SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૧ મું મહારાણુ શ્રી ભિમસિંહ (દ્વીતીય) મહારાણા હમીરનું અકાળ મૃત્યુ થવાથી માતા સરકુંવરના આત્માને આગાધ ઘણે જ થયો હતો, જ્યાં ભાવી અનુકુળ ન હોય ત્યાં કેઈ શું કરે? કુમાર ભિમસિંહને ગાદી ઉપર બિરાજમાન કરવા નક્કી કર્યું. આ વખતે કુમાર લિમસિંહ (હીતીય)ની ઉંમર ફક્ત નવ વર્ષ અને નવ મહિનાની હતી. આટલી નાની ઉંમરે મેવાડના સિંહાસન પર સંવત ૧૮૩૮ના પોષ સુદ ૯ ઈ. સ. ૧૭૭૮ના જાન્યુઆરીની સાતમી તારીખે બિરાજમાન થયો હતો. • સાત ઘડી રાત ગયા પછી પૂરોહીત રામરાવ એકલૈગદાસ, મહારાજ વાઘસિંહ, મહારાજ અર્જુનસિંહ, મહારાજ અને પસિંહ, દેલવાડાના રાજા સજજા, કુરવાડના રાવતુ અર્જુનસિંહ, સનવાડાના બાવા જતસિંહ, ભદ્રેસરના રાવત્ સરદારસિંહ, ચારણ પન્ના, આઢા, ધાય માતા રૂપાં, તથા ધાય ભાઈ કીકા, વિગેરે સરદાર તથા પાશવાનેને સરપાવ આપવામાં આવ્યા હતા. આ સમયના ઇતિહાસમાં કર્નલ ટોડ લખે છે કે વિક્રમ સંવત ૧૮૦૮ થી કે અત્યારસુધીમાં અઠ્ઠાવીસ લાખ પચીસ હજારની આવકવાળી જાગીરે મેવાડમાંથી નીકળી ગઈ માંહોમાંહેના કલેશથી આજે મેવાડ મહારથીઓની ઘણી જ અનર્થકારી દશા થઈ પડી તે પૂર્વે જણાવવામાં આવ્યું છે. રાણાજીએ ચંદાવત્ સરદારેને ઉચ્ચ પદ આપ્યું હતું, રાણાજી તરફથી મળેલી શક્તિને દુરુપયોગ કરી તેમને સંવત ૧૮૪૦ ઈ. સ. ૧૭૮૪માં પિતાના જુના શત્રુ શક્તાવતનું લેહી પીવાને નિશ્ચય કર્યો આ પિતાની શક્તિને છેટે ઉપયોગ કરી સામસામાં લડવા તૈયાર થયા, શક્તાવના વંશને એક સંગ્રામસિંહ વીર બહાદુર નર હતો, મેવાડના ઈતિહાસમાં જેને પિતાનું નામ અમર કર્યું છે. આ વખતે સંગ્રામસિંહ કારવાડના શાસક અર્જુનની જાગીર ઉપર આક્રમણ કર્યું અને પશુધન બધુ લઈ જતો હતો ત્યાં માર્ગમાં જ અર્જુનના પુત્ર સાલમસિહે તેના પર આક્રમણ કર્યું. છેવટે સંગ્રામસિંહના ભાલાથી સાલમસિંહનું મૃત્યુ થયું આ સમાચાર અર્જુનસિંહના સાંભળવામાં આવ્યા એજ વખતે પિતાની પાઘડી ફેંકી દીધી અને પ્રતિજ્ઞા લીધી કે “જ્યાં સુધી મારા પુત્રને મારનારનું લેહી ન પીઉં ત્યાં સુધી પાઘડી પહેરીશ નહીં” અર્જુનસિંહ એકદમ શીવગઢ ગયા ત્યાં સંગ્રાહસિંહના વૃદ્ધ પિતા લાલજી રહેતા હતા. બંને પક્ષ વચ્ચે યુદ્ધ ચાલ્યું. આ વખતે નગર રક્ષક વગરનું હતું તેને લાગ જોઈ અર્જુનસિંહે રણસીંગુ વગાડયું જેથી લેકે નાસભાગ કરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy