________________
[૨] નં. ૩
ડેલ.
તા. ૨૫–૮–૧૯૦૬ સકલસમ્યગુણગણલંકત રા. રા. શેઠ વીરચંદ દીપચંદ.
સી. આઈ. ઈ. ઈત્યાદિ, મુંબઈ વિશેષ વિનંતી કે આપને ચાલતા માસની તા. ૧૮મી નો પત્ર અમારા નામદાર મહારાજા ઠાકોર સાહેબને મળતાં તેના ઉત્તરમાં અહીંના રાજ્યમાં દશરા કે એવા કે માંગલિક દિવસોએ પાડા કે બકરાંનો વધ થતા જ નથી. એવા ખબર પિતાના સલામ સાથે આપને આપવા તેઓ સાહેબનું ફરમાન થએલું છે તે વિદિત થાય, તા. સદર.
લિ. સેવક. મણલાલ ગોવીંદરામના યથાયોગ્ય.
નિં૪ સાયલા. તા. ૨૦–૮–૧૮૧૬. શેઠ વરચંદ દીપચંદ.
સી. આઈ. ઈ. જે. પી. મુંબઈ આપનો તા. ૧૮-૯-૧૬ નો પત્ર અમારા નામદાર ઠાકોરસાહેબ ઉપર આવ્યો. જેમા ટુંકા વિસ્તારથી દશેરાનાં પવિત્ર દિવસે પશુવધ અટકાવવા વિગેરે માટે જે શિક્ષણતા બતાવેલ છે તેના સંબંધમાં પ્રત્યુત્તર લખવા ફરમાન થતાં આપને લખવા હાંસલે કે, આ સંસ્થાનમાં દશરા યા કોઈપણ દિવસે પશુવધ યાને જીવહિંસા મૂલથીજ કરવામાં આવતાં નથી.
આવું સ્તુતિપાત્ર પગલું જે આપે ભરેલું છે. તેને માટે આપને ધન્યવાદ ઘટતાં એ આપની ઉજવળ સુકીર્તિનાં ચિન્હ છે.
આ પ્રસંગે અમારે જણાવવાની જરૂર પડે છે કે, હાલમાં હિંદુસ્થાનમાં કેટલાક ભાગમાં ગોવધ થતે કહેવામાં આવે છે તે તરફ આપે મજબુત ઉપાયે ગ્રહણ કર્યા હશે તે પણ એ વિષે ખાસ જરૂર જોઈતા ઉપાયે લેવા ભલામણ કરીએ છીએ તા. સદર.
KALLIANJI. આ. કારભારી-સાયલા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com