________________
રાણા શ્રી રાયમલ
પૃથ્વીરાજે પોતાના બનેવીને જીવતો રાખે અને તેની બેનની મેજડીએ તેના માથા ઉપર મુકાવી તેની ક્ષમા મંગાવી, આથી પોતાની બેનના કાર્યમાં પોતે યશ પામ્યો. પોતાની બેન સુખી થઈ જાણે પોતાના મનને આનંદ માનવા લાગે, પણ નાલાયક કપટી બનેવીએ તેને ઘણું આગ્રહથી પૃથ્વીકુમારને પાંચ દિવસ વધારે રોક અને જ્યારે પૃથ્વીરાજ પોતાની બેન અને બનેવીની વિદાય લઈ કોમલનેર ભણ જવા રવાના થયા ત્યારે નીકળતી વખતે તેના બનેવીએ કેટલાક લાડવા આખ્યા, પૃથ્વીરાજને કિંચિત પણ ખબર નહોતી કે આ પાપીએ દગો કર્યો હશે કેમલનેરની નિકટ આવતાં પોતાના બનેવીએ આપેલા લાડવામાંથી એક લાડ ખાવા માંડે અને ખાતાં ખાતાં તરત ઝેર ચડયું, ને ચક્કર ખાઈ નીચે પડયો અને બેભાન બની ગયે, બનેવીએ લાડવામાં ઝેર નાંખીને જ આપ્યા હતા. પોતાની વહાલી તારાકુમારીને ખબર આપવા માણસ છુટયા. તારા આવે તે પહેલાં પોતે પોતાના દેહનો ત્યાગ કર્યો એટલે તારાને મેળાપ થયો નહીં. આખરે તેજસ્વી તારે પલકમાં ગુમ થઈ ગયે. શુરવીરના મરણથી ઘણું લેકે રૂદન કરવા લાગ્યા. અને પવિત્ર તારાકુમારી પણ પોતાના પતિના શબને લઈ જીવતી ચીતામાં ભસ્મીભૂત થઈ ગઈ. ધન્ય છે એ વિરાંગનાને! પતિની પાછળ સતી થઈ.
પુત્રના અકાળ મૃત્યથી રાણું રાયમલ્લને આઘાત થયો અને પુત્ર વિયાગીન કષ્ટ ઘણે વખત સહન કરી શકયા નહીં. અને તે પણ પુત્રના પાછળ સ્વર્ગે સિધાવ્યા. પૃથ્વીરાજ અને રાણાના મૃત્યુ પછી પ્રજામાં હાહાકાર અને શોક છવાઈ ગયા હતા. વીધીનું કેવું નિર્માણ?
છપે શુરવીરતાની છા૫, પ્રભુએ ખુબજ પાડી, યોધ્ધ મહા બળવાન, દીધાં દુશમનને ફાડી. તજી રાજ્ય અને પાટ, પિતાની આજ્ઞા પાળી, થયે દેશનિકાલ, વિધીના લેખ નિહાળી. ચાલયે પ્રથુ તે એકલે, સાથે જેનું ભાગ્ય છે, કહે ભેગી શુરવીર ને, એતો નજીવી વાત છે.
છપે મીન જાતને મારી, પ્રભુએ ખુબ જ કીધી, પકડી તેને રાય, શિક્ષા તે મતની દીધી. મુસલમાને પર વૈર, ખરેખર તેને લીધું, ક્ષત્રિય તણું ગૌરવ, વધારી તેને દીધું. શુરવીર સાહસીક વીરે તે, પ્રતિજ્ઞા પૂરી કરી, પ્રતિજ્ઞા પુરી થતાં, દેવી તારા તે વરી.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat