________________
મહાસાગરમાં હળતું હશેજ. દશરાનો વિજયવત દિવસ સમીપમાં આવ્યું છે તેની યાદી આપ જૈન શ્વેતાંબર કેન્ફરન્સના રેસીડન્ટ જનરલ સેક્રેટરી શેઠ વીરચંદ દીપચંદ સી. આઈ તરફથી દેશી રાજ્યકર્તાઓને દશરાના તહેવાર ઉપર પશુવધ ન કરવાને. વિજ્ઞાન્તિ પત્ર પાઠવવામાં આવ્યો છે, જે જિનકેમની મુંગા પશુઓ તરફની કેટલી કાળજી છે તે દર્શાવે છે. તેથી એ પત્ર અમે સદાબરે નીચે આપીએ છીએ જે આ પુસ્તકના ભાગ ત્રીજાના શરૂવાતમાં આવી ગઈ છે. તે વાંચી વિદિત થશે. અને પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે અમારી જૈન સમાજના એ વયેવૃદ્ધ મંત્રીને પ્રયાસ સફળ થાય અને પવિત્ર આર્યાવર્તની અહિંસા ધર્મના ઉદ્યોગની વૃદ્ધિ થાય તથા દેશી રાજાઓના મનમાં પરમાત્મા સદબુદ્ધિ પ્રેરી માનવકુળને ભૂષણરૂપ જે દયા તે તેના મનમાં ઉદ્ભવિત કરે. આમીન.
નં. ૧૪
જેન વિજય.
મુંબઈ, તા. ૧૮-૧૯૦૬. દશેરાને દિવસ અને જૈનેની તે તરફ દયાની લાગણું. જમાનાનું કે ધર્મનું વાતાવરણ ગમે તે દિશા તરફ વળેલું હોય તે પણ એ તે ઘણું ખુશી થવા જેવું છે કે કોઈ પણ ધર્મના અનુયાયીઓ દયાધર્મને સૌથી ઉંચું અને ઉત્તમ સ્થાન આપતા જાય છે. આપણે દેશ આર્ય કહેવાય છે અને હજુ પણ તેમાં જેએ આર્યાવર્તનું જે અભિમાન દર્શાવે છે તે અમારા ધારવા અને માનવા પ્રમાણે આવી દયાધર્મની ઉત્તમ લાગણને લઈને જ છે. જે દેશમાં પ્રાણી માત્ર તરફ દયાની લાગણું જોવામાં પણ આવતી નથી તેને આપણે અને બીજા બધાએ એમ એક આવાજે કહીએ છીએ કે યુરોપ અને અમેરિકા જેવા અનાર્ય દેશમાં પણ વેજીટરી અને મોટા પ્રમાણમાં વધતા જાય છે, અને જેમ જેમ તે વિશેષ વિશેષ સમજતા થશે તેમ તેમ તેઓ પ્રાણપર પિતાની લાગણી એક સરખી દર્શાવ્યા વગર રહેશે નહીં. બધા ધર્મમાં એ ફરમાન છે. એટલું જ નહિ પણ જેઓ જડવદિ કહેવાય છે. અને ધર્મ કે ઇશ્વર કાંઈ પણ માનતા નથી તેઓ એમ જરૂર કહેશે કે પ્રાણીમાત્ર પર દયા એ એક ઉત્તમ નીતિ છે, જડવાદિઓ નીતિને માન આપનારી છે અને તેમાં પ્રાણીમાત્ર તરફ દયા એ એક ઉત્તમ નીતિ તેઓ માને છે. આ પ્રમાણે દયા એ દરેક સમજુ અને વિચાર કરનારા માણસના હાડમાને એક ઉત્તમ ગુણ અને સિદ્ધાંત છે.
આમ છે છતાં ધર્મના નામે ઓછી હિંસા થાય છે એમ નથી. કેટલાએક માંસવૃધી. કેની શુદ્ર લાલસાને લીધે કેટલાએક ભોળા લોકેને એ લેકેએ ધર્મને નામે હિંસા અસ્થાને પ્રેયાં છે. અને એવી રીતે કેટલીક વખતેમાતાઓ કે હલકા દેવ દેવીઓ આગળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com