________________
૫ મુ* ]
પડતા પર પાકે.
૬૧
છે, કારણ કે ક્રોધથી અંધ થયેલા મનુષ્યની કાર્ય સાધક બુદ્ધિ ક્ષણવારમાં વિનાશ પામે છે.
શ્રીસાર શેઠના પ્રસ’ગમાં પણ એવુંજ બન્યું. આવેશથી નિર્મળ બુદ્ધિની સ્વચ્છ પ્રભાપર અજ્ઞાન અંધકારનાં શ્યામ પટલા ફરી વળ્યાં, જેના પ્રભાવે શેડ દ્વીધ વિચાર કરી શકયા નિહ. જોકે આ સઘળું કાર્ય શેઠથીજ થયુ હતુ, એટલે રાજાના દુ:ખમાં નિમિત્ત કારણ શેડ હતા છતાં પણ આપણે તા આ સ્થળે રાજાના દુર્ભાગ્યની ભયંકરતાજ વર્ણવવી રહી.
રાજાને પાતાની કાર આજ્ઞા ફરમાવી શેઠ તે પાતાને સ્થાને ચાલ્યા ગયા. રણસંગ્રામમાં શસ્ત્રધારી શૂરવીર ચેષ્ઠા સાથે યુદ્ધ કરતા દુશ્મનના તીક્ષ્ણ પ્રહારોએ રાજાને જે અ શાંતિ ઉત્પન્ન નહાતી કરી, તેના કરતાં અધિક અશાંતિ શેઠના તીક્ષ્ણ વચનપ્રહારીએ કરી. થાડાજ વખતમાં ચિતાગ્નિથી દુગ્ધ રાજાએ, શેઠના ભયથી ધ્રુજતા અને મારેલા મારના દુ:ખે નેત્રમાંથી અશ્રુધારા વરસાવતા પોતાના દુઃખી બાળકાને દૂરથી આવતા જોયા. અન્ને પુત્રા પિતા પાસે દોડી આવ્યા અને હૃદયદ્રાવક વિલાપ કરતા શેઠ તરફથી પોતાની ઉપર વિતક વાતા પિતા સમક્ષ કહી દર્શાવી. આ હકીકત સાંભળીને અને પુત્રના નેત્રમાંથી નિકળતા એર બેર જેવડાં આંસુ દેખીને રાજાના દુ:ખની સીમા રહી નહિ. માતા વિનાના પાતાના પુત્રાનું દુ:ખ દેખી જોકે રાજાનું હૃદય ભરાઈ આવ્યું છતાં પણ શૂરવીર રાજાએ પાતાના અંત:કરણને ધીરજ આપી સ્વસ્થ કર્યું. પુત્રના કરૂણાજનક વિલાપ દેખી નિળ અને નિર્માલ્ય મનુષ્યની માફ્ક રાજા રૂદન કરવા ન માંડી પડયા, કારણ કે રાજાને બાલ્યાવસ્થામાં પુત્રાના કામળ અત:કરણમાં નિર્મળતાના ખીજ નહાતાં વાવવાં, બાળકાને ધૈર્ય વિનાના નિષ્પરાક્રમી નહાતા બનાવવા, પરંતુ ાય તેવા વિષમ સકટના સમયે પણ ધૈર્યતાનુ અવલઅન કરનારા દૃઢ પરાક્રમી ક્ષત્રીયવીર બનાવવા હતા. આજ કારણથી રાજાએ પાતાની દુ:ખથી ભરપુર નિસ્તેજ મુખાકૃતિને માહ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com