________________
મેવાડના અણમોલ જવાહિર વાને આત્મબલિદાન કરીશું. પરંતુ તેમ થઈ શકયું નહિં આતુર નેત્રથી પિતાની પ્રાણસમી દેવીના સુખ દર્શન કરી ફક્ત છ અનુચરો સાથે ઉદયપુર જવાને કુચ કરી જ્યાં સુધી તેઓ ઉદયપુર પહોંચ્યા નહીં ત્યાં સુધી તેઓએ ઘોડાની લગામ ખેંચી નહીં.
અર્ધ રાત્રી વ્યતિત થઈ ગઈ હતી સમસ્ત જગત નિંદ્રાગ્રસ્ત થઈ રહ્યું હતું. પ્રકૃતિ સ્થીર અને ગંભીર હતી. રાવજીના ઉતારામાં પરમ શાન્તિ હતી. તેમાં દાસ દાસી કે ખાદ્ય પદાર્થોની લેશ પણ તૈયારી નહાતી, પરંતુ રાણાજીએ સર્વ તૈયારીઓ પ્રથમથી જ કરાવી રાખી હતીરાત્રીના સમયમાં જ્યાં તેમના આગમનની વાત સાંભળી કે તરત જ રાણાજીએ તેમના અનુચરો દ્વારા તેમના ભુવનમાં ભોજનની સામગ્રી રવાના કરી અને અશ્વોને માટે ઘાસ વિગેરેને પ્રબંધ કરાવી આપે. બીજે દિવસે પ્રાત:કાળમાં એગ સમયે સાલુબ્રાના સરદાર રાજસભામાં ગયા અને રાણાજી તેઓના પર ખુશ થયા. તેમને નિયમ પ્રમાણે એગ્ય સન્માન આપ્યા પછી મહારાણાએ તે દિવસે એક નવી જાગીર સમર્પણ કરી રાણાજીને આ અસીમ પ્રસાદ પ્રાપ્ત થવાથી સાલુખ્ખાજીને આ નંદ અને આશ્ચર્ય થયું. તેનું કારણ જાણવાને માટે પોતે વિનય પૂર્વક મહારાશુશ્રીને વિનંતી કરી કે મહારાજ ! મેં એવું કાર્ય શું કર્યું છે કે જેથી આપે મને આ પારીતોષીક આપ્યું છે. જે મેં કંઈ પણ કાર્ય બજાવ્યું હોય તે મેં માત્ર મારી ફરજ અદા કરી છે. અને કામના બદલામાં મહારાજ પાસેથી મારાથી પુરસ્કાર શી રીતે લઈ શકાય. મેવાડનું હીત સાધવું એતે વિરવર ચંદ્રનાવશોનું મૂખ્ય કર્તવ્ય છે. એ કર્તવ્ય બજાવવા કદાપિ મારા પ્રાણ ચાલ્યા જાય તો પણ પુરસ્કાર લે ઉચીત્ત નથી. માટે આપ આ પુરસ્કાર પાછા લેવાની કૃપા કરો? પુરરકારને સ્વીકાર કરે એવી રાવજીની કિંચીત પણ ઈછા નહોતી જેથી મહારાણાશ્રીને ઘણું ઘણું સમજાવ્યા પણ મહારાણાશ્રી સમજયા નહીં.
મહારાણાશ્રીને અત્યંત આગ્રહ જોઈ પોતે કહ્યું કે મહારાજ રાજ્ય પ્રસાદ ગ્રહણ નહીં કરવાથી રાજાનું અપમાન થાય છે. પરંતુ આના બદલામાં મહારાજા જે મારી એક પ્રાર્થનાને સ્વીકાર કરશે તે મહારાણાશ્રીને મારા પર માટે ઉપકાર થશે. અને આપશ્રીને અનુગ્રહ અમારા સમૃતી પટ પર સદા અંકિત રહેશે. જેવી રીતે આ પ્રસંગે મારા માટે ખાદ્ય પદાર્થો રાજ ભૂવનમાંથી આવ્યા તેવી રીતે ભવિષ્યમાં શ્રીમાન અથવા શ્રીમાનના વંશજો મને અથવા મારા વંશજોને રાજધાનીમાં બોલાવે ત્યારે રાજ્ય પાકશાળામાંથી ખાદ્ય પદાર્થો મેકલાવે એવી મારી પ્રાર્થના છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com