________________
૨૦૧
મેવાડના અણમોલ જવાહર યાને આત્મબલિદાન
હતી. જે વખત મેવાડની આસપાસના રાજપૂત રાજાએ માગલ સામ્રાજ્યની અવસ્થાના લાભ લઇ પેાતાના રાજ્યે મજબૂત કરવા લાગ્યા. તે વખતે મેવાડના રાણા આળસુ ખની પાતાના સમય વ્યતીત કરતા હતા બીજા રાજાઓની ઉન્નતિ જોઇ તેના દીલમાં અસ તેાષ થતા નહતા.
અંબરનું રાજ્ય યમુના નદીના તટ પર્યન્ત ફેલાઈ ગયું હતું. આ તરફ મારવાડના રાજા અજીતસિંહે અજમેરના દુર્ગ પર પેાતાની વિજય ધ્વજા ફરકાવી. દીધી હતી. ગુજરાત રાજ્યને છિન્નભિન્ન કરી મરૂભૂમિથી દ્વારકા પન્ત પેાતાની વિજયસેના લઇ ગયા હતા. આ વખતે મેવાડના રાણામાં કૉંચિત્ત પણ ઉત્સાહ જણાતા ન હતા પાતે નિશ્ચિત થઇ પેાતાના જુના સામતાથી સતાષ માનતા હતા. તેનું કારણ શેાધવા માટે ઘણુંજ દૂર જવું પડશે નહીં. કેવળ એકવાર મેવાડના રાણાઓની પ્રાચીન રાજનિતી તપાસવાથી તેનું સ્પષ્ટ કારણ સમજાઈ જશે. જે રાજનિતી અને જે આચાર અચળ રાખવાના માટે ગિહલેાત્ વીરગણાએ પ્રસન્નતાપૂર્વક પેાતાનું રૂધીર અર્પણ કર્યું " હતું. તે રાજનિતી અને આચારમાં કદાચ વિઘ્ન ઉપસ્થિત થાય અને કદાચ આપણે મુસલમાન રાજ્ય સાથે સંબધ રાખવા પડે એવા વિચારથી તેઓ પેાતાનું રાજ્ય વધારવાને પ્રયત્ન કરતા નહાતા, તે રાજચાતુર્યતાના દાષ વહેારી લેવાને ખુશી હતા, અને તે પેાતાના પ્રાચીન રીવાજને તિલાંજલી આપવા માગતા નહાતા. આવા વિચારથી પેાતાના રાજ્યની વૃદ્ધિ થઈ નહેાતી. વળી એ સામત-કુળા વચ્ચે દારૂણ વૈર થયું હતું. તેથી તે વારવાર ઝઘડા કરી મેવાડનું નૂર અને સામર્થ કરી નાંખતાં હતાં.
છું
અંદર અંદરના કલેશને લઈ મેવાડની પ્રવૃતી થયા ન પામી. અને તેની ક્ષીણતા થવા માંડી, જ્યાં કુસંપ અને વેરભાવ હાય ત્યાં કોઈ પણ જાતના લાભ થતા નથી. અને આખરે તેવી ભિક્ષણ આગમાં પતગીઆની માફક હામાઈ જવાના વખત આવે છે. માટે જો મેવાડમાં માામાંહે કલેશ ન થયેા હૈાત અને કેવળ સ`પીને સાથેજ કારાબાર ચલાન્યા હૈાત તેા આજે મેવાડની આ દશા ન હૈાત.
મહારાણા સંગ્રામસિંહે અઢાર વર્ષ રાજ્ય કર્યું અને તેઓના સમયમાં સીસાદીયા વંશનું સન્માન અણુનમ હતું. શત્રુનાએ જે મેવાડના ભાગ જીતી લીધા હતા તે તમામ ભાગ પાછે મેળવ્યા હતા. રાણાશ્રીએ અિહારીદાસ પ'ચાલીને પેાતાને દિવાન મનાવ્યા હતા. તે ઉપરથી રાણાશ્રીની તીવ્ર બુદ્ધિના ખ્યાલ આવે છે. મંત્રી બિહુારીદાસ જેવા નિમકહલાલ, ચતુર, સાહસીક અને પ્રમાણીક મનુષ્ય મેવાડમાં પૂર્વે કદિ નીમાયેા નહાતા. આ વાતની સત્યતા તેમના સમકાલીન રાજાઓના લખેલા પત્રા પરથી સમજાશે. બિહારીદાસે ત્રણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com