SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ४८ પાવાગઢથી વડોદરામાં સૂરિએ કરી હતી, તે પ્રતિમા વડોદરામાં દાદાપાશ્વનાથજીના દેહરામાં છે(બુદ્ધિ. જૈનપ્રતિમાલેખસંગ્રહ ભા. ૨, લે. ૧૩૦). વિ. સં. ૧૫૦૩માં ઉપર્યુક્ત શાલિભદ્રસૂરિના પટ્ટ પર થયેલા ઉદયચંદ્રસૂરિએ પ્રતિષ્ઠિત કરેલ પાર્શ્વનાથ-બિંબ (ધાતુ-મૂર્તિ) ટ્યૂનિક(જર્મની)ના જાદુઘરમાં જણાય છે પૂ. નાહર-જૈનલેખસંગ્રહ નં. ૧, લે. ૩૬]. વિ. સં. ૧૫ર૭ માં ઉપકેશજ્ઞાતિના શ્રાવકોએ આત્મશ્રેય માટે કરાવેલ અને જીરાપલ્લીથગછના ભ. શાલિભદ્રસૂરિના પટ્ટધર ભ. ઉદયચંદ્રસૂરિએ પ્રતિષ્ઠિત કરેલ શાંતિનાથ-બિંબ લખનમાં શાંતિનાથ-જિનમંદિરમાં છે (પૂ. નાહર-જૈનલેખસંગ્રહ નં. ૨, લે. ૧૫૦૬). વિક્રમની ૧૬મી સદીમાં વિદ્યમાન બ્રહ્મર્ષિએ રચેલી સુધર્મગચ્છ-પરીક્ષા(પાઈ ગા. ૧૦૬)માં ૮૪ ગચ્છનાં સ્થાનનાં નામે દર્શાવતાં “હારેજા, જીરાઉલા નામ” સૂચવ્યું છે. જીરાઉલગચ્છના ભ. દેવરત્નસૂરિના પરિવારના મુનિ સોમકલશે લખેલ રાજવલ્લભની ચિત્રસેન-પદ્માવતી કથા( વિ. સં. ૧૫૨૪)ની પ્રતિ પાટણમાં જૈનસંઘના ભંડાર( ડા. ૭૬)માં છે. વિ. સં. ૧૯૦૨ માં જાઉરનગરમાં જીરાઉલગચ્છમાં લખાયેલ શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રવૃત્તિ( અર્થદીપિકા)ની પ્રતિ જેનાનંદ-પુસ્તકાલય, સૂરતમાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034577
Book TitlePavagadhthi Vadodarama Prakat Thayel Jiravala Parshwanath
Original Sutra AuthorN/A
AuthorLalchandra Bhagwan Gandhi
PublisherAbhaychandra Bhagwan Gandhi
Publication Year1941
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy