________________
[ 4 ]
ભ્રષ્ટ, ધર્મપતિત તથા અમાનુષિક રૂઢીનું નિકંદન કરવાને જાગૃત કર્યા છે, છતાં હજી ઘણા રાજયકર્તાએ આ દુષ્ટ રિવાજને છેડી દેવાને વહેમ અને ધર્મના ' આંદોલનમાં ત્રિશકુની ગતિમાં રહેલા છે. રાજયકતી કામ જોકે માંસાહુારી છે, પણ તેઓ આવા વહેમી વિચારાથી પશુહિંસા કરનારી નથી. રાજયનીતિનું શિક્ષણુ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે રાજાએ સમળના જુલમથી નિર્બળનું હમેશાં રક્ષણ કરવું જોઈએ. આ રાજયધર્મ પણ કેટલાક રાજાઓ પાળતા જણાતા નથી. આમાં અમે તેના વિશેષ ઢાષ હાડવાને પગભર થતા નથી, કારણકે પ્રજાપણ કેળવણીના અભાવે વહેમેાને તજી શકી નથી, દીવાના, કારભારીએ તથા સ્વાર્થ સાધુમ`ત્રીમંડળ પણ હાજી હા કરનાર આસ પાસ વીંટળાએલ હાવાથી રાજયકર્તા આ પુરાણા રિવાજને છેાડવા જેટલી નૈતિક હીમત અતાવી શકતા નથી. ૮ યથા રાજા તથા પ્રજા ’” એ કહેવત ઠીક છે પણ જમાનાની ભુખી
એવી પણ છે કે “ યથા પ્રજા તથા રાજા ” એમ પણ થએલું આપણે આધુનિક કાળમાં
આપણી ચક્ષુએ નિહાલીએ છીએ. સુભાગ્યે શનૈઃશનૈઃ પ્રજા તથા રાજામાંથી અજ્ઞાનરૂપ અધકાર કેળવણીરૂપ સૂર્યના પ્રકાશથી અદ્રશ્ય થતા જાય છે અને તેથીજ આશા રખાય છે કે નજીકના ભવિષ્યમાં કુદરતે માણસોને પશુઓના જે હવાલે સોંપ્યા છે તેને મની શકતી રાહત આપવાને મનુષ્યની પક્ષપાતિ બુદ્ધિ ટળી જઈ નિઃસ્વાર્થ અને પરોપકાર બુદ્ધિ અવશ્ય ઉદ્ભવશે વિજયાદશમીના તહેવાર ઉપર પાડાએ બકરાંએ અને ઇતર પ્રાણીઓને ફક્ત વહેમી વિચારોથી તથા ધર્મના જુઠા બહાના તળે વધ કરવામાં આવે છે. તેવા વધના પાપથીજ આ પવિત્ર ભારત ભૂમિની કંગાળ સ્થિતિ થઈ પડી હાય તે સંભવિત છે. એ નિશ્ચય છે, માટે દેશના ઉદયની તથા આખાદીની જે કાઇ હિં દીવાન અંતરમાં અભિલાષા રાખતા હાય તેઓએ આ થતા પશુવધના નિર્દય કામને અટકા વવાના અવશ્ય પ્રયત્ન આદરવાની પ્રતિજ્ઞા લઇ શરૂઆત કરવી જોઇએ.
કલકત્તાની કાલીમાતાને દશરાને દિવસે અપાતે બકરાના ભાગ સુધરેલા મ’ગાળીએને માથે ન ધાવાય તેવુંજ કાળું કલંક છે, અને અમાને આશ્ચર્ય થાય છે કે આવા સુધરેલા જમાનામાં આગળ વધેલા મગાળીએ આવી રકત તાતુર કાળી માતાને સંતુષ્ટ કરવા અવાચક પ્રાણીઓની નિર્દય કતલ ચલાવી ખંગાળી પ્રજાને પાપકર્મમાં ડુમાવી માતાને વિશેષ કૃષ્ણર’ગી ચિતારવાની રાક્ષસી રૂહીને હજુ પણ કેમ અનુમાદતા હશે તેની સમજ પડતી નથી. બાળલગ્નની તથા વિધવા પુનર્લગ્નની દયાની ખાતર હિમાયત કરનારા વિદ્વાન બંગાળીઓને પામર પશુઓની દયા આવતી નથી એ કેવું શાચ નિય છે, તે અમારા વાંચકે ફિટકારથી વિચારશે. ગુજરાતના રાજયકર્તાઓ તથા પ્રજા કાંઈક જાગી છે અને પ્રાણી રક્ષકના હિમાયતીએ તે પ્રાણીને અભયદાન આપવાની તકલીફ્ લેતા રહે છે તેથી ઘણા રાજા મહારાજાએ પ્રાણીઓની દયા ખાવા લાગ્યા છે. જેન શ્વેતાંબર ( મૂર્તિપૂજક ) કેન્ફરન્સ સ્થપાયા પછી નકામી જીવહિંસા થતી અટકાવવાના શુભ પ્રયત્ન થવા લાગ્યા છે તે જોઈ દરેક દયાળુ મનુષ્યનું અંતઃકરણ.. બિના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com