________________
૬ર સુંદર રાજાની સુંદર ભાવના. [પ્રકરણ શાંતિથી આચ્છાદિત કરી, દુ:ખી બાળકને ધીરજ આપી, રૂદન કરતા નિવાર્યા અને શાંતિના વચનથી ઉપદેશ આપે.
“હે વત્સ! તમે ચિંતા ન કરે, શાંત થાઓ, આપણી ઉપર જે જે દુ:ખના પહાડ ત્રુટી પડે છે તેમાં બીજા કોઈ પણ દોષપાત્ર નથી, માત્ર આપણુ કમને જ દોષ છે. પૂર્વે તેવાં દુમિ ઉપાર્જન કરેલા જેથી આપણે તેનાં તેવાં કટુક ફળ અનુભવીએ છીએ, તેમાં આપણા કર્મ સિવાય બીજાને શે દોષ કાઢીએ ?'
આ અવસરે રાજા જાણે પિતાના સઘળા દુઃખને ભૂલી જ ન ગયે હોય તેમ ગંભીર વચનોથી પિતાના પુત્રને શાંત કરતો હતો, પરંતુ તેનું પોતાનું અંતઃકરણ તે અનિર્વચનીય દુઃખ સાગરના અગાધ જળમાં ડૂબતું હતું. પડતા ઉપર પાટુ મારનાર દૈવને ઉપાલંભ આપતા રાજા વિચાર કરે છે કે-“અરે અંતરનું દુ:ખ કેની આગળ વર્ણ વીએ, નિર્મળ દયાના અંકુરાઓ જેના હૃદયકયારામાં નવપલ્લવિત થઈ રહ્યા હતા, એવા દયાળુ શેઠની પણ આ દશા થઈ ! માત્ર એકજ ગુન્હાની શિક્ષામાં અને બાળકની આ દુર્દશા કરી, પણ તેમાં શેઠને શો દોષ કાઢીએ; પાર્જીત અશુભ કમનોજ આ પ્રભાવ છે. કહ્યું છે કે – "करोति तत्कर्म मदेन देही, हसन स्वधर्म सहसा विहाय । रुदंश्चिरं रौरवरन्ध्रमध्ये, भुक्ते फलं यस्य किमप्यवाच्यं ॥१॥"
ભાવાર્થ—તુચ્છ પદ્ગલિક સુખની ખાતર સાંસારીક લીલામાં મશગુલ પ્રાણ પિતાના વાસ્તવિક ધર્મને એકદમ ભૂલી જઈ મદોન્મત્ત થયે છતો આનંદભેર એવા કલિક કમ ઉપાર્જન કરે છે કે જેનાં ન કહી શકાય તેવાં દુઃખદાયી ફળ ઘણા દીર્ઘ કાલપર્યત શૈરવ નર્કમાં કરૂણાજનક વિલાપ કરતાં ભેગવવા પડે છે. ઉપભોગ કર્યા વિના તે કર્મો કઈ રીતિએ ક્ષય પામતાં નથી. ' અરે આત્મા! અજ્ઞાનદશાથી કર્મને બંધ કરતી વખતે તને આ વિચાર ન આવ્યું. જે આ હેત તો તારી આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com