________________
મેવાડના અણમલ જવાહિર યાને આત્મબલિદાન જેની પાસેથી રાજ પણ છીનવી શકે નહીં. આ પ્રમાણે તેને પ્રતિજ્ઞા લીધી. અને બ્રાહ્મણે તથા ભટ્ટ લેકેને સાદરી દાનમાં આપી દીધી, અને ત્યાંથી સદાને માટે મેવાડને ત્યાગ કરી સુરજમલ “ખનયલ' નામના મહાજંગલમાં કરતો હતો. ત્યારે તેના જેવામાં આવ્યું કે એક વરૂ બકરીના બચ્ચાને લઈ જવાની ચેષ્ટા કરતો હતો. પણ બકરી તેના બચ્ચાને મજબુત પકડી રહી હતી તેથી તે વરૂ બચ્ચાને લઈ શકતે નહતા. આ ઘટના જોતાં સુરજમલને ચારિણી દેવીની સેવીકાનું કહેલું વચન યાદ આવ્યું. તેથી સુરજમલને એમ થયું કે હું અહીં રહીશ તો મારો અધિકાર કઈ છીનવી શકશે નહીં. તેથી ત્યાં જ થંભી ગયો અને ત્યાંના જંગલી લેકોને તાબે કરી તે સ્થળે દેવલ નામને કિલો બંધાવ્યો અને આજુબાજુના એક હજાર ગામ પિતાના અધિકારમાં લીધા, આ વખતે પ્રતાપગઢ દેવલની ૨થાપના થઈ હતી.
કુમાર પૃથ્વીરાજ પાટનગરમાં ચાલ્યા આવ્યા, તે હવે રાણાશ્રી રાયમલને ઘણે પ્રિય થયો હતો. તેથી તેનું મેં જોયા સિવાય તેને ચેન પડતું નહતું. પરંતુ વિધાતાની વક્રદષ્ટિથી મહારાણું રાયમલ્લના નસીબમાં પુત્રનું સુખ લાંબો વખત જોવાનું નહોતું. આ પ્રમાણે પૃથ્વીરાજ પિતાના બાહુબળથી અનંતકીર્તિ મેળવી અને યશ પ્રાપ્ત કરી પિતાની વહાલી તારાકુમારી સાથે આનંદમાં દિવસે પસાર કરવા લાગ્યા, પણ જ્યાં ભાવી અનુકુળ ન હોય ત્યાં સુખ અને વૈભવ લાંબા વખત સુધી ટકી શકતા નથી. તેવી જ રીતે રાજકુમાર પૃથ્વીરાજની સ્થીતિ બની હતી.
પિતાની બેન શિરોહી નરેશ પાભૂરાયની સાથે પરણાવવામાં આવી હતી. પણ પાભૂરાય વ્યસની અને દુરાચારી હોવાથી પોતાની ભગિની અત્યંત દુઃખી થતી હતી. અને નરેશ પણ એટલું બધું દુઃખ આપતે હતો કે તેનું વર્ણન લખવા લેખક પણ અશક્ત છે. જેને જુલ્મી, શેતાન કહીએ તેવું દુખ રાજા પિતાની રાણીને આપતો હતો. જ્યારે રાણી પોતે દુઃખથી કાયર બની ત્યારે પિતાના ભાઈ પૃથ્વીરાજને પિતાની કર્મ કઠણાઈની હકીકત લખી અને પિતાને આ દુઃખથી બચાવવા સહાય માગી. જ્યારે ભાઈએ બહેનને આ દુખનો ભરેલ પત્ર વાંચે કે તરતજ કુમાર પૃથ્વીરાજ એકાએક શિરોહી રવાના થયા, અને એ સાહસીક વીર શિરોહીના મહેલના દરવાજા પાસે આવી પહોંચે. પણ દરવાજો બંધ હોવાથી તે ક્રોધિત બની કટ કુદી રાજા પાભૂરાયને કબજે કરી તેને વધ કરવા જતો હતો. તેવામાં પતિપરાયણ સ્ત્રીએ પોતાના ભાઈને કીધું કે મારી એક યાચના સ્વીકારે. મને વિધવા ન કરે, તમને મેં વિધવા બનાવવા બોલાવ્યા નથી પણ તેમને સમજાવી મને સુખી કરવા બોલાવ્યા છે.” આ પ્રમાણે કહેવાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com