________________
૪૦
પાવાગઢથી વડોદરામાં
પ્રમાણુ લાપશીમાં નાખ, ૭ દિવસો સુધી બન્ને કમાડ દઈ દે” દેવના તે વચનને સાંભળીને તે ગેઝિક-અધિકારીએ તે પ્રમાણે સર્વ કર્યું. તેવામાં સાતમે દિવસે એક સંઘ આવે, ઉત્સુક્તાથી બારણું ઉઘાડીને તે મૂર્તિ જોવામાં આવી, તે કંઈક ન જોડાયેલા અવયવાળી મૂર્તિ લોકોએ જોઈ. કેમકે તે મૂર્તિના અંગ પર ૯ ખંડે હજુ પણ ફુટ રીતે જોવામાં આવે છે.
પિતાના નગરમાં પહોંચતાં તે શાહ(યવનો)ને ઘરો સળગવાં, દ્રવ્યનો વિનાશ થવો વગેરે ઉપદ્ર થયા હતા. તે બધું તે દેવે કરેલું જાણુને ભયભીત થયેલા રાજાએ પોતાના મંત્રીને ત્યાં મોકલ્યા. દેવે તેને સ્વપ્નમાં કહ્યું કે –“ જે આ રાજા અહિં આવીને પિતાનું માથું મુંડાવે, તે જ નગરનું અને રાજાનું કુશળ થશે. ” તે પ્રમાણે કરવાથી અનેક ભેગ
ગ કરાવવાથી અને ઘણું પ્રભાવનાઓ કરવાથી તે રાજા સમાધિમાન-સુખી થયે. બીજાઓએ પણ તેવી રીતે જ પિતાનું માથું મુંડાવવું વગેરે કરાવવા માંડ્યું; કારણ કે લેકે પ્રાચે ગતાનુગતિક જેવામાં આવે છે.
એવી રીતે ઉત્તરોત્તર ચડતીવાળા માહાઓથી દીપતા એવા આ તીર્થમાં દેવે એક વખતે પોતાના અધિકારી મનુષ્યને સ્વપ્નમાં કહ્યું કે-“મહારા નામવડે જ દેવની બીજી મૂર્તિ સ્થાપે, કારણ કે ખંડિત અંગવાળી મૂતિ મુખ્ય સ્થાનમાં શોભતી નથી. ત્યાર પછી શ્રી પાર્શ્વનાથની નવી મૂતિ સ્થાપી જે આજે પણ (ગ્રંથકારના સમયમાં-વિક્રમની ૧૬ મી સદીના પ્રારંભમાં પણ) બને લોકે(આ લેક અને પરલેક)ના ફલના અભિલાષી લેકે વડે પૂજાય છે. પ્રાચીન પ્રતિમાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com