભક્તિ, વિજ્ઞપ્તિ કરી હતી. કોશપ્રમાણુ વજ-દાનપૂર્વક આડંબરથી સ્નાત્ર–મહોત્સવ કરાવ્યો હતો. લીધેલા અભિગ્રહ છેડ્યા હતા. ૩ દિવસ સુધી બન્ને સંઘવીઓએ મોટી ભેજનશાલા ખુલ્લી કરી હતી. સંઘવી જયસિંહે દુર્જય દેવાયત નામના કોળી પાસેથી બંદીઓ છેડાવ્યા હતા. ત્યારપછી તે સંઘે આબુ તીર્થની યાત્રા માટે ગયા હતા–એનું સવિસ્તર વર્ણન સમકાલીન કવિ સોમચારિત્રગણિએ વિ. સં. ૧૫૪૧ માં ગુરુગુણરત્નાકર કાવ્ય(સર્ગ ૪)માં કર્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com