________________
પ્રેમીઓની પ્રેમ ચેષ્ટા દયાળ પિતાના મહાલયમાં આવ્યા ત્યારે પાટમને જોઈ નહીં તેથી શોષવા લાગ્યા. અને શેધતાં શોધતાં બગીચામાં આવ્યાં, ત્યાં પાટમદે સંગીતની ધુનમાં ગાતી હતી તેથી દયાળ તેના મધુર કંઠનું પાન કરી રહ્યો હતે. પાટમરે નિચે મુજબનું ગાયન ગાતી હતી.
ગીત
મારે વહાલો આવ્યો નહીં દયાળ તેને, ગમે નહીં મારી સંભાળ-ટેક રાજ્ય કાજમાં અતિ ગુંથાતે, ભુલ્ય છે ઘરની જંજાળ, અગના પણ ઝુરી મરતી, કેમ બતાવું મૂજ હાલ-મારે. ૨૨૯ અનેક વિપત્તિમાં પણ મજબૂત, જેની કમરે તલવાર ને ઢાલ, અનેક શુરવીર ને શરમાવે, જાણે દુશ્મનને એ કાળ, –માર. ૨૩૦ ભાષા તેની મૃદુ ભરી ને, વચન પ્રિય મરમાળ, દયાળની વાટ જોતી પામદે, “ભેગી કહે પાટમને આવ્યો દયાળ.–મારે. ૨૩૧
કેમ પાટમ, શા વિચારમાં છે? દયાળ બોલ્યો.
કોણ? સ્વામિ, આવવાની ફુરસદ મળી કે હજી પણ રાણાશ્રી પાસે જવાનું બાકી રાખ્યું છે. દયાળને જોતાં જ પાટમરે બાલી.
પાટમ, તારા વગર મારું જીવન શૂન્ય ભાસે છે, પણ લાચાર? કે પરિ. સ્થિતિના સંજોગોમાં આજ મેવાડનું ભવિષ્ય કેમ સુધરે તેના વિચારમાં જ મોડું થાય તે તમારે જરા પણ ઓછું લાવવું જોઈએ નહિં. કારણ કે આ દયાળ મેવાડની મિલકત છે. પાટમ! તમારે તે મારા કાર્યમાં અમાણે ઉત્સાહ બતાવો જોઈએ. દયાળશાહ બોલ્યા.
આ પ્રમાણે બંને દંપતિ વાત કરતાં કરતાં પિતાના શયન-ગૃહમાં આવે છે. અને અનેક જાતની પ્રેમ–ગોષ્ટી કરી જીવનને થાક ઉતારવા નિકાવશ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com