________________
પાવાગઢથી વડોદરામાં આપ્યાં હતાં. દુભિક્ષથી ખિન્ન થઈને માળવા તરફ પ્રયાણ કરતા લોકોને ભાત આપ્યાં હતાં, તે બન્ને કૃપાળુઓએ રંક લેકે તરફ પણ વાત્સલ્ય દર્શાવ્યું હતું. કલિયુગ હોવા છતાં જેઓ પાંચ પ્રકારના પ્રમાદોથી કલંકિત થયા ન હતા. નીતિથી સંચિત કરેલા ધનવડે જિનેશ્વરેનાં જીર્ણ થયેલાં મંદિરોનો ઉદ્ધાર કરવામાં વિશિષ્ટ પ્રવૃત્તિ કરી હતી. મારવાડ વગેરે દેશમાં પાંચશેર પાંચશેર ખાંડના પડાની લહાણુઓ કરી હતી.
લક્ષ્મીસાગરસૂરિશિષ્ય સેમજયસૂરિનાં વચનામૃતનું પાન કરીને તે બન્ને શ્રાવકોએ ૮૪ દંપતીઓ(યુગલે) અને બીજા ધન્ય મનુષ્ય સાથે, રાજા અને સમાજની સાક્ષીએ સીહીમાં ગુરુનાં મુખ-કમલથી બ્રહ્મચર્યવ્રત સ્વીકાર્યું હતું. તે પ્રસંગે હજારો રૂપા-નાણાંવડે સજજનેને તાંબલે આપી આશ્ચર્યકારી મહોત્સવ કર્યો હતો. એ બન્ને ઊજલ અને કાજા નામના સુશ્રાવકોએ પહેલાં સેમદેવસૂરિ સાથે જીરાપલ્લી-પાર્શ્વજિનને વંદન કર્યું હતું અને કર–મેચન વગેરે દ્વારા ૭ દિવસ મહાત્સવ કરાવ્યું હતું.” એમ તેમના સમકાલીન સેમચારિત્રગણિએ વિ. સં. ૧૫૪૧ માં રચેલા ગુરુગુણરત્નાકર કાવ્ય (સર્ગ ૩, લે. ૬૧–૭૧. ય. વિ. ચં.)માં જણાવ્યું છે.
१. "श्रीसोमदेवैः सह सूरिभिः पुरा यौ जीरपल्ल्यां जिनपार्श्ववन्दनम्। अकारिषातामिह सप्त वासरान् महेन यावत् कर-मोचनादिना ॥"
–ગુરુગુણરત્નાકર કાવ્ય (સર્ગ ૩, લે. ૬૫. ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com