________________
પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ.
ગૂર્જરેશ્વર કુમારપાલ સાથેના રણ-સંગ્રામમાં પરાસ્ત થતાં આ જ શાકંભરીશ્વર આન-અર્ણોરાજે વિજય-લક્ષ્મી જેવી પિતાની જહણ કન્યાને કુમારપાલ સાથે પરણાવી સંધિ કરી હતી. (વિશેષ માટે જૂઓ શ્રી હેમચંદ્રાચાર્યનું સં. દ્વયાશ્રય મહાકાવ્ય સર્ગ ૧૬ થી ૧૯). પ્રઢપ્રતાપ મહારાજા કુમારપાલ, આ યશસ્વી વિજયથી “ નિજભુજવિકમરણાંગણવિનિર્જિતશાકંભરીભૂપાલ” બિરૂદદ્વારા પ્રખ્યાત થયેલ છે.
ધર્મષ(ધર્મસૂરિ અને ૩ શાકંભરીશ્વર (૧ અજયરાજ, ૨ અર્ણરાજ અને ૩ વિગ્રહરાજ.)
વિક્રમની બારમી સદીના ઉત્તરાર્ધમાં ધર્મઘોષસૂરિ નામના એક સમર્થ પ્રભાવક રાજમાન્ય ઉચ્ચકોટિના વિદ્વાન આચાર્ય થઈ ગયા, જેમને ધર્મસૂરિ નામથી પણ વિદ્વાનોએ ઓળખાવ્યા છે. પાટણના જેનભંડારેમાં તેમના સંબંધમાં સં. પ્રા. અપભ્રંશ ભાષામાં કેટલીક પ્રશસ્તિ-સ્તુતિ-સ્તેત્રાદિ કૃતિ મળી આવી છે, જે ઐતિહાસિક દષ્ટિએ બહુ મહત્ત્વની હાઈ પાટણના ડિ. કેટલૈગમાં અમહે સવિસ્તર દર્શાવી છે. આ આચાર્ય, રાજગચ્છના શીલભદ્રસૂરિના શિષ્ય હતા, અને તેમના પરિવારમાં શ્રેષ્ઠ વિદ્વાને, કવિઓ, ગ્રંથકારો અને વ્યાખ્યાતા આચાર્યો થયા જણાય છે. જેમાંના કેટલાકના થે પણ ત્યાં સૂચવ્યા છે. વિ. સં. ૧૧૮૬માં માગશર ૫ મે - આ આચાર્ય પાસે ધંધલ નામના શ્રદ્ધાળુ શ્રાવકે ગૃહિધર્મ(શ્રાવક-ધર્મ) સ્વીકાર્યો હતો, તેના પરિગ્રહ-પ્રમાણને સૂચવતો તે જ સમયમાં પ્રાકૃતભાષામાં રચાયેલ અને લખાયેલ
એક ગ્રંથ વિદ્યમાન છે (જૂઓ પાટણ કૅટવૈો. ૧, પૃ. ૩૯૨). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com