________________
૪ર
પાવાગઢથી વડેાદરામાં
જિનના નિર્વાણ પછી શુભ નામના પ્રથમ ગણધર વિહાર કરતા મરુદેશમાં અર્બુદાચલ( આમ્મૂ ) તીર્થ પાસે રત્નપુર નામના નગરમાં પધાર્યા હતા. ત્યાં મિથ્યાદ્ગષ્ટિ છતાં ભદ્રક આશયવાળા, ચંદ્ર જેવા ઉજ્જવલ યશવાળા ચદ્રયશા રાજા રાજ્ય કરતા હતા. તેણે ધર્મની પરીક્ષા માટે અનેક ધર્મ-મતવાળાઓને પૂછ્યું હતુ, પરંતુ કયાંય પણ મનને ચમત્કાર કરે તેવા ધર્મ પ્રાપ્ત કર્યાં નહિ, તે સમયે જ ગણધરદેવનું આગમન સાંભળીને તેણે વિચાર્યું... કે–‘ આ પણ મહાત્માજી સભળાય છે, તેમને પણ ધર્મ પૂછવા જોઇએ. ’ એમ વિચારીને તે ગણધરદેવ પાસે આબ્યા, નમીને બેઠે. તેણે ધર્મ પૂછ્યો. ભગવતે પણ જિનેપષ્ટિ ધર્મના ઉપદેશ આપ્યા. તે સાંભળીને નિધિનાં દનથી જેમ દરિદ્ર હર્ષિત થાય તેમ હર્ષિત થઇને રાજાએ જિન-ધમ સ્વીકાર્યા. ત્યારપછી પાર્જિનના સંગત અવાદને ગણધરદેવના મુખથી સાંભળીને તેમને વંદન ન કરી શકવાથી વિષાદ પામતા રાજાએ ગણધરના ઉપદેશથી સાક્ષાત્ શ્રીપાર્શ્વનાથજિનનાં વન્દનની ફૂલ-પ્રાપ્તિ માટે શ્રીપા જિનનું બિંબ કરાવ્યું, સ ંઘે તેને પ્રતિષ્ઠિત કર્યું. તેની આગળ અઠ્ઠમ તપ( ૩ દિવસના ઉપવાસ ) કરી ગણધરદેવે આપેલ આમ્નાય પ્રમાણે શૈલેાક્યવિજય યંત્રના જાપ કરી તેણે સાક્ષાત્ પાર્શ્વજિનના વન્દનનું ફળ પ્રાપ્ત કર્યું હતું. ત્યારપછી રાજા લાંખા વખત સુધી ધર્મનું આરાધન કરી સમયે સમાધિ-પૂર્વ ક સ્વર્ગ–ગતિને પામ્યા હતા. ત્યારપછી કેટલાક કારણથી તે પ્રતિમાને ભૂમિમાં નિધિરૂપ-અદૃશ્ય–ગુપ્ત કરી હતી.
ત્યારપછી કેટલેાક વખત ગયા પછી વિ. સ. ૧૧૦૯(૯૦) વર્ષે જીરિકાપ@િ( જીરાવલી ) ગામમાં શ્રીમદ્ અહુ ચ્છાસનની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com