________________
મહારાણા શ્રી અમરસિંહ
૨૦૧
આવેલા રાજાઓ રણુકેશરી નિઝામના પ્રચંડ સન્યને રોકી શક્યા નહીં. નર્મદા તટેજ નિઝામની સેનાએ ક્રોધાગ્નિમાં કેટાના રાજાને નાશ થયો. | મોગલના હાથમાંથી હૈદ્રાબાદ રાજ્ય છૂટું પડતાં જ અધ્યા પણ સ્વતંત્ર થયું. ચતુર સિયદખાંએ આ સ્વતંત્ર રાજ્ય સ્થાપીત કર્યું હતું. જે સમયે નિઝામે સ્વતંત્રતાને કુંડ ઉઠાવ્યો તે સમયે સાદતખાં (સૈયદખા) વિયાના દુર્ગને રક્ષક હતે. સચદેને ગર્વ તેડવાને માટે મહમદશાહે તેને દિલહી બોલાવ્યા બાદશાહની આજ્ઞા થતાં જ અમીર-ઉલ-ઉમરાને સંહાર કરવા પ્રયત્ન કરવા લાગ્યો. હૈદરખાં નામના એક વિશ્વાસઘાતી મનુષ્ય ગુપ્ત રીતે અમીર-ઉલ-ઉમરના પેટમાં કટાર બેસી દીધી અને તેને સંહાર કર્યો, મહમદશાહ આ વખતે તંબુમાં હતા. અમીર-ઉલ -ઉમરાના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થતાં જ તેના ભ્રાતા અબદુલ્લાને બંદીવાન બનાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. દુષ્ટ વઝીરને આ વર્તમાન મલ્યા કે તેને તરત જ દિલ્હીના સિંહાસન પર ઈબ્રાહીમ નામના એક માણસને બેસાડો. અને મહમદશાહની ગતી રોકવાને માટે તેની સામે યુદ્ધ કરવાને ચાલ્યા. આ યુદ્ધમાં રાજપૂત કે કોઈ પણ તરફથી શસ્ત્ર ગ્રહણ કર્યા નહતા. ઉભયદળ મેદાનમાં આવી ઉભા હતા. યુદ્ધ શરૂ થયું. બંને સેનાઓ ઘણી જ ઉત્સાહપૂર્વક લડી. દિવાન રાજા રત્નચંદ્રને આ યુદ્ધમાં શિરચ્છેદ થયો. તેથી તેના લશ્કરમાં હાહાકાર વતી રહ્યો. તેઓ પોતાના શત્રુઓ પર વૈર લેવાના હિસાબે ઘણાજ જેરથી લડવા લાગ્યા. અને શત્રુઓ પણ એટલા જ શૌર્યથી લડવા લાગ્યા. આખરે પ્રશ્ચાત પાદશાહના સેનાપતિ ૪૨સાદતખાંએ વઝીરને પકડીને મહમદશાહની સમક્ષ રજુ કર્યો. સાદતખાંના આ કાર્યથી પાદશાહ તેના પર ઘણે જ પ્રસન્ન થયે તેણે તેને બહાદુરજંગની પદવી આપી. અને અયોધ્યાનું રાજ્ય અર્પણ કર્યું.
રાજપૂત, નૃપતિઓ મહમદશાહને વિજય મળે તેટલા માટે તેને અભિ નંદન આપવાને ગયા. રાજપૂત રાજાઓએ આ વખતે કોઈપણ પક્ષ ગ્રહણ કર્યો ન હતો. તે માટે પાદશાહ મહમદશાહ તેમના પર પ્રસન્ન થયો હતો. અને ખુશાલીમાં જોધપુર, તથા અંબરના રાજાએ કેટલાક પ્રગણાં આપ્યાં. ૪૯ગીરધરદાસે મહારાષ્ટ્રીઓને આવતા અટકાવ્યા હતા. તેથી તેણે માળવા પ્રાન્ત અર્પણ કર્યો હતો. અને નિઝામને વઝીર બનાવવા માટે હૈદ્રાબાદથી બેલિાવવામાં આવ્યો હતો.
હવે મેવાડનું ભાવી તપાસીએ, જ્યારે ભારતવર્ષમાં જુદા જુદા ભાગોમાં રાજકીય ફેરફાર થતા ગયા, ત્યારે મેવાડની સ્થિતી તેથી ભિન્ન પ્રકારની જ જણાતી
૪. સાદતમાં એક સોદાગર વહેપારી હતી, તેણે પિતાના બાહુબળથી સેનાપતિપદને ભાવ્યું હતું. અને પિતે અમે ધ્યાને નવાબ બની બેઠા હતા.
૪૯. ગીરધરદાસ તે રત્નચંદ્રના પ્રધાન કર્મચારી જુબલરામના પુત્ર હતા, તેઓ સાત નાગર બ્રાહ્મણ હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com